HomeBusiness News - Leftરોકાણ માટે સૌથી મૈત્રીપૂર્ણ રાજ્યોમાં ગુજરાત મોખરે...!!!

રોકાણ માટે સૌથી મૈત્રીપૂર્ણ રાજ્યોમાં ગુજરાત મોખરે…!!!

નીતિ આયોગ દ્વારા તાજેતરમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, ભારતના રાજ્યોમાં રોકાણ માટે સૌથી અનુકૂળ વાતાવરણ ધરાવતા રાજ્યોની યાદીમાં ગુજરાત પ્રથમ ક્રમે છે.

ઇન્ડેક્સના મુખ્ય પરિબળો :

આ ઇન્ડેક્સ મુખ્યત્વે આઠ મહત્વપૂર્ણ સ્તંભો પર આધારિત છે: ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ ક્લાયમેટ, રિસોર્સીસ, સરકારી નીતિ, રેગ્યુલેટરી ઈઝ, ઇન્સ્ટિટ્યુશનલ એન્વાયરમેન્ટ, ફાઇનાન્શિયલ હેલ્થ અને એન્વાયરમેન્ટલ રેઝિલિયન્સ. આ આંકડાઓ રાજ્યોમાં રોકાણ આકર્ષક બનાવતા પરિબળો અને રોકાણકારો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોનું વિશ્લેષણ કરે છે.

રાજ્યોનું પ્રદર્શન :

ગુજરાતે 56.6 ના સ્કોર સાથે સમગ્ર રાષ્ટ્રીય સ્તરે ટોચનું સ્થાન મેળવ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ ક્લાયમેટ અને ફાઇનાન્શિયલ હેલ્થમાં ગુજરાતનું પ્રદર્શન મજબૂત રહ્યું છે. મહારાષ્ટ્ર 53.7 સ્કોર સાથે બીજા ક્રમે છે, જે મુખ્યત્વે બિઝનેસ ક્લાયમેટમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે આગળ છે. તમિલનાડુ 53.3 સ્કોર સાથે ત્રીજા ક્રમે રહ્યું છે. મોટા રાજ્યોમાં બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ છેલ્લા ત્રણ સ્થાને છે, જ્યારે લક્ષદવીપ સૌથી નીચલા સ્થાને રહ્યું છે.

ભાવિ દિશા :

નીતિ આયોગના વાઈસ ચેરમેન અશોક કુમાર લાહિરીના જણાવ્યા અનુસાર, ભારતની વર્તમાન ઇન્વેસ્ટમેન્ટ રેટ આશરે 25% છે. ઉત્પાદક ક્ષમતા વધારવા, મેન્યુફેક્ચરિંગ મજબૂત કરવા અને ગુણવત્તાયુક્ત રોજગારી ઉભી કરવા માટે વધુ રોકાણની જરૂર છે. આગામી દિવસોમાં, આ ઇન્ડેક્સ રાજ્યો વચ્ચે સુધારાઓ અને વધુ સારા ઇકોસિસ્ટમ માટે સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું કરશે.

Spread the love

Most Popular