HomeBusiness News - Rightપેટ્રોલ-ડીઝલમાં ત્રીજો ભાવવધારો : પીએસયુ પર વધતું દબાણ અને ગ્રાહકોમાં સાવચેતી...!!!

પેટ્રોલ-ડીઝલમાં ત્રીજો ભાવવધારો : પીએસયુ પર વધતું દબાણ અને ગ્રાહકોમાં સાવચેતી…!!!

વર્તમાન કારોબારી સેશનમાં ઈંધણ બજારમાં ઉછાળો યથાવત રહ્યો છે. સરકારી પીએસયુ ઓઈલ કંપનીઓએ ફરી એક વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ ૯૦ પૈસાનો વધારો કર્યો છે. ૧૫ મે પછીનો આ ત્રીજો વધારો છે, જેના કારણે બજારમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉદ્યોગ સુત્રો મુજબ પીએસયુ હજુપણ પેટ્રોલમાં ૧૩ રૂપિયા પ્રતિ લિટર તથા ડીઝલમાં ૩૮ રૂપિયા પ્રતિ લિટર (પ્રી-ટેક્સ) ની અન્ડર રિકવરી સાથે કાર્યરત છે, કારણ કે વૈશ્વિક ક્રૂડના ભાવ ૧૦૦ ડોલર ઉપર યથાવત છે.

બજારના મુખ્ય પરિબળો :

• વૈશ્વિક ક્રૂડમાં સતત ઉછાળો અને વોલેટિલિટી
• વેસ્ટ એશિયામાં સંઘર્ષને કારણે સપ્લાય જોખમમાં વધારો
• ભારતે ૭૫ દિવસ સુધી ભાવ સ્થિર રાખ્યા બાદ તબક્કાવાર વધારો શરૂ કર્યો
• પેટ્રોલ-ડીઝલના ભાવમાં વૈશ્વિક સ્તર કરતાં હજી મર્યાદિત વધારો નોંધાયો

હાલ દિલ્હી ખાતે પેટ્રોલનો ભાવ ૯૯.૫૧ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૯૨.૪૯ રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા જેવા મુખ્ય શહેરોમાં પણ ભાવોમાં મર્યાદિત ઉછાળો નોંધાયો છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

ઈંધણના વધતા ભાવોના પ્રભાવથી ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ સેગમેન્ટમાં પસંદગીયુક્ત ધોવાણ જોવા મળી રહ્યું છે. ઓટો સેક્ટરમાં મર્યાદિત ખરીદી યથાવત છે, પરંતુ ઊંચા ઈંધણ ખર્ચને કારણે માર્જિન પર દબાણ રહેવાની શક્યતા છે.

CNG ના ભાવમાં પણ ૧ રૂપિયાનો વધારો જાહેર થતાં શહેરી વિસ્તારોમાં કોમર્શિયલ વાહન વ્યવસાય પર વધારાનું દબાણ સર્જાયું છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

વર્તમાન પરિસ્થિતિમાં ઈંધણ સેગમેન્ટમાં બેરિશ બાયસ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારોમાં ક્રૂડના ભાવ ૧૦૦ ડોલર ઉપર મજબૂત રહેતા સ્થાનિક સ્તરે રેઝિસ્ટન્સ તૂટતાં બ્રેકઆઉટ જોવા મળ્યો છે. ટેકનિકલ ચાર્ટ મુજબ ઊંચા લેવલ્સ પર પ્રોફિટ બુકિંગ થઈ શકે છે, જ્યારે ભાવ ઘટે ત્યારે તબક્શવાર ખરીદીનો અભિગમ વધુ કંપનીઓ અપનાવી રહી છે.

રોકાણ રણનીતિ :

• ઉછાળે નફારૂપી વેચવાલી જાળવવી
• ઘટેલા ભાવ પર તબક્કાવાર ખરીદી માટે સાવચેતી રાખવી
• ક્રૂડની વોલેટિલિટી વચ્ચે સ્ટોપલોસ સાથે પોઝિશન જાળવવી
• ઓઈલ માર્કેટિંગ કંપનીઓમાં રેન્જ બાઉન્ડ ટ્રેડિંગની શક્યતા રહે

ભાવિ દિશા :

આગામી દિવસોમાં વૈશ્વિક જીઓપોલિટિકલ તણાવ અને ક્રૂડ સપ્લાયની સ્થિતિ ભાવની દિશા નક્કી કરશે. જો ક્રૂડના ભાવમાં વધુ ઉછાળો યથાવત રહે, તો દેશાંતર્ગત ઈંધણના ભાવમાં મર્યાદિત વધારો ચાલુ રહી શકે છે. જો સરકાર VAT ઘટાડા અંગે કોઈ નિર્ણય લે તો બજારમાં તાત્કાલિક રાહતની શક્યતા ઊભી થઈ શકે છે.

Spread the love

Most Popular