HomeBusiness News - Rightઅલ્ફા AMC દ્વારા વેન્ચરએક્સ SME ફંડ માટે ₹૧,૦૦૦ કરોડના લક્ષ્યાંક તરફ ઝડપભેર...

અલ્ફા AMC દ્વારા વેન્ચરએક્સ SME ફંડ માટે ₹૧,૦૦૦ કરોડના લક્ષ્યાંક તરફ ઝડપભેર આગળ વધારાં……!!!

અલ્ફા AMC પોતાના મુખ્ય પ્રોડક્ટ વેન્ચરએક્સ SME ફંડ માટે કુલ ₹૧,૦૦૦ કરોડનું લક્ષ્યાંક નિર્ધારી રહ્યું છે. ૩૦ એપ્રિલ ૨૦૨૬ સુધી ફંડે કુલ ₹૨૨૩ કરોડના કમિટમેન્ટ મેળવી લીધા છે અને SME ક્ષેત્રમાં પસંદગીયુક્ત રોકાણ ચાલુ રાખ્યું છે.

કંપનીના CEO રાજેશ સિંગલાના જણાવ્યા મુજબ, ફંડે અત્યાર સુધી ₹૯૦ કરોડથી વધુની રકમ હાઈ-ગ્રોથ SME કંપનીઓમાં મૂકી છે. કુલ ૧,૧૦૦થી વધુ તકોનું સ્ક્રિનિંગ કર્યા બાદ ૩૪ પસંદગીયુક્ત કંપનીઓમાં રોકાણ કરવામાં આવ્યું છે.

પોર્ટફોલિયોમાં JD Cables, Alpex Solar અને Accent Microcell જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

કંપની વિશે :

અલ્ફા AMC SME ક્ષેત્રમાં IPO પૂર્વ અને IPO તબક્કાની કંપનીઓમાં રોકાણ પર ધ્યાન આપે છે. કંપનીનું માનવું છે કે ગ્રોથ ફેઝમાં રહેલી બિઝનેસમાં બુલિશ બાયસ લાંબા ગાળે વધુ મૂલ્ય નિર્માણમાં મદદરૂપ બને છે.

રાજેશ સિંગલા મુજબ, મોટી કંપનીઓ સ્થિરતા આપે છે, પરંતુ નાના અને ક્વોલિટી આધારિત બિઝનેસ ઝડપથી સ્કેલ થઈ શકે છે અને રોકાણકારો માટે મજબૂત રિટર્ન આપી શકે છે.

બજારના મુખ્ય પરિબળો :

• SME ક્ષેત્રમાં પસંદગીયુક્ત વોલેટિલિટી યથાવત છે.
• પ્રોફિટ બુકિંગને કારણે કેટલાક સેગમેન્ટમાં મર્યાદિત ધોવાણ જોવા મળે છે.
• ગ્રોથ સ્ટોરી ધરાવતી કંપનીઓમાં બુલિશ બાયસ યથાવત છે.
• IPO પાઈપલાઇન મજબૂત હોવાથી ફંડની માંગ વધતી જોવા મળી રહી છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

કંપનીએ ક્લીન એનર્જી, ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ્સ, મેન્યુફેક્ચરિંગ અને કેબલ-વાયર સેગમેન્ટને મુખ્ય ફોકસ ક્ષેત્ર તરીકે પસંદ કર્યા છે. આ સેક્ટર્સમાં ઘટાડે તબક્કાવાર ખરીદી જોવા મળે છે, જ્યારે ઉછાળે નફારૂપી વેચવાલી થતા વોલેટિલિટી રહે છે.

રોકાણ રણનીતિ :

• SME સેગમેન્ટમાં ક્વોલિટી આધારિત પોઝિશન પર ધ્યાન.
• ઊંચા લેવલ્સ પર નફારૂપી વેચવાલીનું વલણ યથાવત.
• ઇન્વેસ્ટર્સ માટે સાવચેતીનો માહોલ યથાવત છે, કારણ કે કેટલાક સેગમેન્ટોમાં બ્રેકઆઉટ અને બ્રેકડાઉન ઝડપથી બનતા રહે છે.
• ફંડ દ્વારા મૌરિશિયસ આધારિત ફીડર ફંડ અને સ્મોલકેસ પ્રોડક્ટ શરૂ કરવાની યોજના છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં SME ક્ષેત્રમાં રેન્જ બાઉન્ડ ચાલ શક્ય છે. IPO પ્રવૃત્તિ મજબૂત રહેતા ફંડ રેઝિંગમાં તેજીનું વલણ જળવાઈ શકે છે. કંપની માનેછે કે ક્વોલિટી SME બિઝનેસ રોકાણકારો માટે લાંબા ગાળે ઉત્પાદનક્ષમ સાબિત થઈ શકે છે.

Spread the love

Most Popular