May 13, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Wednesday, May 13, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightમેગ્નસ સ્ટીલ એન્ડ ઇન્ફ્રાનો તેજ ઉછાળો યથાવત, છ મહિનામાં ૯૭૫ ટકા રિટર્ન…...!!!

મેગ્નસ સ્ટીલ એન્ડ ઇન્ફ્રાનો તેજ ઉછાળો યથાવત, છ મહિનામાં ૯૭૫ ટકા રિટર્ન……!!!

વર્તમાન કારોબારી સેશનમાં મેગ્નસ સ્ટીલ એન્ડ ઇન્ફ્રાના શેરોમાં તેજ ઉછાળો યથાવત રહ્યો છે. બજારમાં ધોવાણ અને સાવચેતીનો માહોલ હોવા છતાં આ સ્મોલકૅપ શેર ૫ ટકા અપ્પર સર્કિટ સાથે ૧૯૩ રૂપિયાના સ્તરે પહોંચ્યો છે.

કંપનીના શેરોમાં છેલ્લા છ સેશન્સથી બુલિશ બાયસ જોવા મળી રહ્યો છે. તેનું મુખ્ય કારણ ટાટા મોટર્સના નવા ઓટોમોબાઇલ પ્રોજેક્ટ માટે મળેલો મહત્વનો સ્ટીલ સપ્લાય ઓર્ડર છે, જે કંપનીના બિઝનેસ પોઝિશનને મજબૂત બનાવે છે.

કંપની વિશે :

નાશિક સ્થિત મેગ્નસ સ્ટીલ એન્ડ ઇન્ફ્રા અગાઉ આઇટી સેવાઓમાં કાર્યરત હતું, પરંતુ હવે કંપનીએ સ્ટીલ ટ્રેડિંગ અને ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપ્લાય પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ટાટા મોટર્સના ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થિત મેન્યુફેક્ચરિંગ સેટઅપ માટે HR પ્લેટ્સ, HR શીટ્સ અને ચેનલ્સના સપ્લાય માટે કંપનીને મંજૂરી મળી છે.

કંપનીએ જણાવ્યા મુજબ માર્ચ અને એપ્રિલ દરમિયાન આશરે ૮.૫૦ કરોડ રૂપિયાનું સપ્લાય કામ પૂર્ણ થયું છે, જ્યારે કુલ ૩૨.૫૦ કરોડના અંદાજિત ઓર્ડર મુજબ બાકી કામ આવતા તબક્કામાં પૂર્ણ થવાનું છે.

નાણાકીય પરિણામો :

FY૨६માં કંપનીએ કુલ ૨૨.૫૮ કરોડનું રેવન્યુ અને ૪.૫૧ કરોડનું નેટ પ્રોફિટ જાહેર કર્યું છે. ઓપરેશન અને પ્રોફિટેબિલિટીમાં થયેલા મજબૂત સુધારાને કારણે કંપની હવે મોટા ઔદ્યોગિક ઓર્ડર હાથ ધરવા માટે પોતાની પ્રોક્યોરમેન્ટ અને વર્કિંગ કેપિટલ ક્ષમતાને વધુ મજબૂત બનાવી રહી છે.

ટાટા મોટર્સ સાથેના નવા એન્જેજમેન્ટ બાદ FY૨૭માં કંપનીના રેવન્યુમાં વધુ મજબૂત વૃદ્ધિ રહેવાની શક્યતા છે.

બજારના મુખ્ય પરિબળો :

• વોલેટિલિટી વચ્ચે સ્મોલકૅપ શેરોમાં પસંદગીયુક્ત ઉછાળો યથાવત

• ટાટા મોટર્સના પ્રોજેક્ટ્સમાં સપ્લાયર તરીકે કંપનીની એન્ટ્રીનો સકારાત્મક પ્રભાવ

• તાજેતરના ઓર્ડર ફ્લો અને રેવન્યુ દૃશ્યતા રોકાણકારોના વિશ્વાસને મજબૂત કરે છે

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ શેર મજબૂત બુલિશ બાયસ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. ૧૮૦થી ૧૯૦ ઝોન હવે મહત્વના સપોર્ટ લેવલ તરીકે કાર્ય કરી રહ્યો છે, જ્યારે ઉપરની તરફ રેઝિસ્ટન્સ ૨૦૦ રૂપિયાની આસપાસ નોંધાઈ શકે છે.

ઉછાળે નફારૂપી વેચવાલી થવાને કારણે ટૂંકા ગાળામાં વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા છે, છતાં હાલનું ક્લોઝિંગ બુલિશ ટ્રેન્ડને સમર્થન આપે છે.

રોકાણ રણનીતિ :

• ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ અનિવાર્ય

• ઘટાડે તબક્કાવાર ખરીદી કરવી યોગ્ય

• તેજ ઉછાળા બાદ મર્યાદિત પ્રોફિટ બુકિંગ શક્ય

ભાવિ દિશા :

આગામી દિવસોમાં શેરમાં રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ જોવા મળી શકે, પરંતુ ઓર્ડર બુકની મજબૂતીને કારણે કુલ વલણ બુલિશ બાયસ તરફ રહેવાની શક્યતા છે.

Spread the love

Most Popular