વર્તમાન કારોબારી સેશનમાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપે પોતાના ફાઇનાન્સિયલ સર્વિસ મોડલને વધુ મજબૂત બનાવતાં Godrej Wealth નામનું નવું વેલ્થ મેનેજમેન્ટ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. કંપની મુજબ, આ બિઝનેસ મુખ્યત્વે HNI અને સમૃદ્ધ ગ્રાહકોને કેન્દ્રમાં રાખશે, જ્યાં રૂ.૨ કરોડથી વધુના રોકાણક્ષમ એસેટ ધરાવતા ક્લાયન્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવશે.
કંપનીનું લક્ષ્ય છે કે ૨૦૩૧ સુધી કુલ AUM રૂ.૧,૦૦,૦૦૦ કરોડ સુધી પહોંચાડવું અને આગામી પાંચ વર્ષમાં આશરે ૩૫ લોકેશન્સ સુધી હાજરી વધારવી.
કંપની વિશે :
ગોદરેજ વેલ્થ ગોદરેજ ઇન્વેસ્ટમેન્ટ્સની સબસિડિયરી મારફતે કાર્યરત રહેશે અને ગોદરેજ કૅપિટલની સાથે મળીને ગ્રૂપની ફાઇનાન્સિયલ સર્વિસ આર્મને વિસ્તરણ આપશે. ગ્રામ્ય તેમજ શહેરી બંને પ્રકારના HNI ગ્રાહકોમાં વધી રહેલા ફાઇનાન્સિયલાઇઝેશન અને પેઢીથી પેઢી સુધી સંપત્તિ હસ્તાંતરણના વલણને ધ્યાનમાં રાખીને આ સર્વિસ શરૂ કરવામાં આવી છે.
આ પ્લેટફોર્મ વેલ્થ મેનેજમેન્ટ, સક્સેશન પ્લાનિંગ, ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ્સ, પ્રાઈવેટ માર્કેટ્સ અને પોર્ટફોલિયો સ્ટ્રક્ચરિંગ જેવી સર્વિસ પૂરી પાડશે.
બજારના મુખ્ય પરિબળો :
વેલ્થ મેનેજમેન્ટ સેક્ટરમાં હાલમાં વોલેટિલિટી યથાવત રહી છે. ઊંચા લેવલ્સ પર પ્રોફિટ બુકિંગ જોવા મળી રહી છે, જ્યારે મોટા કોર્પોરેટ ગ્રૂપ્સ પોતાના ફાઇનાન્સિયલ પ્લેટફોર્મ દ્વારા પસંદગીયુક્ત બુલિશ બાયસ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગોદરેજ ગ્રૂપની આ એન્ટ્રી વધતી સ્પર્ધા વચ્ચે આગવી પોઝિશન બનાવવાનો સંકેત આપે છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
દેશમાં HNI અને સુપર રિચ ગ્રાહકોની સંખ્યા સતત વધી રહી છે. NBFC અને વેલ્થ મેનેજમેન્ટ કંપનીઓમાં તાજેતરમાં મર્યાદિત પરંતુ સ્થિર ઉછાળો નોંધાઈ રહ્યો છે. ગોદરેજ Wealthનું લોન્ચિંગ આ સેક્ટરમાં નવી તીવ્રતા ઉમેરે એવું લાગી રહ્યું છે. મોટાભાગની કંપનીઓ હાલ રેન્જ બાઉન્ડ વૃદ્ધિ સાથે આગળ વધી રહી છે.
રોકાણ રણનીતિ :
વેલ્થ મેનેજમેન્ટ ક્ષેત્રમાં પ્રવેશતી મોટી કંપનીઓને ધ્યાનમાં રાખીને રોકાણકારો માટે સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીના સિદ્ધાંત સાથે પોઝિશન જાળવી રાખવી યોગ્ય ગણાય છે. ખાસ કરીને હાઈ-નેટવર્થ ક્લાયન્ટ સર્વિસ પૂરી પાડતી કંપનીઓમાં સ્ટોપલોસ સાથે ચાલવું વધુ લાભદાયક રહી શકે છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં વેલ્થ મેનેજમેન્ટ સેગમેન્ટ વધુ મજબૂત બની શકે છે. કોર્પોરેટ જાહેરાતો અને વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડ્સ આ ક્ષેત્રની ગતિ નક્કી કરશે. ગોદરેજ ગ્રૂપની એન્ટ્રી આ સેગમેન્ટમાં લાંબા ગાળે બુલિશ બાયસ ઊભો કરવાની શક્યતા દર્શાવે છે.







