May 14, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Thursday, May 14, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeBusiness News - Leftઅમેરિકાએ ઈરાની તેલ પરના પ્રતિબંધોમાં તાત્કાલિક છૂટછાટ આપી બજારમાં વોલેટિલિટી વધારી…...!!!

અમેરિકાએ ઈરાની તેલ પરના પ્રતિબંધોમાં તાત્કાલિક છૂટછાટ આપી બજારમાં વોલેટિલિટી વધારી……!!!

વર્તમાન કારોબારી સેશનમાં વૈશ્વિક ક્રૂડ બજારમાં અમેરિકાના નિર્ણયને કારણે વોલેટિલિટી અને સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકાએ ઈરાનના સમુદ્રમાં અટકાયેલા આશરે ૧૪૦ મિલિયન બેરલ તેલને મર્યાદિત સમય માટે વેચવાની મંજૂરી આપી છે, જેના પરિણામે તાત્કાલિક બજાર પ્રતિક્રિયા નોંધાઈ છે.

બ્રેન્ટ ક્રૂડના ભાવ અગાઉના લેવલ ૭૦ ડોલર પ્રતિ બેરલથી તેજ ઉછાળો લઈ ૧૧૯.૫૦ ડોલર સુધી પહોંચી ગયા હતા. આ તેજ વોલેટિલિટી વચ્ચે અમેરિકાનો નિર્ણય વૈશ્વિક સપ્લાયમાં મર્યાદિત રાહત લાવવાનો પ્રયાસ ગણાય છે.

બજારના મુખ્ય પરિબળો :

અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે જણાવ્યું છે કે આ મંજૂરી ફક્ત ટ્રાંઝિટમાં રહેલા તેલની વેચાણ માટે મર્યાદિત છે અને નવા કરારો માટે માન્ય નથી. ચીન હાલમાં સસ્તા ભાવે ઈરાનો સ્ટોક કરી રહ્યું છે, જેના કારણે વૈશ્વિક સપ્લાય પર વધારાનો દબાણ જોવા મળી રહ્યો છે.

જીઓપોલિટિકલ તણાવ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ક્ષેત્રમાં અસુરક્ષિત પરિસ્થિતિ અને વધતા ક્રૂડના ભાવોને કારણે માર્કેટમાં અનિશ્ચિતતા યથાવત રહી છે. અમેરિકાના પગલાં બાદ મર્યાદિત શાંતિનો સંકેત મળ્યો છે છતાં પ્રોફિટ બુકિંગ અને સાવચેતીનું વલણ યથસ્થિત છે.

સેક્ટર દૃષ્ટિકોણ :

ક્રૂડના ભાવમાં તેજ વોલેટિલિટી સાથે એનર્જી અને ઓઈલ સેક્ટરમાં પસંદગીયુક્ત ધોવાણ જોવા મળ્યું છે. પેટ્રોલિયમ કંપનીઓમાં મર્યાદિત ઉછાળો દેખાયો છે જ્યારે કેમિકલ્સ, ટ્રાન્સપોર્ટ અને એવિએશન સેક્ટર્સમાં વધેલા ખર્ચાને કારણે ઘટાડો નોંધાયો છે. વિદેશી બજારમાં એનર્જી આધારિત શેરો રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ દર્શાવી રહ્યા છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ ક્રૂડ માટે ઉપરની દિશામાં રેઝિસ્ટન્સ ઝોન ૧૨૦ ડોલર નજીક છે. જો આ લેવલ પર મજબૂત ક્લોઝિંગ ન મળે તો ભાવોમાં ઘટાડાની સંભાવના નકારી શકાય નહીં. નીચેની તરફ ૧૧૦ ડોલર સપોર્ટ લેવલ તરીકે મહત્વપૂર્ણ ગણાય છે.

ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત રહી છે જ્યારે ઘટાડે તબક્કાવાર ખરીદી દ્વારા બજાર રેન્જ બાઉન્ડ દિશા જાળવી રહ્યું છે.

ભાવિ દિશા :

આગામી દિવસોમાં અમેરિકાનું આ નિર્ણય ૧૯ એપ્રિલ સુધી અસરકારક રહેશે, જેના કારણે વૈશ્વિક ક્રૂડ બજારમાં વોલેટિલિટી ચાલુ રહેવાની શક્યતા છે. વૈશ્વિક જીઓપોલિટિકલ સમાચાર અને ક્રૂડના ભાવમાં થતાં ફેરફારો બજારની દિશા નક્કી કરશે. એનર્જી આધારિત સેક્ટર્સમાં રોકાણ કરતા રોકાણકારોએ સાવચેતી રાખવી તેમજ ટૂંકા ગાળાના ટ્રેડર્સે કડક સ્ટોપલોસ અનુસરવો યોગ્ય રહેશે.

Spread the love

Most Popular