Axis bank

04.06.2026

AXIS બેન્ક :-

વર્તમાન ભાવ :- રૂ. 1270 ની આસપાસ

વલણ :- શોર્ટ-ટર્મ તેજી (Bullish Momentum)

બેન્કિંગ સેક્ટરના સૌથી મજબૂત હેવીવેઇટ આ સ્ટોકમાં છેલ્લા કેટલાક સત્રોના સામાન્ય પ્રોફિટ બુકિંગ પછી હવે ફરીથી ખરીદીનો દોર શરૂ થવાના ટેકનિકલ સંકેતો મળી રહ્યા છે. ચાર્ટ સ્ટ્રક્ચર જોતાં આ સ્ટોક આગામી દિવસોમાં તેજી તરફી રૂખ કરવા માટે સજ્જ દેખાય છે.

તેજી તરફી મુખ્ય ટેકનિકલ પરિબળો :-

RSI ઇન્ડિકેટર :- ડેઇલી ચાર્ટ પર રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (RSI) ઓવરસોલ્ડ ઝોનની નજીક પહોંચીને હવે મજબૂત યુ-ટર્ન લઈ રહ્યો છે, જે દર્શાવે છે કે ઉપલા મથાળેથી AXIS બેન્કમાં વેચવાલીનું દબાણ હળવું થયું છે.

આગામી દિવસો માટેના મહત્વના લેવલ્સ :-

અપસાઈડ ટાર્ગેટ્સ (Resistance) :-

જો સ્ટોક રૂ. 1273 ની ઉપર સસ્ટેન થાય છે, તો ક્રમશઃ રૂ. 1285 થી રૂ. 1290 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે.

જો તેજી આગળ વધે અને રૂ. 1292 નો મજબૂત અવરોધને પાર કરે તો, સ્ટોક રૂ 1303 ના સ્તરને સ્પર્શી શકે છે.

સપોર્ટ અને સ્ટોપલોસ :-

જોખમ વ્યવસ્થા માટે તાત્કાલિક સપોર્ટ રૂ.1247 અને ડેઇલી ક્લોઝિંગ બેઝિસ પર રૂ.1230 નો સ્ટ્રિક્ટ સ્ટોપલોસ રાખવો. આ સ્તરની નીચે બંધ આવતા જ તેજીનો ટ્રેન્ડ નબળો પડી શકે છે અને વેચવાલીનું પ્રેશર જોવા મળી શકે છે.

તબક્કાવાર ખરીદી :- ટ્રેડર્સે એકસાથે બધી મૂડી રોકવાને બદલે ૨ થી ૩ તબક્કામાં પોઝિશન ઉમેરવી હિતાવહ છે.

Ravi Bhatt
SEBI Regd Number INH000012591

Disclaimer : – Investment in securities market are subject to market risks, Read Disclaimer and related all the documents carefully before Investing / Trading, mentioned on
https://nikhilbhatt.In &
https://capsavaj.com

Spread the love

Most Popular