વર્તમાન કારોબારી સેશનમાં સોનાના ભાવ રેન્જ બાઉન્ડ વલણ સાથે સંકોચાવા લાગી રહ્યા છે. તાજેતરના ઉછાળા બાદ હવે ભાવોમાં મર્યાદિત સુધારો જોવા મળી રહ્યો છે અને સાવચેતીનો માહોલ જોવા મળે છે. વૈશ્વિક સ્તરે કેન્દ્રિય બેન્કોની નીતિ બેઠકને કારણે ટ્રેડર્સ દિશા નક્કી કરવા રાહ જોઈ રહ્યા છે.
બજારમાં ધીમા વોલ્યુમ અને ૨૦-ડી.એમ.એ.ની આસપાસ સંકોચાતી ચાલ સૂચવે છે કે મોટો મૂવ શક્ય છે.
બજારના મુખ્ય પરિબળો :
સોનાના ભાવ પર આ અઠવાડિયામાં ફેડરલ રિઝર્વ, બેન્ક ઑફ જાપાન અને યુરોપિયન સેન્ટ્રલ બેન્કની બેઠકોનો પ્રભાવ યથાવત છે. વૈશ્વિક મેક્રો આંકડા જેમ કે અમેરિકા નો જીડીપી, ગ્રાહક વિશ્વાસ અને મોંઘવારીના આંકડા પણ વોલેટિલિટી વધારી શકે છે.
ભાવ ૧,૫૦,૫૦૦–૧,૫૧,૦૦૦ ઝોન ઉપર ટક્યો છે, જે બુલિશ બાયસ જાળવી રાખે છે, પરંતુ ૧,૫૫,૫૦૦ અને ત્યારબાદ ૧,૫૮,૦૦૦ના રેઝિસ્ટન્સ ઝોનમાં નફારૂપી વેચવાલી જોવા મળી શકે છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ સોનામાં ટૂંકા ગાળાનો ફ્લેગ પેટર્ન રચાયો છે, જેમાં બ્રેકઆઉટ અથવા બ્રેકડાઉન ભાવની નવી દિશા નક્કી કરશે. ભાવોમાં થયેલો સંકોચન સૂચવે છે કે આગામી દિવસોમાં વોલેટિલિટી વધવાની શક્યતા છે.
મહત્વના લેવલ :
• તાત્કાલિક સપોર્ટ લેવલ : ૧,૫૦,૫૦૦
• મજબૂત સપોર્ટ લેવલ : ૧,૪૮,૫૦૦
• રેઝિસ્ટન્સ લેવલ : ૧,૫૫,૫૦૦
• ઉપરનો મુખ્ય સપ્લાય ઝોન : ૧,૫૮,૦૦૦
જો ભાવ ૧,૫૮,૦૦૦ ઉપર મજબૂત ક્લોઝિંગ આપે, તો નવા ઉછાળા સાથે ટ્રેન્ડમાં બુલિશ બાયસ વધુ મજબૂત બની શકે છે. જયારે ૧,૪૮,૫૦૦ નીચે બ્રેકડાઉન આવે તો બેરિશ બાયસ વિકસી શકે છે.
રોકાણ રણનીતિ :
ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ જરૂરી છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ ઉત્તમ માનવામાં આવે છે. હાલનો સમય રેન્જ બાઉન્ડ સ્વિંગ ટ્રેડિંગ માટે વધુ અનુકૂળ ગણાય છે.
ભાવિ દિશા :
આગામી સેશન્સમાં સોનાના ભાવ વૈશ્વિક આંકડા અને કેન્દ્રિય બેન્કોની નીતિ જાહેરાતો પર નિર્ભર રહેશે. ભાવ રેન્જ બાઉન્ડ રહેવાની શક્યતા છે, પરંતુ મહત્વના લેવલ તૂટે તો વોલેટિલિટી વધવાની ધારણા છે. પોઝિશન ટ્રેડર્સ માટે સાવચેતી સાથે ક્વોલિટી પોર્ટફોલિયો જાળવવો યોગ્ય રહેશે.






