HomeBusiness News - Rightઅરવિંદ સ્માર્ટસ્પેસ દ્વારા ESOP ટ્રસ્ટની ખરીદી સાથે કર્મચારીઓનું ઓનરશિપ મજબૂત...!!!

અરવિંદ સ્માર્ટસ્પેસ દ્વારા ESOP ટ્રસ્ટની ખરીદી સાથે કર્મચારીઓનું ઓનરશિપ મજબૂત…!!!

અરવિંદ સ્માર્ટસ્પેસ લિમિટેડ દ્વારા કર્મચારીઓમાં ઓનરશિપ વધારવાના ઉદ્દેશ્ય સાથે સ્થાપિત ESOP ટ્રસ્ટે સેકન્ડરી માર્કેટમાંથી આશરે ૧ ટકા હિસ્સેદારી ખરીદી છે. કંપનીએ BSE અને NSEમાં ફાઈલ કરેલા રિપોર્ટ મુજબ ૨૭ માર્ચે કુલ ૪,૫૮,૬૭૦ શેરોની ખરીદી પૂર્ણ થઈ હતી.

આ પગલું તાજેતરમાં જ પ્રોમોટર ગ્રુપ દ્વારા થયેલી અંદાજે ૪ ટકા વધારાની હિસ્સેદારીની ખરીદી પછી આવ્યું છે, જેના કારણે પ્રોમોટર હિસ્સો ૪૯.૮૩ ટકા પરથી વધીને ૫૩.૮૩ ટકા થયો છે.

કંપની વિશે :

અરવિંદ સ્માર્ટસ્પેસે ‘અરવિંદ સ્માર્ટસ્પેસ લિમિટેડ – એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન સ્કીમ ૨૦૨૫’ અને જૂની ‘અરવિંદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ESOP પ્લાન ૨૦૧૬’ને ટ્રસ્ટ રૂટ દ્વારા અમલી બનાવવા નિર્ણય કર્યો છે. કંપની મુજબ આ માળખું કર્મચારીઓને લાંબા ગાળે કંપનીની વૃદ્ધિ સાથે જોડાયેલી પોઝિશન રાખવામાં મદદરૂપ બનશે.

કંપનીના મેનેજમેન્ટમાં કુલીન લાલભાઈએ જણાવ્યું કે કર્મચારીઓને ઓનરશિપ આપવામાંથી પરફોર્મન્સ, એન્ગેજમેન્ટ અને લાંબા ગાળાનું યોગદાન મજબૂત થશે.

બજારના મુખ્ય પરિબળો :

તાજેતરના ટ્રાન્ઝેક્શન્સ બાદ બજારમાં કંપની પ્રત્યે બુલિશ બાયસ યથાવત રહ્યો છે. પ્રોમોટર દ્વારા સતત ખરીદી અને ટ્રસ્ટ દ્વારા સેકન્ડરી માર્કેટમાંથી લેવાયેલી પોઝિશન બંનેથી રોકાણકારોમાં મજબૂત વિશ્વાસ દેખાય છે. બજારમાં વોલેટિલિટી હોવા છતાં કંપની સંબંધિત સેન્ટિમેન્ટ મજબૂત રહેતું જોવા મળે છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ શેરમાં પહેલાં જોવા મળેલું પસંદગીયુક્ત ધોવાણ હવે થોભતું નજરે પડે છે. ઉપરની તરફ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ માટે મજબૂત ક્લોઝિંગ આવશ્યક છે. જો આ લેવલ પાર થશે તો આગામી દિવસોમાં વધુ ઉછાળો જોવા મળી શકે છે, જ્યારે સપોર્ટ લેવલ નજીક સાવચેતી જરૂરી રહેશે.

રોકાણ રણનીતિ :

• ઉછાળે નફારૂપી વેચવાલી ચાલુ રાખવી.
• ઘટાડે તબક્કાવાર ખરીદી દ્વારા પોઝિશન મેનેજ કરવી.
• વોલેટિલિટી યથાવત હોવાના કારણે કડક સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ યોગ્ય.
• લાંબા ગાળાના રોકાણકારો માટે કંપનીના ફંડામેન્ટલ્સ ક્વોલિટી મુજબ મજબૂત ગણાય છે.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં બજાર રેન્જ બાઉન્ડ રહેવાની શક્યતા વચ્ચે કંપનીમાં સેન્ટિમેન્ટ મજબૂત રહેવાની ધારણા છે. ટ્રસ્ટ રૂટ દ્વારા ESOP અમલી થવાથી ડાયલ્યુશનની શક્યતા ઘટી છે, જે રોકાણકારો માટે પોઝિટિવ માનવામાં આવે છે.

Spread the love

Most Popular