HomeBusiness News - Rightબિટકોઈનનો મોટો ઘટાડો : ટ્રમ્પ જીત પછી પહેલીવાર ૬૦,૦૦૦ ડોલર નીચે...!!!

બિટકોઈનનો મોટો ઘટાડો : ટ્રમ્પ જીત પછી પહેલીવાર ૬૦,૦૦૦ ડોલર નીચે…!!!

વર્તમાન કારોબારી સેશનમાં ક્રિપ્ટો બજારમાં વોલેટિલિટી યથાવત રહી છે અને વિશ્વની સૌથી મોટી ડિજિટલ એસેટ બિટકોઈનમાં મહત્વનો ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબર ૨૦૨૪ પછી પહેલીવાર બિટકોઈન ૬૦,૦૦૦ ડોલર નીચે સરકીને ૫૯,૭૭૦ ડોલર સુધી પહોંચી ગયો છે.

બિટકોઈન ઓક્ટોબર ૨૦૨૪ના ૧૨૬,૦૦૦ ડોલરના શિખરથી અડધાથી વધુ ઘટી ચૂક્યો છે. ટ્રમ્પની જીત પછી ક્રિપ્ટો બજારમાં શરૂઆતમાં આશાવાદી વલણ જોવા મળ્યું હતું, પરંતુ ETFમાંથી નફારૂપી વેચવાલી અને વૈશ્વિક અનિશ્ચિતતાએ રોકાણકારોને સાવચેત બનાવી દીધા છે.

બજારના મુખ્ય પરિબળો :

ક્રિપ્ટોમાં તાજેતરના ધોવાણ પાછળ અનેક કારણો છે. ETFમાંથી સતત નફારૂપી વેચવાલી, મધ્ય પૂર્વમાં વધતી તંગદિલી તેમજ મોટા સંસ્થાગત રોકાણકારો પોઝિશન વધારશે કે નહીં એ અંગેની અસ્પષ્ટતા માર્કેટ પર દબાણ વધારી રહી છે. સ્ટ્રેટેજી ઈન્ક દ્વારા બિટકોઈનની વેચવાલી બજારમાં બેરિશ બાયસ મજબૂત કરી રહી છે. સાથે સાથે ટેક શેરોમાં ઉછાળાએ ક્રિપ્ટોમાં તાત્કાલિક આકર્ષણ મર્યાદિત કર્યું છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

બિટકોઈનની સાથે ઇથેરમાં આશરે ૧૨% ઘટાડો નોંધાયો છે, જ્યારે અન્ય મુખ્ય ક્રિપ્ટો જેવી કે XRP, સોલાના અને ડોજકોઈનમાં પણ સરેરાશ ૫% સુધી ધોવાણ જોવા મળ્યું છે. બીજી તરફ સ્ટેબલકોઈન અને પર્પેચ્યુઅલ ફ્યુચર્સમાં વોલ્યુમ વધતાં રોકાણકારો સલામત વિકલ્પ તરફ વળી રહ્યા છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ બિટકોઈન માટે ૬૦,૦૦૦ ડોલર મહત્વનું સપોર્ટ લેવલ મનાય છે. આ સપોર્ટ તૂટતા વધુ ઘટાડાની શક્યતા ઊભી થઈ છે. ઉપરની તરફ રેઝિસ્ટન્સ ઝોન તોડીને મજબૂત ક્લોઝિંગ આવશ્યક છે, નહીં તો બેરિશ બાયસ હાવી રહી શકે છે.

રોકાણ રણનીતિ :

હાલના તબક્કે ક્રિપ્ટોમાં સાવચેતીપૂર્વક ટ્રેડિંગ કરવું યોગ્ય ગણાય. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રીત અસરકારક માનવામાં આવે છે. સ્ટોપલોસનું પાલન અનિવાર્ય છે અને ભારે વોલેટિલિટી વચ્ચે પેનિક સેલિંગથી દૂર રહેવું યોગ્ય રહેશે.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં ક્રિપ્ટો બજાર રેન્જ બાઉન્ડ રહી શકે છે. વૈશ્વિક જીઓપોલિટિકલ પરિસ્થિતિઓ અને વ્યાજદર અંગેની અપેક્ષાઓ બજારની આગામી દિશા નક્કી કરશે. રોકાણકારોએ ધીરજ રાખીને ક્વોલિટી એસેટ્સમાં પોઝિશન જાળવી રાખવી ઉચિત રહેશે.

Spread the love

Most Popular