April 25, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Saturday, April 25, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftએચએસબીસી દ્વારા ભારતને અન્ડરવેઈટ રેટિંગ – મોંઘવારી અને માંગમાં ઘટાડાની ચિંતાઓ તેજ…...!!!

એચએસબીસી દ્વારા ભારતને અન્ડરવેઈટ રેટિંગ – મોંઘવારી અને માંગમાં ઘટાડાની ચિંતાઓ તેજ……!!!

વર્તમાન કારોબારી સેશનમાં વૈશ્વિક બ્રોકરેજ એચએસબીસીએ ભારતીય ઇક્વિટી માર્કેટ અંગે વધુ સાવચેતીભરેલો અભિગમ અપનાવ્યો છે. કંપનીએ ભારતને ‘ન્યૂટ્રલ’માંથી ‘અન્ડરવેઈટ’ રેટિંગ આપ્યું છે, જે બજારમાં બેરિશ બાયસ સાથે સાવચેતીનો માહોલ સર્જે છે.

બ્રોકરેજ મુજબ મોંઘવારીનો દબાણ, ઊંચા એનર્જી ભાવ અને ઘરેલુ માંગમાં ઘટાડો – આ ત્રણ મુખ્ય પરિબળો આવનારા સમયના કોર્પોરેટ કમાણી પર સીધી અસર કરી શકે છે.

બજારના મુખ્ય પરિબળો :

એચએસબીસીનું મત છે કે હાલના ૧૬ ટકા કમાણી વૃદ્ધિના અંદાજોમાં આગામી મહિનાઓમાં ઘટાડો દેખાઈ શકે છે. ભારતનું આયાત આધારિત એનર્જી મોડલ ઊંચા ક્રૂડ અને ગેસના ભાવ સામે નબળું છે, જેના કારણે વિવિધ સેક્ટરમાં ખર્ચમાં વધારો અને પ્રોફિટેબિલિટીમાં ઘટાડો યથાવત રહ્યો છે.

ઉોચા એનર્જી ભાવ ચૂંટણી બાદ ઇંધણના ભાવમાં વધારો લાવી શકે છે, જે ગ્રાહકોના ખર્ચ પર સીધી અસર કરશે. આ પરિસ્થિતિ તાજેતરમાં મોંઘવારી દબાણ વધારશે અને ઘરેલુ માંગમાં ધોવાણ લાવી શકે છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરમાં લોન ગ્રાહકો માટે કડક પરિસ્થિતિ ઉભી થઈ શકે છે, જેના કારણે એનપીએમાં વધારો થવાની શક્યતા છે. બેન્કિંગ ક્ષેત્રમાં બેરિશ બાયસ દેખાઈ રહી છે. આ સાથે આઈટી અને સોફ્ટવેર સર્વિસિસ સેક્ટર માટે પણ ઓટોમેશન અને એઆઈના વધતા પ્રયોગને કારણે સાવચેતીનું વલણ છે.

હાલમાં એચએસબીસીએ પ્રાઈવેટ બેન્કિંગ, મેટલ્સ અને હેલ્થકેર જેવા સેક્ટરોમાં પસંદગીયુક્ત તક યથાવત હોવાનું જણાવ્યું છે, જે રોકાણકારો માટે મધ્યમ ગાળામાં ફાયદાકારક બની શકે છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ બજારમાં વોલેટિલિટી વધી રહી છે. ઉચ્ચ લેવલ્સ પર રેઝિસ્ટન્સ મજબૂત છે, જ્યારે તાજેતરના સુધારામાં સપોર્ટ લેવલનું પરીક્ષણ વારંવાર થઈ રહ્યું છે. જો ક્લોઝિંગ નબળી રહે તો આગામી દિવસોમાં બજાર રેન્જ બાઉન્ડ થી નેગેટિવ વલણ દાખવી શકે છે. હાઈ-બીટા શેરોમાં સાવચેતી જરૂરી બને છે.

રોકાણ રણનીતિ :

• ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ જરૂરી

• ઉછાળે નફારૂપી વેચવાલી

• ઘટાડે તબક્કાવાર ખરીદી

• ઉચ્ચ વોલેટિલિટી સેક્ટરમાં પોઝિશન મર્યાદિત રાખવી

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં વૈશ્વિક મોંઘવારી, ક્રૂડના ભાવ અને વિદેશી રોકાણના પ્રવાહ બજારની દિશાને નક્કી કરશે. રૂપિયો નીચા લેવલ પર ટકાયેલો હોવાથી વિદેશી રોકાણકારોમાં સાવચેતીનો માહોલ યથાવત છે. જો સાઈકલિકલ રિકવરી મજબૂત નહીં બને તો માર્કેટ વેલ્યુએશન રોકાણમાં મર્યાદા લાવી શકે છે. લાંબા ગાળાના રોકાણકારોએ ક્વોલિટી સેગમેન્ટમાં ધીરજ સાથે પોઝિશન જાળવવી યોગ્ય રહેશે.

Spread the love

Most Popular