વર્તમાન કારોબારી સેશનમાં ગ્લેનમાર્ક ફાર્માના ક્યુ૪ પરિણામો ચર્ચામાં રહ્યા છે. કંપનીએ ઇબિટ્ડા માં મજબૂત વૃદ્ધિ દર્શાવી હોવા છતાં, ઓપરેશનલ સેગમેન્ટ અને ખાસ કરીને ભારત બિઝનેસમાં મર્યાદિત વૃદ્ધિ જોવા મળતાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે.
નાણાકીય પરિણામો :
કંપનીએ ક્યુ૪ દરમ્યાન ઇબિટ્ડા માં ૩૬% ઉછાળો દર્શાવીને ૭૬૩ કરોડ સુધી પહોંચાડ્યા છે, જ્યારે ઇબિટ્ડા માર્જિન ૨૦.૨% સુધી સુધર્યો છે. તેમ છતાં, માર્કેટ આશા કરતા પરિણામ નબળું રહ્યું હોવાથી છેલ્લા બે સેશનમાં શેરમાં અંદાજે ૪% ઘટાડો નોંધાયો છે. આવક ૧૬% વધીને ૩,૭૭૧ કરોડ સુધી પહોંચી છે.
ભારત બિઝનેસ, જે કુલ આવકમાં ૨૭% ભાગ ભજવે છે, માત્ર ૮.૨% વૃદ્ધિ સાથે મર્યાદિત પ્રદર્શન આપ્યું છે. ડાયાબિટીસ પોર્ટફોલિયોમાં નબળી માંગ અસરકારક બની છે. કંપનીએ નવું સેમાગ્લુટાઈડ બ્રાન્ડ ‘ગ્લીપિક’ લોન્ચ કર્યું છે, જેનાથી આગામી દિવસોમાં સુધારો જોવા મળી શકે છે.
કંપની વિશે :
ઉત્તર અમેરિકા બિઝનેસમાં ૨૯.૪% ઉછાળો દેખાયો, પરંતુ તેમાં એક વખત મળેલ લાઇસન્સિંગ આવકનો સમાવેશ હોવાથી વાસ્તવિક વૃદ્ધિ માત્ર ૭.૮% રહી હતી. યુરોપ અને ઈમર્જિંગ માર્કેટ્સ બંનેમાં ૨૦% થી વધુ મજબૂત વૃદ્ધિએ સમૂહ પરિણામને સહારો આપ્યો છે. ‘રાયલટ્રિસ’ અને ‘વિનલેવિ’ જેવા બ્રાન્ડ્સે પસંદગીયુક્ત બજારોમાં મજબૂત પોઝિશન જાળવી રાખ્યું છે.
કંપનીએ એફવાઈ૨૭ માટે ૧૭,૦૦૦ – ૧૮,૦૦૦ કરોડની આવકનું માર્ગદર્શન આપ્યું છે, જ્યારે ઇબિટ્ડા માર્જિન ૨૧–૨૨% રહેવાની શક્યતા છે. યુએસ માર્કેટમાં ક્યુ૪ ના અંતે લોન્ચ કરાયેલ ‘ફ્લોવન્ટ’ અને મોનરો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું પુનઃપ્રારંભ કંપની માટે મજબૂત સપોર્ટરૂપ બની શકે છે.
બજારના મુખ્ય પરિબળો :
• લાઇસન્સિંગ આવકની જગ્યાએ ઓપરેશનલ સેગમેન્ટમાં મજબૂત અમલની માંગ
• ભારત અને યુએસ બિઝનેસમાંથી મર્યાદિત વૃદ્ધિ
• રાયલટ્રિસ બ્રાન્ડ ૩૦–૪૦% સુધી વૃદ્ધિ આપે એવી મેનેજમેન્ટની ધારણા
• ગયા એક વર્ષમાં શેરે ૪૫% ઉછાળો આપ્યો છે, પરંતુ હાલ પ્રોફિટ બુકિંગનો દબાણ
ભાવિ દિશા :
આગામી દિવસોમાં ગ્લેનમાર્ક ફાર્મા માટે મુખ્ય વલણ કોર બિઝનેસ પરની વૃદ્ધિ અને કેશ ફ્લોની મજબૂતી સાથે જોડાયેલ રહેશે. મેનેજમેન્ટે એફવાઈ૨૬ અંત સુધી ગ્રોસ ડેટ-ફ્રી થવાની માહિતી આપી છે, જે બેલેન્સશીટને મજબૂત સ્થિતિમાં મૂકે છે. વિશ્લેષકો મુજબ, કંપની એફવાઈ૨૬–એફવાઈ૨૮ દરમ્યાન તબક્કાવાર વૃદ્ધિ જાળવી શકે છે, પરંતુ રોકાણકારોએ સાવચેતી સાથે પોઝિશન મેનેજ કરવી જરૂરી રહેશે.







