May 14, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, May 14, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftબિટકોઇનમાં ઘટાડો : મધ્યપૂર્વ તણાવ વચ્ચે ક્રિપ્ટોમાં દબાણ યથાવત…...!!!

બિટકોઇનમાં ઘટાડો : મધ્યપૂર્વ તણાવ વચ્ચે ક્રિપ્ટોમાં દબાણ યથાવત……!!!

વર્તમાન કારોબારી સેશનમાં ક્રિપ્ટો બજારમાં વોલેટિલિટી યથાવત રહ્યો છે. મધ્યપૂર્વના જીઓપોલિટિકલ તણાવ છેલ્લા ચાર અઠવાડિયાથી ચાલુ રહેતા વૈશ્વિક માર્કેટ સેન્ટિમેન્ટ નબળું બન્યું છે, જેના પરિણામે બિટકોઇનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બિટકોઇન હાલ ૬૮ હજાર ડોલર નજીક ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે ઝડપી લિક્વિડેશનના કારણે અંદાજે ૨૪૩ મિલિયન ડોલરનું ધોવાણ થયું છે.

ઈથેરિયમમાં લગભગ ૨ ટકા ઘટાડો નોંધાયો છે. આ સાથે જ BNB, XRP, સોલાના, ડોજકોઇન, હાઇપરલિક્વિડ અને કાર્ડાનોમાં ૨ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે TRONમાં આશરે ૦.૩ ટકા મર્યાદિત ઉછાળો નોંધાયો છે.

બજારના મુખ્ય પરિબળો :

મધ્યપૂર્વના તણાવને કારણે વૈશ્વિક બજારોમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. કાચા તેલના ઊંચા ભાવ, યુએસ વ્યાજદર અંગેની અનિશ્ચિતતા અને ઈક્વિટી તેમજ ડિજિટલ એસેટ્સમાં પ્રોફિટ બુકિંગને કારણે ક્રિપ્ટોમાં દબાણ યથાવત રહ્યું છે. ટૂંકા ગાળામાં વોલેટિલિટી વધવાની શક્યતા યથાવત છે, ખાસ કરીને વીકએન્ડ દરમિયાન લિક્વિડિટી મર્યાદિત રહેતી હોવાથી મૂવમેન્ટ વધુ તેજ બની શકે છે.

કોઇનમાર્કેટકૅપના તાજા આંકડા મુજબ કુલ ક્રિપ્ટો માર્કેટ કેપમાં ૧ ટકા ઘટાડો નોંધાયો છે અને તે ૨.૩૫ ટ્રિલિયન ડોલર નજીક આવ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં ઈથેરિયમમાં ૮.૫ ટકા અને બિટકોઇનમાં આશરે ૭ ટકા ઘટાડો નોંધાયો છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ બિટકોઇન હાલ ૬૬ થી ૬૭ હજાર ડોલરના સપોર્ટ લેવલ નજીક ટ્રેડ થઈ રહ્યું છે. વિશ્લેષકોના અનુમાન મુજબ ૭૦ થી ૭૨ હજાર ડોલર ઉપર મજબૂત ક્લોઝિંગ ન મળે ત્યાં સુધી બુલિશ બાયસ મર્યાદિત રહી શકે છે. જો રેઝિસ્ટન્સ ઝોન તૂટી જાય તો નવા બ્રેકઆઉટની શક્યતા ઊભી થઈ શકે છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં સાવચેતી જરૂરી છે.

ઈથેરિયમ માટે ૨૦૦૦ ડોલરનું લેવલ અત્યંત મહત્વનું ગણાય છે. જો આ લેવલ તૂટી જાય તો વધુ ઘટાડાની શક્યતા નકારી શકાય નહીં.

રોકાણ રણનીતિ :

ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત રહી છે, જ્યારે ઘટાડે તબક્કાવાર ખરીદી કરવી યોગ્ય માનવામાં આવે છે. ક્રિપ્ટો માર્કેટમાં ઉચ્ચ વોલેટિલિટી હોવાને કારણે ટૂંકા ગાળાના ટ્રેડર્સે કડક સ્ટોપલોસનો અમલ કરવો જરૂરી છે. મોટા લેવલ્સ તૂટતા પહેલાં અતિરિક્ત જોખમ લેવાનું ટાળવું જોઈએ.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં ક્રિપ્ટો બજાર રેન્જ બાઉન્ડ રહેવાની સંભાવના છે. વૈશ્વિક જીઓપોલિટિકલ સુધારાઓ અને યુએસ વ્યાજદર સંબંધિત સમાચાર બજારની દિશા નક્કી કરશે. જો સપોર્ટ લેવલ ઉપર બિટકોઇન ટકી રહે તો મર્યાદિત બુલિશ બાયસ મળી શકે, પરંતુ મોટો ઉછાળો મળવા માટે વોલ્યુમ અને ભાગીદારી મજબૂત હોવી જરૂરી રહેશે.

Spread the love

Most Popular