વર્તમાન કારોબારી સેશનમાં વૈશ્વિક ટેક સેક્ટરમાં શરૂ થયેલા ધોવાણ વચ્ચે ક્રિપ્ટો ડોટ કોમ દ્વારા ૧૨ ટકાનો સ્ટાફ ઘટાડો જાહેર કરાતા બજારમાં સાવચેતીનો માહોલ યથાવત રહ્યો છે. AI આધારિત કામગીરી તરફ આગળ વધવાના ભાગરૂપે કંપનીએ આ નિર્ણય લીધો છે.
કંપનીના CEO ક્રિસ મારઝાલેક્એ જણાવ્યું કે AI અપનાવવામાં પાછળ પડેલી સંસ્થાઓ સ્પર્ધામાં ટકી શકશે નહીં. તેથી નવી ટેકનોલોજી સાથે સુસંગત ન થતાં રોલ્સમાં ઘટાડો અનિવાર્ય બન્યો છે.
ટેક સેક્ટરમાં આ વર્ષે અત્યાર સુધી અંદાજે ૩૯,૦૦૦થી વધુ કર્મચારીઓ પર અસર થઈ છે, જેમાં મેટા, ઓરેકલ અને બ્લોક જેવી મોટી કંપનીઓના નિર્ણયો પણ સામેલ છે.
કંપની વિશે :
ક્રિપ્ટો ડોટ કોમ એક જાણીતી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ છે, જેનું હેડક્વાર્ટર સિંગાપુરમાં સ્થિત છે. વર્ષ ૨૦૨૩માં પણ કંપનીએ ૨૦ ટકાનો સ્ટાફ ઘટાડો કર્યો હતો, ત્યારે વૈશ્વિક પરિવર્તન અને FTXના ધોવાણને મુખ્ય કારણ ગણાવાયું હતું.
હાલના નિર્ણય હેઠળ પણ કંપનીએ અસરગ્રસ્ત કર્મચારીઓને જરૂરી ટ્રાન્ઝિશન સપોર્ટ આપવાની જાહેરાત કરી છે.
બજારના મુખ્ય પરિબળો :
ટેક સેક્ટરમાં વોલેટિલિટી યથાવત છે. ખાસ કરીને AI આધારિત પરિવર્તનની ગતિ વધતા ઘણી ટેક કંપનીઓ પસંદગીયુક્ત ઘટાડા તરફ આગળ વધી રહી છે.
મેટા અને બ્લોક જેવી અન્ય જાણીતી કંપનીઓએ પણ તાજેતરમાં સ્ટાફ ઘટાડાની જાહેરાત કરી છે, જે વૈશ્વિક ટેક સેન્ટીમેન્ટ પર બેરિશ બાયસ ઉભો કરે છે.
સેક્ટર દૃષ્ટિકોણ :
IT સેક્ટરમાં પસંદગીયુક્ત ધોવાણ ચાલુ છે કારણ કે AI આધારિત ટૂલ્સના અમલથી માનવીય રોલ્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ફાઈનાન્સિયલ અને ટેક કંપનીઓમાં પ્રોફિટ બુકિંગની પ્રવૃત્તિ યથાવત છે.
ડિફેન્સિવ સેગમેન્ટમાં મર્યાદિત ખરીદી જોવા મળી રહી છે, પરંતુ હાઈ-બીટા ટેક શેરોમાં સાવચેતી જરૂરી છે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં ટેક સેક્ટરમાં રેન્જ બાઉન્ડ વલણ રહી શકે છે. AI આધારિત પરિવર્તન તથા ખર્ચ ઘટાડાના નિર્ણયોમાં વધુ કંપનીઓ જોડાઈ શકે છે, જેના કારણે સેક્ટરમાં વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા છે.
રોકાણકારો માટે ટેક કંપનીઓમાં પોઝિશન લેતા પહેલાં સાવચેતી રાખવી અને પસંદગીયુક્ત ક્વોલિટી શેરોમાં જ રોકાણ કરવું યોગ્ય રહેશે.






