ઝાયડસ લાઈફસાયન્સિસે અમેરિકાની કેન્સર સપોર્ટિવ કેર સેગમેન્ટમાં કામ કરતી ફાર્માસ્યુટિકલ કંપની એસર્ટિયોના અધિગ્રહણની જાહેરાત કરી છે. આ ૧૬૬.૪ મિલિયન ડોલરની ઓલ-કેશ ડિલ છે, જેને ઝાયડસના અમેરિકન સ્પેશિયાલિટી ઓન્કોલોજી બજારમાંના પ્રવેશ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.
કંપનીના નિવેદન મુજબ, ઝાયડસ વર્લ્ડવાઈડ DMCC, એસર્ટિયોના તમામ શેર ૨૩.૫૦ ડોલર પ્રતિ શેરના દરે ટેન્ડર ઓફર દ્વારા ખરીદશે. અગાઉ ગાર્ડા થેરાપ્યુટિક્સ તરફથી આપવામાં આવેલા પ્રસ્તાવની સરખામણીએ આ ડિલ ઊંચા પ્રીમિયમ પર ફાઈનલ થઈ છે.
કંપની વિશે :
એસર્ટિયો અમેરિકાની ફાર્મા કંપની છે, જે ખાસ કરીને ઓન્કોલોજી સેગમેન્ટ માટે સપોર્ટિવ થેરાપી બનાવે છે. ડિલની જાહેરાત સમયે કંપનીના શેર ૨૩.૩૧ ડોલર નજીક ટ્રેડ થઈ રહ્યા હતા. ઝાયડસે જણાવ્યું છે કે એસર્ટિયોની હાલની કોમર્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને તે પોતાની અમેરિકન ઓન્કોલોજી નેટવર્કને વધુ મજબૂત બનાવશે.
બજારના મુખ્ય પરિબળો :
વર્તમાન કારોબારી સેશનમાં ફાર્મા સેક્ટરમાં મર્યાદિત ઉછાળો જોવાઈ રહ્યો છે. ઝાયડસના આ અધિગ્રહણ બાદ શેરમાં હલનચલન યથાવત છે. વૈશ્વિક ફાર્મા બજારમાં વોલેટિલિટીના માહોલ વચ્ચે રોકાણકારોમાં સાવચેતી જોવા મળી રહી છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીનો વલણ ચાલુ રહેવાની શક્યતા છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ ઝાયડસના શેરમાં ઉપરની બાજુ રેઝિસ્ટન્સ ઝોન નોંધાઈ રહ્યો છે. મજબૂત ક્લોઝિંગ આવે તો બુલિશ બાયસ યથાવત રહી શકે છે, જ્યારે સપોર્ટ લેવલ તૂટે તો પસંદગીયુક્ત ધોવાણ સજી શકે છે. કુલ મિલીને ફાર્મા સેક્ટર માટે ટૂંકા ગાળે રેન્જ બાઉન્ડ વલણ જોવા મળી શકે છે.
રોકાણ રણનીતિ :
ટૂંકા ગાળાના રોકાણકારોએ સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ કરવી યોગ્ય રહેશે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી – બંને તકરૂપ બની શકે છે. મધ્યમ ગાળાના દૃષ્ટિકોણથી ફાર્મા સેગમેન્ટના ક્વોલિટી શેરોમાં પોઝિશન જાળવવી ફાયદાકારક રહેશે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં ઝાયડસ માટે આ ડિલ પોઝિટિવ ગણાય છે. કંપની છેલ્લા કેટલાક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પોતાના પદચિહ્નો મજબૂત કરી રહી છે. સેક્ટર વિશ્લેષકોનું માનવું છે કે આ અધિગ્રહણથી ઝાયડસને અમેરિકન ઓન્કોલોજી બજારમાં વધુ સ્પર્ધાત્મક લાભ મળશે.





