May 14, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, May 14, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftકોટક મહિન્દ્રા કેપિટલ દ્વારા ઇન્ફિના ફાઈનાન્સમાં ભાગીદારીમાં મોટો ઘટાડો…...!!!

કોટક મહિન્દ્રા કેપિટલ દ્વારા ઇન્ફિના ફાઈનાન્સમાં ભાગીદારીમાં મોટો ઘટાડો……!!!

કોટક મહિન્દ્રા કેપિટલ કંપની (KMCC) એ પોતાની એસોસિયેટ NBFC ઇન્ફિના ફાઈનાન્સમાંની ૩૦.૯૯ ટકાની હિસ્સેદારી વેચવાનો નિર્ણય કર્યો છે. કુલ અંદાજે ૧,૨૯૪ કરોડ રૂપિયાનું આ ટ્રાન્ઝેક્શન પૂર્ણ થતાં KMCC ની ભાગીદારી ૪૯.૯૯ ટકાથી ઘટીને ૧૯ ટકાએ આવી જશે.

વર્તમાન કારોબારી સેશનમાં આ જાહેરાત બાદ ફાઈનાન્સિયલ સ્પેસમાં મર્યાદિત ઉતાર-ચઢાવ યથાવત રહ્યો છે.

કંપનીએ જુદા-જુદા ખરીદદારોને ત્રણ તબક્કામાં શેર ટ્રાન્સફર કરવા માટે એગ્રીમેન્ટ સાઇન કર્યા છે. તેમાં ડિરાઈવ ટ્રેડિંગ, બ્રાઇટ સ્ટાર ઇન્વેસ્ટમેન્ટ, રાકેશ ઝુંઝુંવાળાના ટ્રસ્ટ્સ અને KF ટ્રસ્ટનો સમાવેશ થાય છે.

કંપની વિશે :

ઇન્ફિના ફાઈનાન્સ એક NBFC છે, જે લોન અગેઇન્સ્ટ સિક્યુરિટીઝ, ESOP ફાઇનાન્સિંગ, લોન અગેઇન્સ્ટ પ્રોપર્ટી અને કમર્શિયલ રીઅલ એસ્ટેટ ફાઇનાન્સિંગ જેવી સેવાઓ આપે છે. વર્ષ ૧૯૯૬માં સ્થાપિત આ NBFC લાંબા સમયથી કોટક ગ્રુપની એસોસિયેટ કંપની તરીકે કાર્યરત છે.

બજારના મુખ્ય પરિબળો :

• ફાઈનાન્સિયલ સેક્ટરમાં પસંદગીયુક્ત ધોવાણ યથાવત રહ્યો છે.
• વોલેટિલિટી યથાવત હોવાથી મોટા ટ્રાન્ઝેક્શન બાદ બજારમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.
• ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીનું વલણ બેન્કિંગ સેગમેન્ટમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ ફાઈનાન્સિયલ શેરોમાં રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ ચાલુ છે. રેઝિસ્ટન્સ ઝોન નજીક ટ્રેડિંગ વોલ્યૂમ મર્યાદિત છે. સપોર્ટ લેવલ બરકરાર છે, પરંતુ બ્રેકડાઉન આવે તો વધુ ઘટાડાની શક્યતા નકારી શકાતી નથી.

રોકાણ રણનીતિ :

• ટૂંકા ગાળાના ટ્રેડર્સે કડક સ્ટોપલોસનું પાલન કરવું.
• સાઇડવેઝ મૂવમેન્ટમાં તબક્કાવાર ખરીદી વધુ યોગ્ય છે.
• ઉછાળે નફારૂપી વેચવાલી દ્વારા જોખમ નિયંત્રિત કરી શકાય છે.
• NBFC સેગમેન્ટમાં હાલ સાવચેતી જરૂરી છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં KMCC દ્વારા હિસ્સેદારી ઘટાડ્યા બાદ NBFC સેગમેન્ટમાં વધુ કોર્પોરેટ એક્ષન જોવા મળી શકે છે. બજાર રેન્જ બાઉન્ડ રહેવાની શક્યતા છે અને સેક્ટર આધારિત મૂવમેન્ટ આગળ પણ ટોન નક્કી કરી શકે છે.

Spread the love

Most Popular