વર્તમાન કારોબારી સેશનમાં બોન્ડ માર્કેટમાં વોલેટિલિટી વચ્ચે RBI દ્વારા એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે, જેના કારણે સમગ્ર ડેટ માર્કેટમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. RBIએ દેશના ૨૧ પ્રાયમરી ડીલર્સ માટે બોન્ડ ટ્રેડિંગ ટાર્ગેટમાં સીધો ૪૮ ટકાનો ઉછાળો લાવ્યો છે.
આ નવા નિયમ મુજબ હવે દરેક પ્રાયમરી ડીલરને વર્ષ દરમિયાન ઓછામાં ઓછા ૪ લાખ કરોડના ગવર્મેન્ટ બોન્ડ્સનું ટ્રેડિંગ કરવું અનિવાર્ય રહેશે. માર્કેટમાં લિક્વિડિટીને મજબૂત બનાવવા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે.
બજારના મુખ્ય પરિબળો :
RBIના આ વધારેલા ટાર્ગેટ બાદ ૧૦ વર્ષીય બેન્ચમાર્ક બોન્ડમાં ટ્રેડિંગમાં ૪૦ ટકાનો ઉછાળો નોંધાયો છે. કુલ બોન્ડ ટ્રેડિંગ વોલ્યુમમાં પણ આશરે ૧૫ ટકા વધારો જોવા મળ્યો છે. ગત વર્ષના અંતમાં બેન્કિંગ લિક્વિડિટી ઘટતા માર્કેટમાં પસંદગીયુક્ત ધોવાણ જોવા મળ્યું હતું, પરંતુ હાલના આ પગલાં બાદ લિક્વિડિટી ફરી મજબૂત થવાની સંભાવના છે.
રૂપીના નબળા વલણ, ક્રૂડ ઓઈલના વધારેલા ભાવ અને જીઓપોલિટિકલ વોલેટિલિટીને કારણે ડેટ માર્કેટમાં તણાવ યથાવત રહ્યો હતો. આ પરિસ્થિતિમાં RBIનું લિક્વિડિટી કેન્દ્રિત વલણ બજારને થોડો ટેકો પૂરો પાડે તેવી શક્યતા છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ લાંબા ગાળાના બોન્ડ યિલ્ડ્સ રેન્જ બાઉન્ડ ચાલ સાથે યથાવત છે. ૧૦ વર્ષીય બોન્ડ યિલ્ડ માટે નીચેની તરફ સપોર્ટ લેવલ મજબૂત ગણાય છે, જ્યારે ઉપરની તરફ રેઝિસ્ટન્સ નજીક વોલેટિલિટી વધવાની શક્યતા છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની પ્રવૃત્તિ ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં ચાલુ રહેવાની ધારણા છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
બેન્કિંગ અને NBFC સેગમેન્ટ માટે બોન્ડ લિક્વિડિટીમાં આ સુધારો મહત્વપૂર્ણ રહેશે. મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં મર્યાદિત ખરીદી યથાવત છે, જ્યારે લાંબા ગાળાના ગવર્મેન્ટ બોન્ડ્સમાં પસંદગીયુક્ત મૂવમેન્ટ જોવા મળી રહ્યો છે. ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સ માટે વધતા ટ્રેડિંગ વોલ્યુમ્સ પોઝિશન મેનેજમેન્ટમાં સહાયક રહ્યા છે.
ભાવિ દિશા :
આગામી સેશન્સમાં બોન્ડ માર્કેટ રેન્જ બાઉન્ડ વલણ સાથે ચાલવાની સંભાવના છે. RBIના નવા ટાર્ગેટને પગલે વોલેટિલિટી હજી થોડા દિવસો યથાવત રહી શકે. ક્રૂડ ઓઈલના ભાવ અને રૂપીનું વલણ ગવર્મેન્ટ સિક્યોરિટીઝના યિલ્ડને મહત્વપૂર્ણ રીતે પ્રભાવિત કરશે.






