May 14, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, May 14, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftઇન્ડિગોમાં અલોક સિંહની મહત્વપૂર્ણ નિમણૂક…...!!!

ઇન્ડિગોમાં અલોક સિંહની મહત્વપૂર્ણ નિમણૂક……!!!

વર્તમાન કારોબારી સેશનમાં એવિએશન સેક્ટરમાં નેતૃત્વ સ્તરે એક મહત્વપૂર્ણ ફેરફાર નોંધાયો છે. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ પૂર્વ એર ઇન્ડિયા એક્સપ્રેસના CEO રહેલા અલોક સિંહને ચીફ સ્ટ્રેટેજી ઓફિસર તરીકે નિમણૂકની જાહેરાત કરી છે.

આ નિમણૂક CEO પીટર્સ એલ્બર્સના અચાનક રાજીનામા બાદ કંપનીમાં થયેલા પ્રથમ મોટા ફેરફાર તરીકે જોવામાં આવી રહી છે, જ્યારે સંસ્થાપક રાહુલ ભાટિયા હાલ ઇન્ટેરિમ CEO તરીકે કાર્યરત છે.

કંપની વિશે :

કંપનીના જણાવ્યા મુજબ અલોક સિંહ ઇન્ડિગોની લાંબા ગાળાની સ્ટ્રેટેજિક દિશા, ઓપરેશનલ કાર્યક્ષમતા અને વૈશ્વિક સ્પર્ધામાં મજબૂત પોઝિશન બનાવવા માટે કાર્ય કરશે. શરૂઆતમાં તેઓ ઇન્ટેરિમ CEO રાહુલ ભાટિયાને રિપોર્ટ કરશે અને નવા CEO જોડાયા બાદ રિપોર્ટિંગ માળખામાં ફેરફાર થશે.

અલોક સિંહ ૬ એપ્રિલથી કાર્યભાર સંભાળશે. તેમણે એર ઇન્ડિયા એક્સપ્રેસ તથા એર એશિયા ઇન્ડિયાના મર્જર, ફ્લીટ હાર્મોનાઇઝેશન અને રૂટ નેટવર્કની પુનરસંરચના જેવા મહત્વના કાર્યો સફળતાપૂર્વક સંભાળ્યા છે.

બજારના મુખ્ય પરિબળો :

ઇન્ડિગો હાલમાં વાયડ-બોડી એરક્રાફ્ટ ઉમેરવા અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ છે. વર્તમાન પરિસ્થિતિમાં સ્ટ્રેટેજિક લેવલ પર મજબૂત નેતૃત્વ અનિવાર્ય બનતું જતા માર્કેટ નિરીક્ષકો સિંહની નિમણૂકને સકારાત્મક સંકેત માનતા જોવા મળે છે.

ડિસેમ્બરમાં પાઇલટ રેસ્ટ નોર્મ્સમાં બ્રેકડાઉનને કારણે ઇન્ડિગોને અંદાજે ૪,૫૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી, જેના કારણે ઓપરેશનલ દબાણ વધ્યું હતું. ત્યારબાદ DGCA દ્વારા ૧૦% વિન્ટર શેડ્યૂલ ઘટાડો અને ₹૨૨ કરોડથી વધુના દંડનો ભાર કંપની પર વધારાયો હતો.

સેક્ટર દૃષ્ટિકોણ :

એવિએશન સેક્ટરમાં વોલેટિલિટી યથાવત રહે છે. ઇંધણના ભાવ, મુસાફરીની આંતરરાષ્ટ્રીય માંગ અને કંપનીઓની નાણાકીય સ્થિતિ – આ ત્રણેય પરિબળો સેક્ટરના ટ્રેન્ડ નક્કી કરે છે. ઇન્ડિગોના શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી મર્યાદિત ચળવળ છે, જયારે બજારમાં પસંદગીયુક્ત ધોવાણ દેખાય છે.

ભાવિ દિશા :

બજાર વિશ્લેષકોના મત મુજબ આગામી દિવસોમાં ઇન્ડિગો માટે સ્ટ્રેટેજિક સ્તરે મજબૂત પોઝિશન જાળવવું આવશ્યક છે. આંતરરાષ્ટ્રીય રૂટ એક્સપાન્શન અને ઓપરેશનલ કાર્યક્ષમતાના નિર્ણયો કંપની માટે બુલિશ બાયસ રાખવામાં સહાયરૂપ બની શકે છે. છતાં તાજેતરના ઓપરેશનલ પડકારોને ધ્યાનમાં લેતાં સાવચેતીનો માહોલ યથાવત રહેવાની શક્યતા છે.

Spread the love

Most Popular