May 14, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, May 14, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftકોઇન્ડીસીએક્સના સહ-સ્થાપકોની ધરપકડ : ક્રિપ્ટો સેક્ટરમાં સાવચેતીનો માહોલ...!!!

કોઇન્ડીસીએક્સના સહ-સ્થાપકોની ધરપકડ : ક્રિપ્ટો સેક્ટરમાં સાવચેતીનો માહોલ…!!!

થાણે પોલીસે ક્રિપ્ટો પ્લેટફોર્મ કોઇન્ડીસીએક્સના સહ-સ્થાપકો સુમિત ગુપ્તા અને નીરજ ખંડેલવાલને છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી છે. આ પગલાં બાદ ડિજિટલ ફાઇનાન્સ અને ક્રિપ્ટોકરન્સી સેગમેન્ટમાં સાવચેતીનો માહોલ સર્જાયો છે. પોલીસ મુજબ લગભગ ₹૭૧.૬૦ લાખના છેતરપિંડી કેસમાં બંને સામે પૂછપરછ ચાલી રહી છે. બીજી બાજુ, કંપનીએ આ આરોપોને ખોટા ગણાવ્યા છે અને ફરિયાદને તેમની બ્રાન્ડના દુરૂપયોગનું પરિણામ ગણાવ્યું છે.

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે ઇમ્પરસોનેટર્સ દ્વારા તેમની બ્રાન્ડ નામનો ઉપયોગ કરી રોકાણકારોને છેતરાયા છે અને કોઇન્ડીસીએક્સનો આ પ્રવૃત્તિઓ સાથે કોઇ સીધો સંબંધ નથી.

કંપની વિશે :

કોઇન્ડીસીએક્સે જણાવ્યું હતું કે એપ્રિલ ૨૦૨૪ થી જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન તેમણે ૧૨૦૦ થી વધુ ખોટી વેબસાઇટ્સ સામે કાર્યવાહી શરૂ કરી હતી. બ્રાન્ડ ઇમ્પરસોનેશનના લીધે કંપનીની પ્રતિષ્ઠા પર અસર થઈ રહી છે અને સંબંધિત તપાસમાં તેઓ સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે. જાહેરને સાવચેત રહેવા માટે સતત ચેતવણી સંદેશો પણ જાહેર કરવામાં આવ્યા છે.

બજારના મુખ્ય પરિબળો :

વર્તમાન કારોબારી સેશનમાં ક્રિપ્ટો બજારમાં વોલેટિલિટી યથાવત છે. તાજેતરના બ્રાન્ડ ઇમ્પરસોનેશનના કેસો, વધતા સાયબર ફ્રોડ્સ અને રોકાણકારોની ચિંતા વચ્ચે બજાર પસંદગીયુક્ત ધોવાણનો સામનો કરી રહ્યું છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી વચ્ચે ઘણા રોકાણકારો હાલ રેન્જ બાઉન્ડ વલણ અપનાવી રહ્યા છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

ક્રિપ્ટો અને ફિનટેક સેક્ટરમાં છેલ્લા કેટલાક દિવસોમાં દબાણ જોવા મળ્યું છે. ઉચ્ચ વોલેટિલિટી વચ્ચે મર્યાદિત ખરીદી થઈ રહી છે, જ્યારે છેતરપિંડી અને બ્રાન્ડ ઇમ્પરસોનેશનના વધતા કિસ્સાઓ રોકાણકારોના વિશ્વાસને અસર કરી રહ્યા છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ પ્રમાણે મોટા ક્રિપ્ટો ટોકન્સ માટે સપોર્ટ લેવલ નજીક દબાણ યથાવત છે, જ્યારે ઉપરની દિશામાં રેઝિસ્ટન્સ લેવલ નજીક મજબૂત ક્લોઝિંગ ન મળતાં બેરિશ બાયસ હજી યથાવત છે. માર્કેટમાં સ્થિરતા માટે તાત્કાલિક ટેકનિકલ સપોર્ટ જરૂરી છે.

રોકાણ રણનીતિ :

ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે કડક સ્ટોપલોસ અનિવાર્ય છે. ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીની રણનીતિ જાળવવી યોગ્ય ગણાય છે. ક્વોલિટી પ્રોજેક્ટ્સમાં મર્યાદિત પોઝિશન જાળવી લાંબા ગાળે ધીરજ રાખવી સંતુલિત પસંદ ગણાય છે.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં બજાર રેન્જ બાઉન્ડ વલણ સાથે યથાવત રહી શકે છે. તપાસના પરિણામો અને સાયબર ફ્રોડ સામેની કાર્યવાહી રોકાણકારોની ભાવના પર અસર કરશે. ડિજિટલ ફાઇનાન્સ સેક્ટરમાં સાવચેતી જરૂરી રહેશે.

Spread the love

Most Popular