HomeBusiness News - Leftટેસ્લાના ચીન બિઝનેસ વિભાજનના અહેવાલો નકાર્યા: એલોન મસ્કનું 'ફેક ન્યૂઝ' કથન...!!!

ટેસ્લાના ચીન બિઝનેસ વિભાજનના અહેવાલો નકાર્યા: એલોન મસ્કનું ‘ફેક ન્યૂઝ’ કથન…!!!

એલોન મસ્કે ટેસ્લાના ચીન બિઝનેસને અલગ કરવાની અફવાઓને “ફેક ન્યૂઝ” ગણાવીને સખત રીતે નકારી કાઢી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, ટેસ્લાના એડવાઈઝર્સે સ્પેસ-એક્સ સાથેના સંભવિત જોડાણ પહેલા ચીન કામગીરીને અલગ કરવા માટે વિવિધ વિકલ્પો જેવા કે સ્પિન-ઓફ અથવા વેચાણ અંગે વિચારણા કરી હતી. જોકે, મસ્કે એક્સ પર આને “અસત્ય સમાચાર” ગણાવ્યા છે. આ અહેવાલ બાદ ટેસ્લાના શેરમાં અંદાજે ૨%નો ઉછાળો જોવા મળ્યો હતો.

કંપની વિશે :

ટેસ્લા માટે ચીનનું શંઘાઈ જાયગાફેક્ટરી અત્યંત મહત્વનું છે, જે કંપનીનું સૌથી મોટું અને સૌથી વધુ ઉત્પાદક ઉત્પાદન કેન્દ્ર છે. આ ફેક્ટરી યુરોપ, કેનેડા અને એશિયા-પેસિફિક બજારો માટે મુખ્ય નિકાસ હબ તરીકે કામ કરે છે. ટેસ્લાના વૈશ્વિક વાહનોના વિતરણમાં આ પ્લાન્ટનો હિસ્સો ૫૦% થી વધુ રહ્યો છે અને તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૯૫૦,૦૦૦ થી વધુ વાહનોની છે.

બજારના મુખ્ય પરિબળો :

બજારમાં અત્યારે આ વિષય પર મોટી ચર્ચા ચાલી રહી છે. સ્પેસ-એક્સ એક મહત્વપૂર્ણ US ડિફેન્સ કોન્ટ્રાક્ટર છે, જ્યારે ટેસ્લા ચીનમાં મોટા પાયે ઉત્પાદન કરે છે. આથી, બંને કંપનીઓના જોડાણ સામે જીઓપોલિટિકલ અને રેગ્યુલેટરી પડકારો આવવાની શક્યતા છે. મસ્કે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકન બિઝનેસને સ્વતંત્ર રાખવા માટે US અને ચીન કામગીરી વચ્ચે સ્પષ્ટ તફાવત જાળવવો જરૂરી છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં ટેસ્લા અને સ્પેસ-એક્સ વચ્ચેના ટેકનોલોજીકલ જોડાણને કારણે બજારમાં વોલેટિલીટી જોવા મળી શકે છે. જોકે મસ્કે હાલના અહેવાલોને નકાર્યા છે, પરંતુ તેમણે અગાઉ ટેસ્લા અને સ્પેસ-એક્સ વચ્ચેના વધતા જોડાણની શક્યતાઓને સંપૂર્ણપણે નકારી નથી. રોકાણકારોએ આ વિષય પર સાવચેતી રાખવી જોઈએ.

Spread the love

Most Popular