ગ્રોવેલ ફોર્મ્યુલેશન્સ પ્રા. લિ. એ પ્રોવેટ ફાર્મામાં વ્યૂહાત્મક રોકાણની જાહેરાત કરી છે, જે કંપની માટે પોલ્ટ્રી સેગમેન્ટમાં પ્રથમ મહત્વપૂર્ણ પગલું ગણાય છે. જો કે રોકાણની રકમ જાહેર કરવામાં આવી નથી, મેનેજમેન્ટના જણાવ્યા મુજબ આ ભાગીદારી આગામી દિવસોમાં કંપનીના પોર્ટફોલિયો માટે મજબૂત વિસ્તરણ સાબિત થઈ શકે છે.
વર્તમાન કારોબારી સેશનમાં એનિમલ હેલ્થકેર સંબંધિત કંપનીઓમાં પસંદગીયુક્ત ખરીદી યથાવત રહી છે, જ્યારે વોલેટિલિટી વચ્ચે રોકાણકારો તરફથી સાવચેતીનો માહોલ જોવા મળ્યો છે.
કંપની વિશે :
ગ્રોવેલ ફોર્મ્યુલેશન્સ એક્વા હેલ્થકેર અને પોષણ ક્ષેત્રમાં કાર્યરત કંપની છે અને હવે પ્રોવેટ ફાર્મા સાથેની ભાગીદારી દ્વારા પોલ્ટ્રી હેલ્થકેર ક્ષેત્રમાં પ્રવેશ કરી રહી છે. પ્રોવેટ ફાર્માનું સ્થાપન વર્ષ ૨૦૦૯માં થયું હતું અને કંપની પોલ્ટ્રી તથા એક્વા બંને સેગમેન્ટમાં સક્રિય છે. પાન-ઈન્ડિયા ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ધરાવતી આ કંપની તાજેતરમાં નિકાસ બજારમાં પણ પ્રવેશી છે.
આ ભાગીદારી બાદ બંને કંપનીઓ મળીને ખેડૂતો અને ઈન્ટિગ્રેટર્સ માટે વધુ વ્યાપક હેલ્થ સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે કાર્ય કરશે.
બજારના મુખ્ય પરિબળો :
પોલ્ટ્રી સેગમેન્ટમાં પ્રોટીનની વધતી માંગને કારણે વૃદ્ધિ યથાવત છે. સુધરતી ફીડ ટેકનોલોજી, ઉત્પાદન ક્ષમતા અને પ્રિવેન્ટિવ હેલ્થકેર પર વધતા ધ્યાનને કારણે આ ક્ષેત્રમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગ્રોવેલના જણાવ્યા મુજબ પશુ પોષણ અને વેલનેસ ક્ષેત્રના ડાયવર્સિફિકેશનમાં આ ડીલ મહત્વપૂર્ણ બની શકે છે.
કોર્પોરેટ ફાઈનાન્સ સલાહકાર તરીકે ડિલોઈટ ઈન્ડિયા અને વેદા કોર્પોરેટ એડવાઈઝર્સે આ વ્યવહારમાં ભૂમિકા નિભાવી હતી.
સેક્ટર દૃષ્ટિકોણ :
એનિમલ હેલ્થકેર ક્ષેત્રમાં તાજેતરના મહિનાઓ દરમિયાન મર્યાદિત પરંતુ સ્થિર ઉછાળો યથાવત રહ્યો છે. પસંદગીયુક્ત કંપનીઓમાં પોઝિશન વધતી જણાઈ રહી છે, ખાસ કરીને તે કંપનીઓમાં જે પોલ્ટ્રી તથા ફિશરીઝ બંને ક્ષેત્રોમાં કાર્યરત છે.
રોકાણ રણનીતિ :
• ઉછાળે નફારૂપી વેચવાલી અનુકૂળ
• ઘટાડે તબક્કાવાર ખરીદી યોગ્ય
• સેક્ટર આધારિત પોઝિશન જાળવતી વખતે સાવચેતી જરૂરી
ભાવિ દિશા :
આગામી દિવસોમાં એનિમલ હેલ્થકેર અને પોલ્ટ્રી સેક્ટરમાં રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ યથાવત રહેવાની સંભાવના છે. ગ્રોવેલ અને પ્રોવેટની ભાગીદારી બાદ બજાર કંપનીના બિઝનેસ મોડલમાં મજબૂત વૃદ્ધિની અપેક્ષા રાખી રહ્યું છે.







