HomeBusiness News - RightRBI દ્વારા બેન્કોના કેપિટલ માર્કેટ એક્સપોઝર નિયમોમાં સુધારા અમલમાં ૩ મહિનાનો મોકૂફ…...!!!

RBI દ્વારા બેન્કોના કેપિટલ માર્કેટ એક્સપોઝર નિયમોમાં સુધારા અમલમાં ૩ મહિનાનો મોકૂફ……!!!

વર્તમાન કારોબારી સેશનમાં RBI દ્વારા બેન્કોના કેપિટલ માર્કેટ એક્સપોઝર સંબંધિત મહત્વપૂર્ણ સુધારાઓના અમલને ૩ મહિના માટે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. હવે આ સુધારા ૧ જુલાઈથી અમલમાં આવશે. Stakeholders તરફથી મળેલા પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના પરિણામે બજારમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે.

ભારતીય કોર્પોરેટ્સની અક્વિઝિશન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, CMI માટેનું નવું ફ્રેમવર્ક અને શેર-આધારિત લોન નિયમોમાં RBI દ્વારા વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે.

બજારના મુખ્ય પરિબળો :
• RBI એ અક્વિઝિશન ફાઇનાન્સ માટે નવી માર્ગદર્શન આપ્યું છે, જેમાં મર્જર અને એમાલ્ગમેશનને પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
• નોન-ફાઇનાન્સિયલ ટાર્ગેટ કંપનીમાં કન્ટ્રોલ મેળવવા માટે જ અક્વિઝિશન ફાઇનાન્સ મંજૂર થશે.
• CMI માટે પ્રોપ્રાયટરી ટ્રેડિંગ ફાઇનાન્સિંગ માત્ર ૧૦૦% કોલેટરલ સાથે જ સંભવ રહેશે.
• IPO, FPO તથા ESOP માટે વ્યક્તિગત લોનની મર્યાદા હવે સમગ્ર બેન્કિંગ સિસ્ટમ સ્તર પર લાગુ પડશે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :
RBIના આ નિર્ણય પછી બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટરમાં વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા છે. સેક્ટરમાં પસંદગીયુક્ત ધોવાણ જોવામાં આવી શકે છે કારણ કે નિયમોમાં ફેરફારથી નિકટવર્તી ગાળામાં અનિશ્ચિતતા વધે છે. ટેકનિકલ ચાર્ટ મુજબ ફાઇનાન્સિયલ સ્ટોક્સ માટે રેઝિસ્ટન્સ નજીક મજબૂત ક્લોઝિંગ આવશ્યક રહેશે, નહીં તો ઘટાડો વધવાની સંભાવના છે.

રોકાણ રણનીતિ :
• ઉછાળે નફારૂપી વેચવાલી ચાલુ રહેવાની શક્યતા.
• ઘટાડે તબક્કાવાર ખરીદી પર ધ્યાન કેન્દ્રિત કરવું.
• ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ અનિવાર્ય.
• નિયમોની સંપૂર્ણ સ્પષ્ટતા સુધી સાવચેતી દાખવવી જરૂરી.

ભાવિ દિશા :
આગામી સેશન્સમાં બજાર રેન્જ બાઉન્ડ રહી શકે છે. RBIના સુધારા ૧ જુલાઈથી અમલમાં આવશે એ પહેલાં બેન્કિંગ અને ફાઇનાન્સ સ્ટોક્સમાં સેક્ટર-સ્પેસિફિક વોલેટિલિટી વધવાનો અંદાજ છે. બજારમાં મર્યાદિત ખરીદી અને પસંદગીયુક્ત પોઝિશનિંગ રોકાણકારો માટે યોગ્ય રહેશે.

Spread the love

Most Popular