May 14, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, May 14, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftસિલ્વર ફ્યુચર્સમાં તીવ્ર ઉછાળો : સાત દિવસની ઘટાડાની શ્રેણી બાદ મૂલ્ય આધારિત...

સિલ્વર ફ્યુચર્સમાં તીવ્ર ઉછાળો : સાત દિવસની ઘટાડાની શ્રેણી બાદ મૂલ્ય આધારિત ખરીદી ફરી સક્રિય……!!!

વર્તમાન કારોબારી સેશનમાં સિલ્વર ફ્યુચર્સમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. તાજેતરના ભારે ઘટાડા બાદ રોકાણકારોએ મૂલ્ય આધારિત ખરીદી તરફ વળતા બજારમાં સાવચેતીનો માહોલ વચ્ચે મજબૂત રિકવરી જોવા મળી રહી છે.

એમસીએક્સ પર મે કોન્ટ્રાક્ટમાં સિલ્વરના ભાવમાં ₹૮,૫૪૦નો ઉછાળો આવતાં ભાવ ₹૨,૪૦,૦૦૦ પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. એક દિવસ પહેલાં ₹૧૬,૭૩૪ના ઘટાડા પછી બજારમાં આ રિકવરી નોંધાઈ છે.

બજારના મુખ્ય પરિબળો :

વિશ્વબજારમાં ક્રૂડની કિંમતો $૧૧૯ પ્રતિ બેરલથી ઉપર જતા ઈન્ફ્લેશન અંગેની ચિંતાઓ વધવા લાગી છે. આ કારણે મેટલ્સ સેગમેન્ટમાં વોલેટિલિટી યથાવત રહી છે. ગઈ કાલે ઈન્ટ્રા-ડે ટ્રેડિંગ દરમિયાન સિલ્વરના ભાવમાં ૧૪ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે પસંદગીયુક્ત મૂલ્ય આધારિત ખરીદી ફરી સક્રિય થઈ છે.

કોમેકસ માર્કેટમાં મે કોન્ટ્રાક્ટ સિલ્વરમાં $૨.૪૩નો ઉછાળો આવતાં ભાવ $૭૩.૬૫ પ્રતિ ઔંસ સુધી પહોંચ્યા છે. પશ્ચિમ એશિયાના ટેન્શન અને ઊર્જા કિંમતોના ઉછાળાને કારણે બજાર પર મર્યાદિત દબાણ યથાવત છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ સિલ્વર માટે ₹૨,૩૦,૦૦૦ નજીકનું સપોર્ટ લેવલ મહત્વપૂર્ણ મનાય છે. ગઈ કાલે આ સપોર્ટ ટેસ્ટ થયા બાદ આજે મજબૂત રિકવરી જોવા મળી છે. ઉપરની તરફ ₹૨,૪૫,૦૦૦થી ₹૨,૪૮,૦૦૦ ઝોન રેઝિસ્ટન્સ તરીકે કાર્ય કરી શકે છે. હાલ બજાર રેન્જ બાઉન્ડ છે અને વોલેટિલિટી યથાવત રહેશે તેવી સંભાવના છે.

રોકાણ રણનીતિ :

ઉછાળે નફારૂપી વેચવાલી અપનાવનાર ટ્રેડરો માટે આજનો રિકવરી તબક્કો તકરૂપ છે. ઘટાડે તબક્કાવાર ખરીદી લાંબા ગાળાના રોકાણકારો માટે યોગ્ય રહી શકે છે, પરંતુ કડક સ્ટોપલોસ સાથે જ પોઝિશન જાળવવી જરૂરી રહેશે.

ઈન્ફ્લેશન, વ્યાજદરની વૈશ્વિક અનિશ્ચિતતા અને સેન્ટ્રલ બેન્કોના હોકિશ વલણના કારણે બજાર પર બેરિશ બાયસ હજી મર્યાદિત રીતે અસ્તિત્વમાં છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં સિલ્વરના ભાવમાં વોલેટિલિટી યથાવત રહેવાની સંભાવના છે. ક્રૂડની હલચલ તેમજ વૈશ્વિક જીઓપોલિટિકલ પરિબળો કિંમતોની દિશાને નક્કી કરશે. રિકવરી બાદ પણ બજારમાં સાવચેતી જાળવવી યોગ્ય રહેશે.

Spread the love

Most Popular