May 14, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, May 14, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightભારતીય રૂપિયા ફરી રેકોર્ડ તળિયે, ડોલર સામે ૯૫.૪૦ સુધી ઘટાડો…...!!!

ભારતીય રૂપિયા ફરી રેકોર્ડ તળિયે, ડોલર સામે ૯૫.૪૦ સુધી ઘટાડો……!!!

વર્તમાન કારોબારી સેશનમાં ભારતીય રૂપિયામાં ઘટાડો યથાવત રહ્યો છે અને ડોલર સામે કરન્સી ૯૫.૪૦ના નવા રેકોર્ડ તળિયે પહોંચી છે. અગાઉના સેશનમાં પણ રૂપિયા નબળો રહી ૯૫.૨૩ના ક્લોઝિંગ સાથે સમાપ્ત થયો હતો.

આ ઘટાડાના મુખ્ય કારણોમાં મધ્યપૂર્વના વધી રહેલા જીઓપોલિટિકલ ટેન્શન, ઊંચા ક્રૂડ ભાવ અને મજબૂત ડોલરનો સમાવેશ થાય છે. ક્રૂડ લગભગ ૧૧૩ ડોલર પ્રતિ બેરલ નજીક ટ્રેડ થતાં મહંગાઈ અને વેપાર તંગી અંગેની ચિંતાઓ વધુ વધી છે.

બજારના મુખ્ય પરિબળો :

• વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા અને જીઓપોલિટિકલ ચિંતાઓને કારણે સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે.
• ઊંચા ક્રૂડ ભાવ ભારતના વેપાર સંતુલન પર દબાણ વધારી રહ્યા છે.
• ડોલર ઇન્ડેક્સ મજબૂત થતા એશિયન કરન્સીમાં પસંદગીયુક્ત ધોવાણ જોવા મળી રહ્યું છે.
• વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા ઇક્વિટી માર્કેટમાં મર્યાદિત ખરીદી ચાલુ છે, પરંતુ તેની અસર રૂપિયા પર મર્યાદિત રહી છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ રૂપિયા માટે ૯૫.૩૫નું લેવલ તાત્કાલિક રેઝિસ્ટન્સ તરીકે કામ કરતું હતું, પરંતુ વર્તમાન સેશનમાં આ લેવલ ઉપર બ્રેકઆઉટ મળતાં વધુ ઘટાડાની શક્યતા વધી છે. ૯૫.૭૦ નજીક આગામી રેઝિસ્ટન્સ ઝોન માનવામાં આવે છે. નીચેની તરફ ૯૪.૮૦નો સપોર્ટ લેવલ મહત્વનો રહેશે.

રોકાણ રણનીતિ :

• ઉછાળે નફારૂપી વેચવાલી કરન્સી ટ્રેડર્સ માટે યોગ્ય રહી શકે છે.
• ઘટાડે તબક્કાવાર ખરીદી ખૂબ સાવચેતી સાથે કરવી જરૂરી છે.
• વધતી વોલેટિલિટીને ધ્યાનમાં રાખી ટૂંકા ગાળાના ટ્રેડર્સે કડક સ્ટોપલોસ રાખવો આવશ્યક છે.
• ફોરેક્સ અને કોમોડિટી બંને સેગમેન્ટમાં પોઝિશન હળવી રાખવાથી જોખમ ઓછી કરી શકાય છે.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં બજાર રેન્જ બાઉન્ડ થી બેરિશ બાયસ વચ્ચે રહી શકે છે. મધ્યપૂર્વની જીઓપોલિટિકલ પરિસ્થિતિ, ક્રૂડ ભાવ અને ડોલર ઇન્ડેક્સ રૂપિયા માટેની દિશા નક્કી કરશે. વર્તમાન પરિસ્થિતિએ રૂપિયામાં દબાણ યથાવત રહેવાની શક્યતા વધુ છે.

Spread the love

Most Popular