વર્તમાન કારોબારી સેશનમાં એચડીએફસી બેન્ક સંબંધિત ચિંતાઓ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. બેન્ક પર વધારાનું વ્યાજ ‘માર્કેટિંગ ખર્ચ’ તરીકે દર્શાવી ચૂકવવાના આક્ષેપો સામે હવે નિયમનકારી દબાણ વધવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે.
બેન્કના શેરોમાં તાજેતરના કારોબારી દિવસે નોંધપાત્ર ઘટાડો રહ્યો હતો, જ્યારે બીએસઇ પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ યથાવત રહ્યો હતો. કેટલાક બેન્કિંગ શેરોમાં પસંદગીયુક્ત ધોવાણ પણ નોંધાયું છે.
કંપની વિશે :
અહેવાલ મુજબ, એચડીએફસી બેન્કે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનને વર્ષ ૨૦૨૪-૨૦૨૫ દરમિયાન આશરે રૂ. ૪૫ કરોડનું વધારાનું ‘ડિફરેશિયલ ઇન્ટરેસ્ટ’ ચૂકવ્યું હોવાનો આક્ષેપ થયો છે. આ રકમ સીધી વ્યાજરૂપે નહીં પરંતુ ‘રોડ સેફ્ટી કેમ્પેઈન’ના નામે માર્કેટિંગ વિભાગ મારફતે વેન્ડર દ્વારા ચૂકવાઈ હોવાનું જણાવાયું છે. બેન્કે આ તમામ આક્ષેપોને નકારતા જણાવ્યું છે કે તમામ વ્યવહાર બેન્કની સ્થાપિત નીતિ અને નિયમો મુજબ જ થયા છે.
બજારના મુખ્ય પરિબળો :
• બેન્કના આંતરિક ઓડિટ કમિટી દ્વારા માર્ચ ૨૦૨૬માં વિજિલન્સ તપાસનો આદેશ મળ્યા બાદ રોકાણકારોમાં સાવચેતી વધેલી છે.
• માર્ચ ૨૦૨૬માં જ પૂર્વ પાર્ટટાઈમ ચેરમેન આતનુ ચક્રવર્તીના રાજીનામાએ રોકાણકારોમાં અનિશ્ચિતતા વધારી છે.
• આરબીઆઈ દ્વારા એચડીએફસી બેન્કને ‘ડી-એસઆઈબી’ (ડોમેસ્ટિકલી સિસ્ટમેટિકલી ઈમ્પોર્ટન્ટ બેન્ક) ગણાવ્યા બાદ હવે આ મુદ્દો ફરી ચર્ચામાં આવતા નિયમનકારી જોખમ અંગે ચર્ચા તેજ બની છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ બેન્કના શેરમાં હાલ બેરિશ બાયસ યથાવત રહ્યો છે. નજીકના સપોર્ટ લેવલનું પરીક્ષણ થઈ રહ્યું છે. જો આ સપોર્ટ ઝોન તૂટશે તો વધુ ઘટાડો શક્ય છે, જ્યારે રેઝિસ્ટન્સ પાર થાય તો મજબૂત ક્લોઝિંગની અપેક્ષા રાખી શકાય છે.
રોકાણ રણનીતિ :
• ઉછાળે નફારૂપી વેચવાલી ચાલુ રહેવાની શક્યતા.
• ઘટાડે તબક્કાવાર ખરીદી કરતાં સાવચેતી રાખવી યોગ્ય.
• ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ જરૂરી.
• લાંબા ગાળાના રોકાણકારો માટે ક્વોલિટી પોઝિશન જાળવી રાખવી ઉપયુક્ત રહેશે.
ભાવિ દિશા :
આગામી સેશન્સમાં બજાર આ ઘટનાને કેન્દ્રમાં રાખીને રેન્જ બાઉન્ડ રહી શકે છે. આરબીઆઈ તરફથી સંભવિત પગલાં અંગે સ્પષ્ટતા આવ્યા વગર વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા છે.







