May 25, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Monday, May 25, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightટાટા સન્સની સમય-મર્યાદિત લિસ્ટિંગની માંગ તેજ… ઇનગવર્નનો RBI સમક્ષ સખ્ત અભિપ્રાય…...!!!

ટાટા સન્સની સમય-મર્યાદિત લિસ્ટિંગની માંગ તેજ… ઇનગવર્નનો RBI સમક્ષ સખ્ત અભિપ્રાય……!!!

ઇનગવર્ને RBI સમક્ષ સ્પષ્ટ માગણી કરી છે કે ટાટા સન્સ માટે સમય-મર્યાદિત લિસ્ટિંગ ફરજિયાત બનાવવું જોઈએ. હાલ ટાટા સન્સ એ એકમાત્ર CIC છે જે RBIના નિયમો સાથે હજી ગેરઅનુરૂપ છે, જેના કારણે બજારમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઇનગવર્નનું માનવું છે કે જો ટાટા સન્સને સિસ્ટમેટિક રીતે મહત્વપૂર્ણ ગણાય છે, તો તેનું ગવર્નન્સ પણ તેટલું જ પારદર્શક હોવું જોઈએ. બજારમાં તેજી વચ્ચે ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી જેવી સ્થિતિ ઉભી રહી છે, જ્યાં મુખ્ય રોકાણકારો આ મુદ્દાને નજીકથી નિહાળી રહ્યા છે.

કંપની વિશે :

ટાટા સન્સ ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની તરીકે સમગ્ર ગ્રૂપ પર મહત્વપૂર્ણ પ્રભાવ ધરાવે છે. ટાટા ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓ—જેમ કે TCS, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાઇટન અને ટાટા પાવર—એકત્રિત રીતે રૂ.૨૫ લાખ કરોડથી વધુનું માર્કેટ કેપ ધરાવે છે. દેશમાં અંદાજે ૧.૨૦ કરોડથી વધુ રિટેઈલ રોકાણકારો પર આ ગ્રૂપનો સીધો પ્રભાવ છે.

ઇનગવર્નનું માનવું છે કે આવી વિશાળ અસર ધરાવતી હોલ્ડિંગ કંપની લિસ્ટિંગથી દૂર રહે તે યોગ્ય નથી, કારણ કે લિસ્ટિંગથી પારદર્શિતા તેમજ જવાબદારી બંને વધશે.

બજારના મુખ્ય પરિબળો :

• RBI દ્વારા ટાટા સન્સની ડી-રજિસ્ટ્રેશન અંગેનો નિર્ણય વિલંબિત રહેતા સાવચેતી યથાવત છે.
• CIC માટે વધતા નિયમનકારી ધોરણોને કારણે પારદર્શિતાનો દબાણ વધી રહ્યો છે.
• ઇનગવર્નનો મત છે કે “સિસ્ટેમિક મહત્વ” સાથે “સિસ્ટેમિક પારદર્શિતા” આવશ્યક છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટાટા ગ્રૂપ સંબંધિત મોટાં નિર્ણયો બજારમાં વોલેટિલિટી વધારવા સક્ષમ છે. ટેકનિકલ દૃષ્ટિકોણ મુજબ હોલ્ડિંગ કંપનીઓમાં નિયમનકારી જાહેરાતો પછી અવારનવાર રેઝિસ્ટન્સ નજીક ઉછાળો અને ત્યાર બાદ નફારૂપી વેચવાલી જોવા મળે છે. આથી રોકાણકારો માટે સાવચેતી લેવાશી જરૂરી છે.

રોકાણ રણનીતિ :

• ટાટા ગ્રૂપના પસંદગીયુક્ત શેરોમાં ધોવાણ બાદ તબક્કાવાર ખરીદી કરી શકાય.
• ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ જોવા મળવાની સંભાવના.
• ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ જરૂરી.
• રેગ્યુલેટરી અનિશ્ચિતતા વચ્ચે શેરોમાં રેન્જ બાઉન્ડ પ્રવાહ રહી શકે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં RBI તરફથી ટાટા સન્સ અંગે કોઈ સત્તાવાર નિર્ણય આવે તો ટાટા ગ્રૂપના શેરોમાં વોલેટિલિટી વધવાની પૂરી શક્યતા છે. લિસ્ટિંગની પ્રક્રિયા આગળ વધે તો લાંબા ગાળે ક્વોલિટી પોઝિશનમાં પારદર્શિતા અને મૂલ્યવર્ધન બંનેની સંભાવના વધશે. આ સાથે માઇનોરિટી શેરહોલ્ડર્સ—ખાસ કરીને SP ગ્રૂપ—માટે એક સ્પષ્ટ એક્ઝિટ રૂટ ઉભો થઈ શકે છે.

Spread the love

Most Popular