વર્તમાન કારોબારી સેશનમાં રિટેલ રોકાણકારોમાં સરકારી બોન્ડ્સ પ્રત્યે વધતી રસદારી યથાવત રહી છે. ઉચ્ચ યીલ્ડ અને સાવચેતીના માહોલ વચ્ચે આરબીઆઈ રિટેલ ડિરેક્ટ પ્લેટફોર્મ પર રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે.
આંકડાઓ મુજબ ૨૭ એપ્રિલ ૨૦૨૬ સુધી કુલ ૩,૬૧,૪૦૨ એકાઉન્ટ ખૂલ્યા છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં ૫૪ ટકા વધારે છે. પ્રાથમિક બજારમાં સબ્સ્ક્રિપ્શન ૩૫ ટકા ઉછાળે સાથે રૂ.૮,૭૩૬ કરોડ સુધી પહોંચી ગયું છે.
બજારના મુખ્ય પરિબળો :
રોકાણકારોમાં ઉચ્ચ અને સ્થિર યીલ્ડની શોધ મજબૂત રીતે આગળ વધી રહી છે. બેંક FD કરતાં વધારે રિટર્ન મળતા સરકારના સિક્યોરિટીઝમાં પસંદગીયુક્ત રસ વધ્યો છે. ૧૦ વર્ષના સેન્ટ્રલ G-Sec પર આશરે ૬.૪૮ ટકા અને ૧૦ વર્ષના સ્ટેટ G-Sec પર લગભગ ૭.૭૦ ટકા જેટલું રિટર્ન મળતું હોવાથી રોકાણકારો આ તરફ વધુ વળી રહ્યા છે.
ટ્રેડેડ વોલ્યુમમાં લગભગ ૨૯૫ ટકા ઉછાળો નોંધાઈ રૂ.૯,૧૬૭ કરોડ સુધી પહોચ્યો છે, જ્યારે હોલ્ડિંગમાં ૫૦ ટકા વધારો થઈ રહ્યો છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
બોન્ડ યીલ્ડમાં સ્થિરતા યથાવત રહી છે. લાંબા ગાળાના સ્ટેટ ડેવલપમેન્ટ લોન (SDL) પર ૭.૭૦ થી ૭.૮૦ ટકા સુધીનું યીલ્ડ મળતા બુલિશ બાયસ સ્પષ્ટ દેખાઈ છે. બેંક FDમાં મર્યાદિત વળતર હોવાથી બોન્ડ સેગમેન્ટમાં રોકાણકારોનું પોઝિશન બિલ્ડઅપ જોવા મળી રહ્યું છે.
ટ્રેડેડ બોન્ડ્સમાં વોલેટિલિટી નિયંત્રિત દાયરા (રેન્જ બાઉન્ડ)માં છે, પરંતુ ઊંચા યીલ્ડને કારણે બ્રેકઆઉટની સંભાવના નકારી શકાય નહિ.
રોકાણ રણનીતિ :
ઉછાળે નફારૂપી વેચવાલી કરતાં રોકાણકારો લાંબા ગાળાના સરકારી બોન્ડ્સમાં મર્યાદિત જોખમ સાથે પોઝિશન જાળવી રહ્યા છે. ઘટાડે તબક્કાવાર ખરીદી રોકાણકારોને સ્થિર આવક માટે સારો વિકલ્પ પૂરો પાડી રહી છે.
સરકારી બોન્ડ્સમાં ક્રેડિટ જોખમ ઓછું હોવાને કારણે સાવચેતીના માહોલ વચ્ચે પણ આ સેગમેન્ટ મજબૂત રહ્યું છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં આરબીઆઈ રિટેલ ડિરેક્ટ પ્લેટફોર્મ પર એકાઉન્ટ ઓપનિંગ અને ટ્રેડિંગ વોલ્યુમ બંનેમાં વધુ ઉછાળો નોંધાઈ શકે છે. બેંક FDના દરોમાં મર્યાદિત ચાલ યથાવત રહે તો સરકારેના સિક્યોરિટીઝમાં રોકાણકારોની પસંદગી વધુ મજબૂત બનશે.
સરકાર દ્વારા બોન્ડ માર્કેટને ડિજિટલ માધ્યમથી સામાન્ય રોકાણકાર સુધી લાવવાની પહેલ સફળ રહી છે અને આગામી સેશન્સમાં આ વલણ યથાવત રહેવાની સંભાવના છે.




