વર્તમાન કારોબારી સેશનમાં વેસ્ટ એશિયાના વધતા જીઓપોલિટિકલ ટેન્શન વચ્ચે એલ એન્ડ ટી તરફથી મહત્વપૂર્ણ અપડેટ મળ્યું છે. કંપનીએ જણાવ્યું છે કે તેના અંદાજે ૯૫ ટકા પ્રોજેક્ટ યથાવત રહી કાર્યરત છે અને માત્ર પસંદગીયુક્ત ૫ ટકા સાઇટ પર મર્યાદિત વિક્ષેપ નોંધાયો છે.
કંપનીના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર શ્રી સબ્રમણ્યન સરમાએ જણાવ્યું છે કે જે સાઇટ નજીક સેનાના બેઝ છે ત્યાં સાવચેતીના ભાગરૂપે કામ રોકાયું છે. બે સાઇટ પર ગ્રાહકોની સલાહ અનુસાર તાત્કાલિક વિરામ અપાયો છે.
કંપનીના શેરે તાજેતરના જીઓને કારણે ઘટાડો નોંધાવ્યો છે, પરંતુ મેનેજમેન્ટ તરફથી મળેલી આશ્વાસક ટિપ્પણી બજાર માટે મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.
કંપની વિશે :
એલ એન્ડ ટી ની વેસ્ટ એશિયામાં ૧૦૦ થી વધુ સાઇટ છે અને અંદાજે ૮,૦૦૦ સ્ટાફ, ૨,૦૦૦ પરિવારજનો તેમજ ૨૦,૦૦૦ કોન્ટ્રાક્ટ વર્કર જોડાયેલા છે. કંપનીએ હજી સુધી કોઈ સ્ટાફની સ્થળાંતર પ્રક્રિયા હાથ ધરી નથી, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતમાંથી નવા કર્મચારીઓને મોકલવાની પ્રક્રિયા તાત્કાલિક સ્થગિત રાખી છે.
કંપનીના ઇપીસી પ્રોજેક્ટ તેલ અને ગેસ, રિન્યુએબલ એનર્જી, ટ્રાન્સપોર્ટેશન, વોટર ટ્રીટમેન્ટ તથા એનર્જી ટ્રાન્સમિશન જેવા સેક્ટરમાં ચાલે છે. હાલનો મુખ્ય પડકાર લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેન છે, કારણ કે ચીન તથા યુરોપ તરફથી આવતું શીપમેન્ટ હાલ રોકાયેલું છે. જો કે સાઇટ પર ત્રણ મહિના જેટલો મટિરિયલ સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ સપ્લાય ફરી સામાન્ય ન બને તો આગામી દિવસોમાં માર્જિન તથા એક્ઝિક્યુશન પર દબાણ આવી શકે છે.
બજારના મુખ્ય પરિબળો :
• વેસ્ટ એશિયામાં જીઓપોલિટિકલ ટેન્શન યથાવત છે
• સપ્લાય ચેનમાં ધોવાણને કારણે પ્રોજેક્ટ ખર્ચ અને સમયગાળાની અસરની શક્યતા
• એલ એન્ડ ટી ના શેરમાં છેલ્લા ત્રણ અઠવાડિયામાં આશરે પાંચમાંથી એક જેટલો ઘટાડો
• બ્રોકરેજ હાઉસ દ્વારા મર્યાદિત નજીકગાળાનો અભિગમ
સેક્ટર દૃષ્ટિકોણ :
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇપીસી સેક્ટર માટે વેસ્ટ એશિયા મહત્વપૂર્ણ માર્કેટ છે. જો ટેન્શન યથાવત રહે, તો પસંદગીયુક્ત પ્રોજેક્ટમાં વોલેટિલિટી વધવાની શક્યતા છે. કુલ મળીને સેક્ટર માટે સાવચેતીનો માહોલ છે, પરંતુ લાંબા ગાળામાં ક્વોલિટી ઇપીસી ઓર્ડર યથાવત રહી શકે છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં સપ્લાય ચેન સામાન્ય બનશે તો પ્રોજેક્ટ એક્ઝિક્યુશન ફરી મજબૂત બનવાની આશા છે. કંપનીના મોટાભાગના પ્રોજેક્ટ ઇન્શ્યોર્ડ હોવાથી નફારૂપી વેચવાલી પછી સ્ટોકમાં સ્થિરતા આવવાની શક્યતા છે. મેનેજમેન્ટ મુજબ નવા ઓર્ડર અવાર્ડિંગ પર હાલ કોઈ નકારાત્મક અસર જોવા મળી નથી અને ટેન્ડરિંગ પ્રક્રિયા યથાવત ચાલી રહી છે.






