વર્તમાન કારોબારી સેશનમાં વૈશ્વિક નાણાકીય પ્રવાહોની વચ્ચે ભારત તરફથી એફડીઆઈ આઉટફ્લોમાં થોડો ઘટાડો અને કરન્સી મૂવમેન્ટમાં વોલેટિલિટી યથાવત રહ્યો છે. ન્યૂયોર્કમાં યોજાયેલા એક રાઉન્ડ-ટેબલ દરમ્યાન આરબીઆઈ ગવર્નર સંજય મલોત્રાએ જણાવ્યું કે આ ટૂંકાગાળાના ફેરફારો ચક્રાંતરિક સ્વરૂપ ધરાવે છે અને આરબીઆઈ દ્વારા તેની સાવચેતીપૂર્વક દેખરેખ રાખવામાં આવી રહી છે.
મલોત્રાએ જણાવ્યું કે ચાલુ સુધારાઓના માધ્યમથી નિયમનકારી પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી રહી છે, વિદેશી રોકાણકારો માટે માર્કેટ એક્સેસ વધારવાનો પ્રયાસ ચાલુ છે તેમજ ઑનશોર–ઓફશોર બજાર વચ્ચે વધુ સમન્વય લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રાઉન્ડ-ટેબલમાં ૧૦૦થી વધુ નાણાકીય સંસ્થાઓ, ઇન્વેસ્ટમેન્ટ ફર્મ્સ અને નીતિ પ્રતિનિધિઓ હાજર રહ્યા. આરબીઆઈની ચીફ જનરલ મેનેજર ડિમ્પલ ભાંડિયાએ ભારતની મજબૂત માક્રો આર્થિક સ્થિતિ, સ્થિર નીતિ માળખું અને મજબૂત નાણાકીય ક્ષેત્ર વિશે વિગતવાર રજૂઆત કરી.
બજારના મુખ્ય પરિબળો :
• મલોત્રાએ જણાવ્યું કે નેટ એફડીઆઈ આઉટફ્લોમાં દેખાતા બદલાવ ટૂંકાગાળાના છે અને ચક્રાંતરિક સ્વભાવ ધરાવે છે.
• કરન્સી મૂવમેન્ટમાં વોલેટિલિટી વધવા છતાં આરબીઆઈ દ્વારા સાવચેતીનો માહોલ જાળવવામાં આવ્યો છે.
• વર્તમાન આંકડા મુજબ દેશમાં જીડિપી આધારિત કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ આશરે ૧.૧ ટકા સુધી મર્યાદિત છે, જે વિદેશી રોકાણકારો માટે સ્થિર સંકેત આપે છે.
• લગભગ ૭૦૦ અબજ યુએસ ડૉલર જેટલા મજબૂત ફોરેક્સ રિઝર્વ્સ આરબીઆઈ માટે વધારાનું સપોર્ટ લેવલ પૂરું પાડે છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
• આરબીઆઈના નિવેદન બાદ કરન્સી–લિંક્ડ સેક્ટર્સમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે.
• નાણાકીય સેવાઓ અને બેન્કિંગ સેક્ટરમાં સંસ્થાગત રોકાણકારોની પસંદગીયુક્ત નજર યથાવત રહી છે.
• વૈશ્વિક વોલેટિલિટી વચ્ચે ડિફેન્સિવ સેક્ટર્સમાં મર્યાદિત ખરીદી નોંધાઈ રહી છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
• કરન્સી માર્કેટમાં રેઝિસ્ટન્સ ઝોન નજીક મૂવમેન્ટ અટકી રહેવાની સંભાવના છે.
• નીચેની તરફ સપોર્ટ લેવલ તૂટે તો વધુ ઘટાડાની શક્યતા નકારી શકાય નહીં.
• ફોરેક્સ આધારિત ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં નફારૂપી વેચવાલી વધતા ટેકનિકલ ચાર્ટ મુજબ રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ યથાવત રહી શકે છે.
રોકાણ રણનીતિ :
• કરન્સી આધારિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં સ્ટોપલોસ સાથે પોઝિશન જાળવવી જરૂરી છે.
• ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ અનુસરવી યોગ્ય રહેશે.
• પ્રોફિટ બુકિંગને કારણે થતા ટૂંકાગાળાના ધોવાણમાં સાવચેતી જરૂરી છે.
ભાવિ દિશા :
• આગામી દિવસોમાં આરબીઆઈની દેખરેખ વધુ કડક બનતાં કરન્સી માર્કેટ રેન્જ બાઉન્ડ રહેવાની સંભાવના છે.
• વૈશ્વિક ફંડ ફ્લો, અમેરિકન માર્કેટના સંકેતો તથા જીઓપોલિટિકલ પરિસ્થિતિ ભારતીય કરન્સી પર સીધી અસર કરશે.
• મલોત્રાએ ઉમેર્યું કે ભારત આગામી વર્ષોમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે, જે વિદેશી રોકાણકારો માટે બુલિશ બાયસ સર્જે છે.





