May 23, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Saturday, May 23, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftસ્પાઈસજેટ પર યુકે કોર્ટના ૮ મિલિયન ડોલરના એવોર્ડનું દબાણ યથાવત…...!!!

સ્પાઈસજેટ પર યુકે કોર્ટના ૮ મિલિયન ડોલરના એવોર્ડનું દબાણ યથાવત……!!!

વર્તમાન કારોબારી સેશનમાં સ્પાઈસજેટ સામે કાનૂની વોલેટિલિટી યથાવત રહી છે. ત્રણ એન્જિનના બાકી લેવડદેવડ માટે યુકે કોર્ટ દ્વારા આપવામાં આવેલા લગભગ ૮ મિલિયન ડોલરના એવોર્ડના અમલ માટે ફ્રાન્સની સંબર્ડ ફ્રાન્સ ૦૨ એસએએસે દિલ્લી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

જસ્ટિસ વિવેક મહાજનની અદાલતમાં થયેલી સુનાવણી દરમિયાન સ્પાઈસજેટને તેની સંપત્તિની વિગત રજૂ કરવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ કંપનીના વકીલે તે માટે વધુ સમય માંગ્યો હતો.

કંપની વિશે :

અદાલતમાં કંપનીએ જણાવ્યું કે સ્પાઈસજેટ દરરોજ આશરે ૧૩૫ ફ્લાઇટ્સ ચલાવે છે, લગભગ ૨૧ હજાર મુસાફરોને સેવા આપે છે અને ૬૪૦૦ કર્મચારીઓ રોજગાર ધરાવે છે. કંપનીના વકીલનું કહેવું હતું કે તાત્કાલિક સંપત્તિ જાહેર કરવાથી અન્ય ચાલી રહેલા વિવાદોમાં પણ વધારાનું દબાણ ઊભું થઈ શકે છે.

સંબર્ડના વકીલોએ દાવો કર્યો કે બાકી ચૂકવણી કરવા બદલે સ્પાઈસજેટે તેના ચેરમેનને ૨૦૨૫માં પાંચ વર્ષ માટે ૩.૪ મિલિયન ડોલરની એડવાન્સ ચૂકવેલી હોવાનું રેકોર્ડમાં છે, જે કંપનીની નાણાકીય નીતિને લઈને પ્રશ્નો ઉભા કરે છે.

બજારના મુખ્ય પરિબળો :

સ્પાઈસજેટ સામેની આ કાર્યવાહી ત્યારે થઈ છે જ્યારે કંપની પહેલાથી જ અન્ય બે લેસર અને પુરવઠાકર્તાઓ સાથેના વિવાદોમાં ફસાઈ છે. નાણાકીય દબાણના કારણે સ્પાઈસજેટના સપોર્ટ લેવલ પર પ્રશ્નો યથાવત છે. પ્રોફિટ બુકિંગ અને રોકાણકારોની સાવચેતીને કારણે માર્કેટમાં કંપનીના શેર પસંદગીયુક્ત ધોવાણનો સામનો કરી રહ્યા છે.

યુકે કોર્ટના આદેશ મુજબ, ૨૦૧૯માં લેવામાં આવેલા ત્રણ એન્જિન માટે ૨૦૨૨થી બાકી રહેલી લીઝ અને મેનટેનન્સ ચુકવણી કંપનીએ કરી નથી. પરિણામે, ૨૦૨૨ અને ૨૦૨૩માં આ ત્રણેય એન્જિન કંપની પાસેથી પાછાં લેવામાં આવ્યા હતા.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ સ્પાઈસજેટના શેરમાં બેરિશ બાયસ યથાવત છે. કોર્ટ કેસોના વધતા દબાણને કારણે સ્ટોકમાં તબક્કાવાર ધોવાણ જોવા મળી રહ્યું છે. જો રેઝિસ્ટન્સ ઝોન ઉપર મજબૂત ક્લોઝિંગ પ્રાપ્ત ન થાય, તો આગળ વધતા ઘટાડો થવાની શક્યતા નકારી શકાય નહીં.

રોકાણ રણનીતિ :

સ્મોલથી મિડ ટર્મ ટ્રેડર્સ માટે સ્પાઈસજેટના સ્ટોકમાં કડક સ્ટોપલોસ જાળવવો જરૂરી છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી જેવી રણનીતિ અનુરૂપ રહી શકે છે. કોર્ટના આગામી નિર્ણયો બજારમાં વોલેટિલિટી વધારી શકે છે.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં સ્પાઈસજેટ માટે રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ જોવા મળી શકે છે. ઉડ્ડયન ક્ષેત્ર માટે સરકાર તરફથી સહાયતા પેકેજ અંગેનો નિર્ણય કંપનીના નાણાકીય સ્વરૂપ પર અંતિમ અસરકારક બની શકે છે. જો આ સહાય સમયસર મળી જાય તો બાકી ચૂકવણીઓના નિરાકરણ માટે સહાયરૂપ થશે.

Spread the love

Most Popular