HomeBusiness News - Rightટર્ટલમિન્ટનો IPO ઘટેલી વેલ્યુએશન વચ્ચે AI આધારિત વૃદ્ધિની રણનીતિમાં…...!!!

ટર્ટલમિન્ટનો IPO ઘટેલી વેલ્યુએશન વચ્ચે AI આધારિત વૃદ્ધિની રણનીતિમાં……!!!

મુંબઈ આધારિત ઇનશ્યોરટેક પ્લેટફોર્મ ટર્ટલમિન્ટે પોતાના IPO માટે લગભગ ૪૭૫ મિલિયન ડૉલરની વેલ્યુએશન નક્કી કરી છે, જે તેના ૨૦૨૨ના ઉત્તમ સ્તરની સામે અડધી જેટલી ગણાય છે. IPO દ્વારા કંપની રૂ. ૮૮૩ કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે, જેમાં ફ્રેશ ઇશ્યૂનો હિસ્સો રૂ. ૬૬૦.૭૨ કરોડનો રહેશે.

મેનેજમેન્ટ અનુસાર, આગામી મહિનાઓમાં કંપની AI આધારિત ઓપરેશનલ મોડેલ તરફ ઝડપથી આગળ વધશે. ટેક્નોલોજી આધારિત નેટવર્ક વિસ્તરણ અને ખર્ચ કાર્યક્ષમતામાં સુધારો તેનું મુખ્ય લક્ષ્ય રહેશે.

કંપની વિશે :

ટર્ટલમિન્ટે ૨૦૧૫માં પોતાની કામગીરી શરૂ કરી હતી. તેનો ધ્યેય ગ્રાહકો, સલાહકારો અને ઇનશ્યોરન્સ કંપનીઓને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવા છે. કંપની ટેક આધારિત વિતરણ માળખાને મજબૂત બનાવવા પર ફોકસ કરે છે.

કંપનીનું પ્રાઇસ બેન્ડ રૂ. ૧૪૪ થી રૂ. ૧૫૨ પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યું છે. અગાઉના પ્લાનોની તુલનામાં ઑફર ફોર સેલ (OFS) ભાગ ઘટાડવામાં આવ્યો છે, કારણ કે માત્ર પાંચ મોટા ઇન્વેસ્ટરો જ પોતાના હિસ્સાના શેર વેચાણમાં ભાગ લેશે.

નાણાકીય પરિણામો :

કંપનીએ FY26ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રૂ. ૧૨૫ કરોડનું નેટ લોસ નોંધાવ્યું છે, જે અગાઉની તુલનામાં મર્યાદિત વધારો દર્શાવે છે. મેનેજમેન્ટ અનુસાર, ઓપરેશનલ લેવલ પર પરફોર્મન્સ યથાવત છે, જોકે એક વખતના ખર્ચ સંબંધી સમાયોજનોને કારણે લોસમાં વધારો દેખાયો છે.

કંપનીના CFOએ જણાવ્યું હતું કે આગામી ૮ થી ૧૨ મહિનામાં ટર્ટલમિન્ટ પોતાને સંપૂર્ણ AI આધારિત મોડેલ તરફ ધીમે ધીમે બદલશે, જે ઓપરેશનલ ખર્ચ ઘટાડશે અને ગ્રાહક સંતોષ વધારશે.

બજારના મુખ્ય પરિબળો :

વર્તમાન કારોબારી સેશનમાં ટેક સેક્ટર સંબંધિત IPOમાં વોલેટિલિટી યથાવત રહી છે. વૈશ્વિક અનિશ્ચિતતા અને પ્રોફિટ બુકિંગને કારણે રોકાણકારો સાવચેતી અપનાવી રહ્યા છે. ટર્ટલમિન્ટનો IPO પણ આ જ પરિસ્થિતિ વચ્ચે બજારમાં પ્રવેશી રહ્યો છે, જ્યાં છેલ્લા કેટલાક મહિનાઓમાં મોટા ટેક IPOની સંખ્યા મર્યાદિત રહી છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં કંપનીના શેર પ્રત્યે રોકાણકારોની ભાવના તેની AI આધારિત વૃદ્ધિ રણનીતિની ઝડપી અમલ ક્ષમતા પર આધારિત રહેશે. મેનેજમેન્ટનો વિશ્વાસ છે કે ટૂંકા ગાળાના પડકારો છતાં કંપની લાંબા ગાળે બુલિશ બાયસ સાથે આગળ વધશે, જેમાં નેટવર્ક વિસ્તરણ અને ટેક્નોલોજી આધારિત સુધારાઓ મહત્વની ભૂમિકા ભજવશે.

Spread the love

Most Popular