વર્તમાન કારોબારી સેશનમાં અમેરિકન હાઉસિંગ માર્કેટમાં મોર્ટગેજ દરોમાં ઉછાળો યથાવત રહ્યો છે. નવ મહિના બાદ સૌથી ઊંચા લેવલ સુધી મોર્ટગેજ રેટ્સ પહોંચતા ઘરખરીદનારાઓ પર વધારાના ખર્ચનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
૩૦ વર્ષના ફિક્સ્ડ મોર્ટગેજનો સરેરાશ દર ગયા અઠવાડિયાના ૬.૩૬ ટકા સામે વધીને ૬.૫૧ ટકાએ પહોંચ્યો છે, જ્યારે ૧૫ વર્ષના ફિક્સ્ડ મોર્ટગેજના દરમાં પણ વધારો નોંધાયો છે.
બજારના મુખ્ય પરિબળો :
અમેરિકા-ઈરાન સંબંધિત જીઓપોલિટિકલ તણાવ અને સ્ટ્રેઈટ ઑફ હોર્મૂઝ વિસ્તારના ખલેલને કારણે ઉર્જા બજારમાં વોલેટિલિટી વધી છે. તેલના વધતા ભાવ અને મોંઘવારીની ચિંતા વચ્ચે લાંબા ગાળાના યીલ્ડમાં વધારો યથાવત રહ્યો છે. આ પરિબળોના પગલે ૧૦ વર્ષના યુએસ ટ્રેઝરી યીલ્ડ વધીને ૪.૬ ટકાને અડી ગયું છે.
મોર્ટગેજ એપ્લિકેશન્સમાં ૨.૩ ટકાનો ઘટાડો નોંધાયો છે, જે હાઉસિંગ સેક્ટરમાં પસંદગીયુક્ત ધોવાણનું સંકેત આપે છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
યુએસ હાઉસિંગ સેક્ટરમાં સાવચેતીનો માહોલ છે. મોર્ટગેજ દરો વધતા ઘણા ખરીદનારાઓ એડજસ્ટેબલ રેટ મોર્ટગેજ તરફ વળી રહ્યા છે, કારણ કે શરૂઆતના વ્યાજદર મર્યાદિત રહે છે. કુલ એપ્લિકેશન્સમાં આવી પ્રોડક્ટ્સનો હિસ્સો ૧૦ ટકા સુધી પહોંચી ગયો છે, જે ઑક્ટોબર બાદનો સૌથી મજબૂત સ્તર છે.
બીજી તરફ કેટલાક મેટ્રો વિસ્તારોમાં હાઉસિંગ ઈન્વેન્ટરીમાં ઉછાળો અને લિસ્ટિંગ ભાવોમાં ઘટાડો જોવા મળે છે, જેથી પસંદગીયુક્ત ખરીદીનું સેન્ટિમેન્ટ યથાવત રહે છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ લાંબા ગાળાના યુએસ યીલ્ડમાં રેઝિસ્ટન્સ ઝોન ઉપર મજબૂત ક્લોઝિંગ આવતા મોર્ટગેજ દરોમાં વધુ ઉછાળાની શક્યતા નકારી શકાય નહીં. હાલ મોર્ટગેજ માર્કેટમાં કોઈ મહત્વપૂર્ણ બ્રેકડાઉન સિગ્નલ જોવા મળતું નથી, તેથી વોલેટિલિટી યથાવત રહી શકે છે.
રોકાણ રણનીતિ :
હાઉસિંગ સંબંધિત રોકાણકારો માટે સાવચેતી જરૂરી છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીનો અભિગમ જાળવવો યોગ્ય ગણાય. બોન્ડ માર્કેટમાં પોઝિશન લેતા પહેલાં કડક સ્ટોપલોસ રાખવો અનિવાર્ય રહેશે.
ભાવિ દિશા :
આગામી સેશન્સમાં બજાર રેન્જ બાઉન્ડ વલણમાં રહી શકે છે. વૈશ્વિક જીઓપોલિટિકલ પરિસ્થિતિ અને યુએસ ઇન્ફ્લેશન ટ્રેન્ડ મોર્ટગેજ દરોની દિશા નક્કી કરશે. મોર્ટગેજ રેટ્સ ફરીથી ૬ ટકા નીચે જશે તેવી સંભાવના હાલ મર્યાદિત દેખાઈ રહી છે.






