May 19, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Tuesday, May 19, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:

Infosys

ઇન્ફોસીસ (Infosys) :-

રૂ 1,148 આસપાસના બંધ ભાવને ધ્યાને રાખીને, આગામી દિવસોમાં આ સ્ટોકમાં ટેકનિકલ તેજી (Bullish Momentum) તરફી રૂખ જોવા મળી શકે છે.

આઇટી (IT) સેક્ટરમાં નીચલા સ્તરેથી આવી રહેલી રિકવરી અને ઇન્ફોસીસના ચાર્ટ સ્ટ્રક્ચરને જોતાં આગામી સમય માટેના મહત્વના ટેકનિકલ પરિબળો અને લેવલ્સ નીચે મુજબ શક્યતા ધરાવે છે.

તેજી તરફી રૂખના મુખ્ય ટેકનિકલ પરિબળો

મજબૂત સપોર્ટ ઝોન (Support Base) : હાલમાં ઇન્ફોસીસ તેના મહત્વના દૈનિક અને સાપ્તાહિક મુવિંગ એવરેજ (Moving Averages) ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે.રૂ 1130 થી રૂ 1116 ની રેન્જ એક મજબૂત સપોર્ટ ઝોન તરીકે ઉભરી આવી છે જ્યાંથી અગાઉ પણ ખરીદી જોવા મળી હતી.

ઓવરસોલ્ડ ઝોનમાંથી રિકવરી (RSI Indicator) : રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (RSI) ડેઇલી ચાર્ટ પર ઓવરસોલ્ડ (Oversold) ઝોનની નજીક પહોંચીને હવે ઉપરની તરફ ટ્રેડ થઈ રહ્યો છે, જે દર્શાવે છે કે ઉછાળે વેચવાલીનું દબાણ હવે ઘટી રહ્યું છે અને નીચલા સ્તરેથી નવેસરથી તબક્કાવાર ખરીદી શરૂ થઈ શકે છે.

સેક્ટર રોટેશન અને શોર્ટ કવરિંગ : આઇટી ઇન્ડેક્સમાં છેલ્લા કેટલાક દિવસના કરેક્શન પછી હવે શોર્ટ કવરિંગ (Short Covering) ના સંકેતો મળી રહ્યા છે. ઇન્ફોસીસ જેવા હેવીવેઇટ સ્ટોકમાં ફંડ્સ હાઉસિસ અને સ્થાનિક સંસ્થાઓ (DIIs) ની ખરીદી બજારને તેજી આપી શકે છે.

આગામી દિવસો માટેના મહત્વના લેવલ્સ

ટ્રેડિંગ અને રોકાણના દ્રષ્ટિકોણથી ઇન્ફોસીસ (Infosys) માટે નીચેના સ્તરો અત્યંત નિર્ણાયક રહેશે :

અપસાઈડ ટાર્ગેટ્સ (Resistance Levels) : જો સ્ટોક રૂ 1153 ની ઉપર સસ્ટેન (ટકી) થાય છે, તો ક્રમશઃ તેજી તરફી રૂ 1167 થી 1175 સુધી ટાર્ગેટ જોવા મળી શકે છે.

રૂ 1175 એક મજબૂત રેઝિસ્ટન્સ (અવરોધ) ઝોન છે જો આઇટી સેક્ટરમાં મોટી ખરીદીરૂપી તેજી આવે, તો સ્ટોક રૂ 1188 થી 1202 સ્તર સુધી સપાટી સ્પર્શી શકે છે.

સપોર્ટ અને સ્ટોપલોસ (Support Levels) : મિત્રો, કોઈપણ ટ્રેડ લેતા પહેલા જોખમનું સંચાલન કરવું જરૂરી છે તાત્કાલિક સપોર્ટ લેવલ રૂ 1108 અને સ્ટ્રોંગ સ્ટોપલોસ (Closing Basis) રૂ 1100 ને ધ્યાને લેવા. જો સ્ટોક આ સ્તરની નીચે બંધ આપશે, તો તેજીનો ટ્રેન્ડ નબળો પડી શકે છે

ટ્રેડિંગ વ્યુહરચના (Trading Strategy) : બાય ઓન ડીપ્સ (Buy on Dips) : જો આગામી સત્રોમાં સ્ટોક થોડો ઘટીને 1,140 થી 1128 ની આસપાસ મળે, તો તે ખરીદી માટે ઉત્તમ તક ગણાશે.

એક્યુમ્યુલેશન (ધીમે-ધીમે ખરીદી): ટ્રેડર્સે એકસાથે બધી મૂડી રોકવાને બદલે તબક્કાવાર પોઝિશન બનાવવી જોઈએ.

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Spread the love

Most Popular