April 27, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Monday, April 27, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftભારતીય ફાર્મા કંપનીઓના વિદેશી એમ એન્ડ એ ઉછાળા વચ્ચે સન–ઓર્ગેનન ડીલ ફરી...

ભારતીય ફાર્મા કંપનીઓના વિદેશી એમ એન્ડ એ ઉછાળા વચ્ચે સન–ઓર્ગેનન ડીલ ફરી ચર્ચામાં…!!!

વર્તમાન કારોબારી સેશનમાં ભારતીય ફાર્મા ક્ષેત્રમાં વિદેશી એમ એન્ડ એ પ્રવાહ યથાવત રહ્યો છે. સન ફાર્માની ઓર્ગેનન ખરીદી બાદ ક્ષેત્રમાં ફરી સાવચેતીનો માહોલ સર્જાયો છે. વૈશ્વિક વોલેટિલિટી, અમેરિકા ના ટેરિફ મુદ્દા અને જનેરિક માર્કેટમાં ઘટાડો વચ્ચે ભારતીય ફાર્મા કંપનીઓ વિદેશમાં તકો શોધી રહી છે.

બજારના મુખ્ય પરિબળો :

છેલ્લા બે વર્ષમાં અમેરિકા ના બજારમાં ભાવ ઘટતા અને ટેરિફ દબાણ વધતા ભારતીય કંપનીઓએ પોતાનું પોર્ટફોલિયો વધુ વૈવિધ્યપૂર્ણ બનાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમેરિકા દ્વારા ૨ એપ્રિલે જાહેર કરાયેલા ૧૦૦ ટકા ટેરિફને કારણે ફાર્મા કંપનીઓના નફામાં દબાણ વધ્યું છે, જેના પરિણામે વિદેશી અધિગ્રહણ (અક્સિઝિશન) તરફ ઝોક વધ્યો છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી ફાર્મા સેગમેન્ટમાં પસંદગીયુક્ત ચાલ પેદા કરી રહી છે.

કંપની વિશે :

સન ફાર્માએ ૧૧.૭૫ અબજ ડોલરની ઓર્ગેનન ખરીદી માટે નિશ્ચિત કરાર જાહેર કર્યો છે. આ ડીલ લાંબા ગાળે કંપનીના પોર્ટફોલિયોને મજબૂત બનાવશે એવી અપેક્ષા છે. ઝાયડસ લાઈફસાયન્સ ૨.૨ થી ૨.૫ અબજ ડોલર વચ્ચેની અર્ધેલિક્સ ખરીદી અંગે ચર્ચામાં છે અને આ ડીલ ક્યુ.આઈ.પી. દ્વારા ફંડ થવાની સંભાવના છે.

ઇન્ટાસે ૫૫૮.૪ મિલિયન ડોલરમાં ઉડેનીકા ફ્રેન્ચાઈઝ ખરીદી પૂર્ણ કરી છે. નાટકો ફાર્માએ સાઉથ આફ્રિકાની એડકોક ઇન્ગ્રામમાં ૩૫.૭૫ ટકા હિસ્સો ૨૨૬ મિલિયન ડોલરમાં ખરીદ્યો છે. લુપિને યુરોપમાં પોતાની હાજરી મજબૂત કરવા માટે ૧૯૦ મિલિયન યુરોમાં વિઝુફાર્મા બિવી ખરીદી પુરી કરી છે.

આ ઉપરાંત ઔરોબિંદો ફાર્મા પણ ૫ થી ૫.૫ અબજ ડોલરની ઝેન્ટિવા ખરીદીની રેસમાં હતી, જે અંતે જી.ટી.સી.આર. દ્વારા ૪.૧ અબજ યુરોની ડીલમાં પૂર્ણ થઈ.

સેક્ટર દૃષ્ટિકોણ :

ફાર્મા સેક્ટરમાં પસંદગીયુક્ત ઉછાળો દેખાઈ રહ્યો છે, જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતા કારણે કેટલીક કંપનીઓમાં મર્યાદિત ચાલ યથાવત રહી છે. ભાવ વોલેટિલિટી વધતા રોકાણકારોમાં સાવચેતીનો માહોલ છે, તેમ છતાં ક્વોલિટી ફાર્મા કંપનીઓમાં પોઝિશન જાળવવાની વૃત્તિ યથાવત છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં ફાર્મા સેક્ટરમાં વિદેશી એમ એન્ડ એ પ્રવાહ યથાવત રહેવાની સંભાવનાઓ મજબૂત છે. જનેરિક બજારમાં દબાણ હોવા છતાં કંપનીઓ પોર્ટફોલિયો મજબૂત બનાવવા અને વૈશ્વિક ઉપસ્થિતિ વધારવા માટે વિદેશી અધિગ્રહણ પર ધ્યાન આપતી રહેશે. વૈશ્વિક વોલેટિલિટી અને અનિશ્ચિતતા વચ્ચે રેન્જ બાઉન્ડ ચાલ જોવા મળી શકે છે, પરંતુ મોટી ડીલ્સ સેક્ટરમાં બુલિશ બાયસ સર્જી શકે છે.

Spread the love

Most Popular