વર્તમાન કારોબારી સેશનમાં વિદેશી બજારોની અનિશ્ચિતતા, ક્રૂડ તેલના તેજ ઉછાળા અને ડોલર ડિમાન્ડમાં વધારા વચ્ચે રૂપિયામાં નોંધપાત્ર ઘટાડો યથાવત રહ્યો છે. સોમવારના દિવસે રૂપિયો ૯૫.૩૧ પ્રતિ ડોલર ના નવા રેકોર્ડ નીચા સ્તરે ક્લોઝિંગ આપ્યો, જે ગઈ શુક્રવારના ૯૪.૪૬ની સામે આશરે ૮૫ પૈસાનો ઘટાડો દર્શાવે છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધુ પડતા બ્રેન્ટ ક્રૂડ ૧૦૩ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચતા પરિસ્થિતિ વધુ કઠણ બની છે. સાથે વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPIs) દ્વારા આશરે ૮૪૪ મિલિયન ડોલરની નફારૂપી વેચવાલી થતા ડોલર માટે માંગ વધતી જોવા મળી છે.
બજારના મુખ્ય પરિબળો :
જીઓપોલિટિકલ અનિશ્ચિતતા, ક્રૂડના વધારા અને વિદેશી ફંડ આઉટફ્લોને કારણે બજારમાં વોલેટિલિટી વધી છે. ભારત તેલ આયાત પર આધારિત હોવાને કારણે ડોલર માંગ વધીને રૂપિયામાં દબાણ મજબૂત રહ્યું છે. વડા પ્રધાન દ્વારા વિદેશી કરન્સી બચત અંગે અપીલ બાદ બજારમાં સાવચેતીનો માહોલ વધુ વ્યાપ્ત થયો છે, જેમાં સોનાની ખરીદી સ્થગિત કરવા અને અનાવશ્યક વિદેશ પ્રવાસ ટાળવા જેવી સૂચનાઓ અસરકારક બની છે.
FPIsની વેચવાલી, વધતી ડોલર માંગ અને તેલ માર્કેટિંગ કંપનીઓની દૈનિક જરૂરિયાતોને કારણે સ્પોટ માર્કેટમાં દબાણ યથાવત રહ્યું છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ USDINR પેર માટે રેઝિસ્ટન્સ ઝોન ૯૫.૪૫ અને ૯૫.૮૦ નજીક જોવા મળી રહ્યો છે. નીચે સપોર્ટ લેવલ ૯૪.૭૦ નજીક ખસ્યો છે. વર્તમાન ટ્રેન્ડ બેરિશ બાયસ દર્શાવે છે, છતાં ક્રૂડમાં મર્યાદિત સ્થિરતા આવે તો તબક્કાવાર ખરીદી દ્વારા પોઝિશન સંભાળી શકાય.
રોકાણ રણનીતિ :
• ટૂંકા ગાળાના ટ્રેડર્સે કડક સ્ટોપલોસ રાખવો જરૂરી.
• ઉછાળે નફારૂપી વેચવાલી કરવી.
• ઘટાડે તબક્કાવાર ખરીદી દ્વારા પોઝિશન જાળવવી.
• વધેલી વોલેટિલિટી વચ્ચે સાવચેતીથી ટ્રેડિંગ કરવી.
ભાવિ દિશા :
આગામી સેશન્સમાં રૂપિયો રેન્જ બાઉન્ડ રહી શકે છે. ક્રૂડના ભાવ, FPIsના ફ્લો અને જીઓપોલિટિકલ સમાચાર રૂપિયાની દિશા નક્કી કરશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા સંભાવિત ડોલર સ્વેપ વિન્ડો અથવા FCNR આધારિત પગલાં લેનાર ત્યારે બજારને મર્યાદિત સહારો મળી શકે છે.







