May 14, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, May 14, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftટાટા કેપિટલ પર ₹૪૧૩ કરોડનો ટેક્સ ડિમાન્ડ, રિ-અસેસમેન્ટ ઓર્ડર સામે પડકાર…...!!!

ટાટા કેપિટલ પર ₹૪૧૩ કરોડનો ટેક્સ ડિમાન્ડ, રિ-અસેસમેન્ટ ઓર્ડર સામે પડકાર……!!!

વર્તમાન કારોબારી સેશનમાં ટાટા કેપિટલ સંબંધિત એક મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. કંપનીને ₹૪૧૩.૧૮ કરોડનો રિ-અસેસમેન્ટ ટેક્સ ડિમાન્ડ મળ્યો છે. આ મુદ્દાને લઈને બજારમાં સાવચેતીનો માહોલ દેખાય છે.

બજારના મુખ્ય પરિબળો :

ટેક્સ વિભાગે જારી કરેલા ઓર્ડર મુજબ ટેક્સ ક્રેડિટની ગણતરી દરમિયાન થયેલી ભૂલના કારણે આ વધારાનો ડિમાન્ડ મૂકવામાં આવ્યો છે. ટાટા કેપિટલના જણાવ્યા અનુસાર આ ડિમાન્ડ યોગ્ય નથી, કારણ કે ટેક્સ ક્રેડિટ ટાટા કેપિટલને બદલે TCFSL માટે ગણવી જોઈતી હતી. આ ભૂલને કારણે વ્યાજ સહિત મોટો ડિમાન્ડ ઉભો થયો છે.

કંપની વિશે :

NBFC ક્ષેત્રની અગત્યની સંસ્થા ટાટા કેપિટલ માટે આ ઓર્ડર TCFSL સાથેના મર્જર પછી લાગુ પડ્યો છે. કંપની મુજબ કુલ ડિમાન્ડમાં ₹૨૦૯.૫૨ કરોડનો ટેક્સ અને ₹૨૦૨.૭૨ કરોડનું વ્યાજ સામેલ છે. કંપનીનો મત છે કે આ આખો ડિમાન્ડ ટેક્નિકલ ભૂલને કારણે ઊભો થયો છે અને તે ટકશે નહીં. સાથે જ ₹૨૬.૩૧ કરોડના ટેક્સ ઈમ્પેક્ટ ધરાવતા કેટલાક ડીસઅલાઉન્સ સામે અપીલો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે. કંપનીને પોતાના કાનૂની આધાર અને અગાઉના ન્યાયિક ઉદાહરણોને આધારે અનુકૂળ પરિણામની અપેક્ષા છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

આ સમાચાર બાદ NBFC સેગમેન્ટમાં પસંદગીયુક્ત ધોવાણ જોવા મળ્યું છે. રોકાણકારો માટે સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીનું વલણ હાલમાં બજારમાં અસરકારક જોવા મળે છે. કંપનીના શેર માટે નજીકના સપોર્ટ લેવલ તૂટે તો ટૂંકા ગાળામાં વોલેટિલિટી વધી શકે છે, જ્યારે મજબૂત ક્લોઝિંગ મળવાથી રેઝિસ્ટન્સ તરફ સામાન્ય ઉછાળો આવી શકે છે.

રોકાણ રણનીતિ :

• ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે સ્ટોપલોસ સાથે કામ જરૂરી છે.
• ઉછાળે નફારૂપી વેચવાલી જાળવી રાખવી.
• ઘટાડે તબક્કાવાર ખરીદીનો અભિગમ અનુકૂળ.
• ક્વોલિટી NBFC પોર્ટફોલિયો ધરાવતા રોકાણકારોએ શાંત અભિગમ સાથે પોઝિશન જાળવી રાખવી.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં ટેક્સ સંબંધિત આ મુદ્દો કઈ રીતે ઉકેલાય છે તે બજાર માટે મહત્વપૂર્ણ રહેશે. કંપનીએ જણાવ્યું છે કે આ ડિમાન્ડના કારણે તેની નાણાકીય સ્થિતિ અથવા બિઝનેસ પર કોઈ સીધી અસર નહીં થાય. હાલના પરિબળોને ધ્યાનમાં રાખીએ તો બજાર રેન્જ બાઉન્ડ રહી સાવચેતીપૂર્વક આગળ વધે તેવી શક્યતા છે.

Spread the love

Most Popular