HomeBusiness News - Leftઇન્ડિગો દ્વારા મેન્ચેસ્ટર ફ્લાઇટ્સ તાત્કાલિક સ્થગિત, વધતા ખર્ચ અને ઓપરેશનલ દબાણ વચ્ચે...

ઇન્ડિગો દ્વારા મેન્ચેસ્ટર ફ્લાઇટ્સ તાત્કાલિક સ્થગિત, વધતા ખર્ચ અને ઓપરેશનલ દબાણ વચ્ચે નિર્ણય…!!!

વર્તમાન કારોબારી સેશનમાં એરલાઇન સેક્ટરમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે, ખાસ કરીને ઇન્ડિગો દ્વારા મેન્ચેસ્ટર રૂટ તાત્કાલિક બંધ કરવાની જાહેરાત બાદ. વધતા ઓપરેશનલ ખર્ચ અને એરસ્પેસ પ્રતિબંધોએ કંપનીના નિર્ણયો પર સીધી અસર કરી છે.

બજારના મુખ્ય પરિબળો :

કંપની મુજબ મધ્યપૂર્વમાં વધતા જીઓપોલિટિકલ તણાવ, ATF ખર્ચમાં વધારો, એરસ્પેસ પ્રતિબંધો અને ડોલર સામે રૂપીયાની વોલેટિલિટીના સંયોજનને કારણે ઓપરેશનલ ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. લાંબી ફ્લાઇટની અવધિને કારણે માર્જિન પર દબાણ વધ્યું છે, જેના પરિણામે મેન્ચેસ્ટર રૂટને તાત્કાલિક સ્થગિત કરવાની ફરજ પડી છે.

કંપની વિશે :

ઇન્ડિગોના જણાવ્યા મુજબ, કંપનીએ ૨૦૨૫ની શરૂઆતમાં Norse Atlantic Airways પાસેથી છ બોઇંગ ૭૮૭-૯ એરક્રાફ્ટને શોર્ટ ટર્મ લીઝ પર લીધા હતા, જેથી યુરોપિયન માર્કેટમાં પોતાની હાજરી મજબૂત કરી શકાય. પરંતુ વધતા ખર્ચને કારણે કંપની આ લીઝમાંના એક એરક્રાફ્ટને પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરશે.

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે બાકી તમામ આંતરરાષ્ટ્રીય લાંબા રૂટની ફ્લાઇટ્સ યથાવત ચાલુ રહેશે અને મેન્ચેસ્ટર રૂટનું બંધ થવું માત્ર તાત્કાલિક સ્વરૂપનું છે.

રોકાણ રણનીતિ :

એવિએશન સેક્ટરમાં હાલ વોલેટિલિટી મર્યાદિત છે, પરંતુ વધતા ઓપરેશનલ ખર્ચને કારણે પસંદગીયુક્ત ધોવાણ થઈ શકે છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી ટૂંકા ગાળાના રોકાણકારો માટે યોગ્ય રહી શકે છે. કોઈપણ પોઝિશન લેતા પહેલા સાવચેતી રાખવી અને સ્ટોપલોસનો કડક અમલ કરવો આવશ્યક છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં એરલાઇન સેક્ટર રેન્જ બાઉન્ડ રહી શકે છે. ATF કિંમત, જીઓપોલિટિકલ પરિસ્થિતિઓ અને ફોરેક્સ મૂવમેન્ટ સેક્ટરની દિશા નક્કી કરશે. ઇન્ડિગો ભવિષ્યમાં મેન્ચેસ્ટર રૂટ ફરી શરૂ કરવાની યોજના પર વિચાર કરી શકે છે, પરંતુ તે માત્ર ત્યારે શક્ય રહેશે જ્યારે ખર્ચની પરિસ્થિતિમાં મજબૂત સુધારો જોવા મળશે.

Spread the love

Most Popular