HomeBusiness News - Rightગૌતમ અદાણી SEC સાથે સેટલમેન્ટ તરફ, અમેરિકન કાયદાકીય દબાણમાંથી રાહત…...!!!

ગૌતમ અદાણી SEC સાથે સેટલમેન્ટ તરફ, અમેરિકન કાયદાકીય દબાણમાંથી રાહત……!!!

વર્તમાન કારોબારી સેશનમાં અદાણી જૂથ સંબંધિત મહત્વપૂર્ણ અપડેટને લઈને બજારમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. ગૌતમ અદાણી અને સાગર અદાણીએ SEC સામેના આરોપોમાં કુલ ૧૮ મિલિયન ડોલરનું સેટલમેન્ટ કરવા સંમત થયા બાદ બજારના મનોબળમાં મર્યાદિત ઉછાળો નોંધાયો છે.

કમ્પની વિશે :

SEC દ્વારા નવેમ્બર ૨૦૨૪માં દાખલ કરાયેલ કેસમાં ગૌતમ અદાણી અને સાગર અદાણી પર ગેરમાર્ગે દોરનારા નિવેદનો તથા એન્ટી બ્રાઇબરી નિયમના પાલન અંગે ખોટા દાવા કરવાનો આરોપ હતો. અદાણી જૂથએ આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. પ્રસ્તાવિત સેટલમેન્ટ મુજબ ગૌતમ અદાણી ૬ મિલિયન અને સાગર અદાણી ૧૨ મિલિયન ડોલર ચૂકવી કેસ પૂર્ણ કરશે. આ સેટલમેન્ટને ફેડરલ કોર્ટની મંજૂરી મળવાની બાકી છે.

અદાણી જૂથના ડોલર બોન્ડમાં પણ મર્યાદિત ઉછાળો નોંધાયો છે. અદાણી ગ્રીનનો ૨૦૪૨ વાળો નોટ ૧ સેન્ટ જેટલો ઉછળ્યો જ્યારે અદાણી પોર્ટ્સનો ૨૦૪૧નો બોન્ડ પણ પસંદગીયુક્ત ખરીદીના કારણે મજબૂત રહ્યો.

બજારના મુખ્ય પરિબળો :

સાવચેતીનો માહોલ હોવા છતાં અદાણી જૂથને મળતી આ કાયદાકીય રાહત બજારમાં બુલિશ બાયસ જાળવી રાખે છે. જૂથ ફરી આંતરરાષ્ટ્રીય કેપિટલ માર્કેટમાં ફંડ રેઇઝિંગ માટે સક્રિય થઈ શકે છે. ૨૦૨૩માં આવેલા હિન્ડનબર્ગ રિપોર્ટના આંચકાથી જૂથને મળનારી આ રાહત રોકાણકારના વિશ્વાસને મજબૂત કરે છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા સમકક્ષ ફ્રોડ કેસ બંધ કરવાની તૈયારી પણ બજારમાં સકારાત્મક ભાવના ઉભી કરે છે, જે ડોલર બોન્ડમાં સ્થિરતા લાવે છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓમાં રેન્જ બાઉન્ડ હલચલ યથાવત રહી છે. વોલેટિલિટી મર્યાદિત હોવા છતાં કેટલાક શેરોમાં મજબૂત રેઝિસ્ટન્સ નજીક ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળે છે. નીચેની તરફ સપોર્ટ લેવલ જાળવાતા પસંદગીયુક્ત ખરીદી ચાલુ રહેવાની સંભાવના યથાવત છે.

રોકાણ રણનીતિ :

• કાયદાકીય અનિશ્ચિતતા દરમિયાન સાવચેતી અનિવાર્ય છે.
• ઉછાળે નફારૂપી વેચવાલી પસંદગીયુક્ત રીતે અપનાવી શકાય.
• ઘટાડે તબક્કાવાર ખરીદી કરવી યોગ્ય છે.
• જૂથ સંબંધિત શેરોમાં કડક સ્ટોપલોસ રાખવો જરૂરી છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં અદાણી જૂથના શેરોમાં વોલેટિલિટી યથાવત રહી શકે છે, પરંતુ SEC સેટલમેન્ટ તરફના આ પગલાં બુલિશ બાયસ મજબૂત રાખે તેવી શક્યતા છે. જૂથને આંતરરાષ્ટ્રીય બજારમાં ફરી સક્રિય થવાની તક મળવાથી દીર્ઘકાળ માટે ક્વોલિટી પોઝિશન જાળવનાર રોકાણકારોને લાભ મળી શકે છે.

Spread the love

Most Popular