HomeBusiness News - Rightભૂટાનની હાઇડ્રો પ્રોજેક્ટમાંથી યુપી પાવરને વીજ સપ્લાયની મંજૂરી…...!!!

ભૂટાનની હાઇડ્રો પ્રોજેક્ટમાંથી યુપી પાવરને વીજ સપ્લાયની મંજૂરી……!!!

વર્તમાન કારોબારી સેશનમાં ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન દ્વારા ભૂટાનના ખોરલોચુ હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાંથી વીજળી ખરીદીની પ્રક્રિયા યથાવત રહી છે અને રાજ્યની ઉર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

ઉત્તર પ્રદેશ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા ૫૧૧ મેગાવોટ ક્ષમતા ધરાવતા આ હાઇડ્રો પ્રોજેક્ટમાંથી ૩૦ વર્ષ માટે પ્રતિ યુનિટ ૬.૭૫ રૂપિયા દરે વીજ પુરવઠો માટે મંજૂરી આપવામાં આવી છે. ટૂંક સમયમાં યુપિપીસીએલ અને ખોરલોચુ હાઇડ્રો પાવર વચ્ચે પાવર સેલ એગ્રિમેન્ટ પર સહી થવાની શક્યતા છે.

કંપની વિશે :

ખોરલોચુ હાઇડ્રો પાવર ભૂટાનની દ્રુક ગ્રીન પાવર કોર્પોરેશન અને ટાટા પાવર વચ્ચેનું જ્વાયન્ટ વેન્ચર છે, જેમાં દ્રુક ગ્રીનનો ૬૦ ટકા અને ટાટા પાવરનો ૪૦ ટકા હિસ્સો છે. આશરે ૬,૯૦૦ કરોડ રૂપિયાનું અંદાજીત રોકાણ ધરાવતા આ ૧૧૨૫ મેગાવોટ ક્ષમતાવાળા હાઇડ્રો પ્રોજેક્ટનું નિર્માણ ૨૦૨૯ થી ૨૦૩૦ દરમિયાન પૂર્ણ થવાનું અનુમાન છે.

ટાટા પાવર હાલમાં ૨૬ ગીગાવોટથી વધુ ક્ષમતાવાળા ઓપરેશનલ અને પાઇપલાઇન પોર્ટફોલિયોને સંચાલિત કરે છે, જેમાં ૧૭.૫ ગીગાવોટથી વધુ સ્વચ્છ ઉર્જા ક્ષમતા અને ૮.૯ ગીગાવોટ થર્મલ ક્ષમતા શામેલ છે. કંપની દેશભરમાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રમાં પણ મજબૂત હાજરી ધરાવે છે.

બજારના મુખ્ય પરિબળો :

આ નિર્ણય ઉત્તર પ્રદેશ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે મે થી ઓક્ટોબર દરમિયાન રાજ્યની વીજ માગમાં ઉછાળો જોવા મળે છે. આવી સ્થિતિમાં ભૂટાનથી મળતો હાઇડ્રો પાવર પુરવઠો સ્થિર પુરવઠો જાળવવામાં અને સાવચેતીનો માહોલ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

સ્વચ્છ ઉર્જા તરફ વધતા વલણને કારણે આ પ્રોજેક્ટ રીજનલ એનર્જી સુરક્ષા માટે પણ મજબૂત સહાયરૂપ બનશે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં આ મંજૂરીના પગલે ટાટા પાવર સાથે સંબંધિત શેરોમાં મર્યાદિત ઉછાળો જોવાની શક્યતા છે, જ્યારે એનર્જી સેક્ટરમાં પસંદગીયુક્ત સ્ટોક્સમાં તબક્કાવાર ખરીદી ચાલુ રહી શકે છે. પાવર સેલ એગ્રિમેન્ટની સત્તાવાર જાહેરાત પછી વધુ બુલિશ બાયસ સર્જાઈ શકે છે.

ટેકનિકલ દૃષ્ટિકોણથી એનર્જી સેક્ટરમાં વોલેટિલિટી યથાવત રહી શકે છે, અને કોઈપણ મહત્ત્વના બ્રેકઆઉટ માટે મજબૂત ક્લોઝિંગ જરૂરી રહેશે.

Spread the love

Most Popular