વર્તમાન કારોબારી સેશનમાં હેલ્થકેર સેગમેન્ટનો ક્યુપિડ શેર બજારના ધોવાણ વચ્ચે મજબૂત દેખાયો છે. કંપાનીએ ક્યુ૪ એફવાય૨૬ ના પરિણામો જાહેર કર્યા બાદ શેરમાં ૩.૪% નો ઉછાળો નોંધાયો હતો. બજારમાં વોલેટિલિટી યથાવત હોવા છતાં આ શેરમાં ખરીદીનું મજબૂત વલણ જોવા મળ્યું છે.
નાણાકીય પરિણામો :
કંપનીના ક્યુ૪ એફવાય૨૬ માટે કુલ સમાયેલ આવકમાં ૨૬% નો વધારો થવાથી તે ₹૧૩૨.૦૪ કરોડ થઈ છે. ઓપરેટિંગ આવક ૨૮% વધી ₹૧૧૯.૯૬ કરોડ રહી છે. કંપનીએ આ અવધિ દરમિયાન ઈબિટડા ₹૩૭.૫૨ કરોડ નોંધાવ્યો, જ્યારે પીબિટ ૧૦% વધીને ₹૪૭.૪૫ કરોડ રહ્યો. નેટ પ્રોફિટ પણ ૧૦% વધી ₹૩૬.૨૬ કરોડ નોંધાયો છે.
આ આંકડાઓ દર્શાવે છે કે ઓપરેશનલ સ્તરે કંપનીનું પ્રદર્શન મજબૂત રહ્યું છે અને માંગ યથાવત છે.
કંપની વિશે :
ક્યુપિડ એ પોતાના મધ્યમ ગાળાના વૃદ્ધિ રૂપરેખાને સ્પષ્ટ કરી છે. કંપનીએ એફવાય૨૭ માટે ₹૬૦૦ કરોડના આવક અને ₹૧૮૦ કરોડના નેટ પ્રોફિટનું લક્ષ્યાંક રાખ્યો છે. એફવાય૨૮ માટે ₹૮૭૫ કરોડ અને એફવાય૨૯ માટે ₹૧,૧૫૦ કરોડની આવક સાથે નફામાં વૃદ્ધિના લક્ષ્યાંકો જાહેર કર્યા છે.
કંપનીના જણાવ્યા મુજબ આ વૃદ્ધિ એફએમસિજિ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં મજબૂત વિસ્તરણ, બી૨સી સેગમેન્ટમાંથી વધતા યોગદાન, ઉત્પાદન ક્ષમતા વધારો અને આંતરરાષ્ટ્રીય ટેન્ડરોમાં વધતી ભાગીદારી દ્વારા આવશે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ શેર અપટ્રેન્ડમાં છે અને દરેક ઘટાડે તબક્કાવાર ખરીદી જોવા મળે છે. તાત્કાલિક સપોર્ટ લેવલ ₹૧૧૫ આસપાસ છે, જ્યારે ઉપરની તરફ ₹૧૩૫ રેઝિસ્ટન્સ તરીકે કાર્ય કરે છે. શેરે સેશન દરમિયાન બીએસઇ પર ₹૧૨૧ પર ઓપનિંગ આપી અને ₹૧૨૪.૫૦ સુધી ઉછાળો નોંધાવ્યો હતો.
બજારના મુખ્ય પરિબળો :
બજાર વ્યાપક રીતે ધોવાણ તરફ ઝુક્યું હોવા છતાં ક્યુપિડ શેરમાં મર્યાદિત ખરીદી જોવા મળી છે. વધેલી વોલેટિલિટી વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ યથાવત છે, પરંતુ કંપનીના મજબૂત ઓર્ડરબુક અને એફવાય૨૭ માટે સ્પષ્ટ દિશા હોવાને કારણે સ્ટોકમાં બુલિશ બાયસ જોવા મળે છે.
રોકાણ રણનીતિ :
ઉછાળે નફારૂપી વેચવાલી ઉપયુક્ત રહેશે જ્યારે ઘટાડે તબક્કાવાર ખરીદીનો અભિગમ અપનાવી શકાય. ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે સ્ટોપલોસ ફરજીયાત છે.






