May 14, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, May 14, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Rightસર્વિફાઇ દ્વારા એક્વિઝિશન તૈયારી, IPO પહેલાં વેલ્યુએશનમાં ઉછાળો લક્ષ્ય…...!!!

સર્વિફાઇ દ્વારા એક્વિઝિશન તૈયારી, IPO પહેલાં વેલ્યુએશનમાં ઉછાળો લક્ષ્ય……!!!

વર્તમાન કારોબારી સેશનમાં સર્વિફાઇ તરફથી IPO પહેલાં વેલ્યુએશનમાં ઉછાળો લાવવા માટે એક્વિઝિશન પ્રક્રિયા યથાવત રહી છે. વૈશ્વિક અનિશ્ચિતતા અને વેસ્ટ એશિયામાં જીઓપોલિટિકલ ટેન્શનને કારણે IPO ફાઈલિંગ તાત્કાલિક મુલતવી રાખી કંપની હવે મોટી સ્કેલની ડીલ્સ પર ધ્યાન આપી રહી છે.

કંપનીના સ્થાપક શ્રીવત્સ પ્રભાકરે જણાવ્યું છે કે હાલમાં ચાલી રહેલા કેટલીક વ્યૂહાત્મક કામગીરી સર્વિફાઇને વધુ મજબૂત બનાવશે અને જાહેર બજારમાં પ્રીમિયમ વેલ્યુએશન મેળવવામાં મદદરૂપ થશે.

કંપની વિશે :

મુંબઈ સ્થિત સર્વિફાઇ સ્માર્ટફોન કેર અને વોરંટી સેવાઓ પૂરી પાડે છે. FY૨૫ના અંતમાં કંપની લક્ઝરી વર્ટિકલમાં પ્રવેશી હતી, જેમાં હાઇએન્ડ ઘડિયાળ, બેગ્સ અને આઇવેરનો સમાવેશ થાય છે. કંપની પોતાનો વર્ટિકલ ઉભો કરવાની જગ્યાએ પહેલેથી જ સ્કેલ ધરાવતી કંપનીઓના એક્વિઝિશન તરફ વધુ ઉત્સુક છે.

ભારત તથા આંતરરાષ્ટ્રીય બજારમાં સર્વિફાઇ એવી ટેક કંપનીઓ શોધી રહ્યું છે જે ટેકનોલોજી દ્વારા ઓપરેશનલ ખર્ચ ઘટાડવામાં સહાય કરે. IPO યોજના રૂપરેખા મુજબ માર્ચ ક્વાર્ટરમાં હતી, જેમાં કુલ રૂ.૩૦૦ મિલિયન ડોલર ઉછેરવાનો પ્રયાસ છે.

નાણાકીય પરિણામો :

FY૨૫માં સર્વિફાઇની ઓપરેટિંગ આવક રૂ.૬૭૫ કરોડથી વધીને રૂ.૭૮૧ કરોડ થઈ છે. FY૨૪માં રૂ.૯૯ કરોડના નુકસાનની સામે FY૨૫માં નુકસાન ઘટીને રૂ.૮૫ કરોડ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય વિસ્તરણને કારણે ખર્ચોમાં વધારો નોંધાયો હતો.

પ્રભાકરે જણાવ્યું હતું કે FY૨૬માં કંપની નફાકારક સ્તર સુધી પહોંચી ગઈ છે, પરંતુ ઓડિટ પૂર્ણ ન થતા આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. ઓપરેશનલ ખર્ચ ઘટાડવા માટે સર્વિફાઇએ એઆઇ આધારિત વૉઇસબોટ અને ઓટોમેશનનો ઉપયોગ વધાર્યો છે, જેના કારણે ડેવલપમેન્ટ અને સપોર્ટ હાયરિંગ હાલ સ્થિર રાખવામાં આવ્યું છે.

બજારના મુખ્ય પરિબળો :

IPO બજારમાં જીઓપોલિટિકલ પરિસ્થિતિને કારણે સાવચેતીનો માહોલ યથાવત છે. ફોનપે, ક્યુરફૂડ્સ અને ટર્ટલમિન્ટ જેવી અન્ય કંપનીઓએ પણ IPO યોજનાઓ મુલતવી રાખી છે. સર્વિફાઇ માટે વૈશ્વિક વોલેટિલિટી મહત્વનું પરિબળ બની રહ્યું છે.

કંપનીએ જાન્યુઆરીમાં રૂ.૧૫ મિલિયન ડોલરનું ફંડિંગ મેળવ્યું હતું, જેમાં મોટાભાગનો ભાગ સેકન્ડરી હતો જેથી પ્રથમ તબક્કાના રોકાણકારોને લિક્વિડિટી ઉપલબ્ધ થઈ શકે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં સર્વિફાઇ માટે IPO તરફનું આગળનું પગલું બજારની સ્થિરતા પર નિર્ભર રહેશે. મેનેજમેન્ટ મુજબ કંપની યોગ્ય સમયમાં ડ્રાફ્ટ પેપર ફાઈલ કરવા તૈયાર છે. ફોન ઇન્શ્યોરન્સ માર્કેટ રૂ.૪૪ બિલિયન ડોલરથી વધીને વર્ષ ૨૦૩૪ સુધી રૂ.૮૭ બિલિયન ડોલર સુધી પહોંચવાની સંભાવના છે, જે સર્વિફાઇની લાંબા ગાળાની પોઝિશનને મજબૂત બનાવે છે.

Spread the love

Most Popular