May 9, 2026
Subscription
Login
Wednesday, January 28, 2026
Language:
Saturday, May 9, 2026
Subscription
Wednesday, January 28, 2026
Language:
HomeStock Market Trendનિફટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી...!!!

નિફટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૧.૨૦૨૬ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૭૮૭ સામે ૮૪૦૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૩૨૬૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો,દિવસ દરમ્યાન સરેરાશ ૯૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૮૩૬૨૭ પોઈન્ટ બંધ થયેલ.

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૮૭૬ સામે ૨૫૯૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૬૬૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો,સરેરાશ ૨૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૭૮૦ પોઈન્ટ બંધ થયેલ.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આકરાં તેવરને કારણે  વિશ્વ અસાધારણ અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યું હોઈ ઈરાન પર ગમે  તે ઘડીએ અમેરિકી સૈન્યની એટેકની તૈયારી અને બીજી તરફ ગ્રીનલેન્ડ સહિતને કબજે કરવાના મક્કમ નિર્ધારને લઈ જીઓપોલિટીકલ ટેન્શન વધી રહ્યું છે.વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આજે સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. સતત શેરોમાં વેચવાલી થવા સાથે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો પણ હવે અનેક શેરોમાં વેલ્યુએશન ડામાડોળ થવા લાગતાં રોકાણકારોનું રિડમ્પશન પ્રેશર આવવા લાગ્યું હોઈ કેશ હાથ પર રાખવાની કવાયતમાં આજે પેનીક સેલિંગ થયાની ચર્ચા હતી.ફંડોએ આજે પેનીક સેલિંગમાં ઓલ રાઉન્ડ વેચવાલી થઈ હતી.સેન્સેક્સ, નિફટી બેઝડ ઘટાળા બાદ રિકવરી અને સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં આરંભમાં વ્યાપક વેચવાલી બાદ ઘટાડે ફંડો, ખેલંદાઓએ પસંદગીની ખરીદી કરતાં કેટલાક શેરોમાં રિકવરી જોવાઈ હતી.અલબત ઘટનાર શેરોની સંખ્યા આજે પણ વધુ રહી હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, મંગળવારે શરૂઆતના વેપારમાં ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો, કારણ કે વિદેશી બજારોમાં તેના મુખ્ય સમકક્ષો સામે અમેરિકન ચલણ મજબૂત થયું હતું અને દિવસના અંતમાં યુએસ ફુગાવાના ડેટા જાહેર થયા હતા. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કટોકટીગ્રસ્ત ઈરાન સાથે વેપાર કરતા દેશો પર ૨૫%નો નવો ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી સ્થાનિક શેરબજારમાં નબળાઈ અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે રૂપિયો વધુ ઘટ્યો હતો. વધુમાં, ભારતીય મૂડી બજારમાંથી સતત વિદેશી ભંડોળના પ્રવાહે પણ રૂપિયાની ભાવનાને નબળી પાડી હતી. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ સોમવારે રૂ.૩૬૩૪ કરોડના મૂલ્યના ઇક્વિટી વેચ્યા હતા,એમ એક્સચેન્જ ડેટા દર્શાવે છે.આંશિક રીતે રૂપાંતરિત ચલણ હાલમાં ૯૦.૨૫ પર ટ્રેડ થઈ રહ્યું છે,જે સોમવારે તેના અગાઉના બંધ ૯૦.૧૭ થી ૮ પૈસા ઓછું છે. ચલણ અનુક્રમે ૯૦.૨૭ અને ૯૦.૨૦૭૫ ના ઉચ્ચ અને નીચલા સ્તરને સ્પર્શ્યું.

 સોના-ચાંદીના ભાવમાં આજે, ૧૩ જાન્યુઆરીના રોજ સતત બીજા દિવસે ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. સોના અને ચાંદીની કિંમતોમાં જોવા મળી રહેલી આ અસાધારણ તેજી પાછળ મુખ્યત્વે વૈશ્વિક પરિબળો જવાબદાર છે. ડોલરના મૂલ્યમાં ઘટાડો, રશિયા-યુક્રેન યુદ્ધ જેવી ભૌગોલિક તંગદિલી અને ચીન જેવી મધ્યસ્થ બેન્કો દ્વારા કરવામાં આવી રહેલી સોનાની જંગી ખરીદીને કારણે સોનું સતત મોંઘું થઈ રહ્યું છે. બીજી તરફ ચાંદીના કિસ્સામાં, સોલાર પેનલ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં વધતી જતી ઔદ્યોગિક માંગને કારણે તે હવે માત્ર ઘરેણું મટીને એક અનિવાર્ય ‘રો મટિરિયલ'(કાચો માલ) બની ગઈ છે. આ ઉપરાંત, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીના ડરથી અનેક કંપનીઓ મોટા પાયે ચાંદીનો સંગ્રહ કરી રહી છે, જેના કારણે વૈશ્વિક પુરવઠામાં અછત સર્જાઈ છે અને ભાવ આસમાને પહોંચ્યા છે.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૫% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૫% વધીને બંધ રહ્યા હતા.કન્ઝયુમર ડયુરેબલ્સ,ઓટોમોબાઈલ,ઓઈલ-ગેસ,આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ એન્ડ ટેકનોલોજી અને હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં ફંડોની આજે મોટી વેચવાલી રહી હતી.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૯૯ અને વધનારની સંખ્યા ૨૦૩૮ રહી હતી, ૨૦૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ટેક મહિન્દ્રા ૧.૫૭%,સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ૧.૨૬%,બીએસઈ ૧.૧૨%,કોલ્પાલ ૦.૫૯%,ઈન્ફોસીસ ૦.૧૬%,ભારત ફોર્જ ૦.૧૫% વધ્યા હતા,હવેલ્લ્સ ઇન્ડિયા ૧.૩૮,સિપ્લા લીમીટેડ ૧.૩૭%,ગ્રાસીમ ૧.૨૯%,જીન્દાલ સ્ટીલ ૧.૨૫%,લ્યુપીન લીમીટેડ ૧.૧૫%,અદાની પોર્ટસ ૧.૦૮%,ભારતી ઐરટેલ ૧.૦૧%,વોલ્ટાસ લીમીટેડ ૧%,એક્સીસ બેંક ૦.૯૨%,ગ્લેનમાર્ક ફાર્મા ૦.૭૬%  ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો,જીઓપોલિટીકલ ટેન્શન ફરી વધતું જોવાઈ રહ્યું છે. અમેરિકાના વેનેઝુએલા પર હુમલા અને સત્તા પલટાની કવાયત અને બીજી તરફ ચાઈનાએ તાઈવાન પર કબજો જમાવવા શરૂ કરેલી કવાયતને લઈ ફરી જોખમી પરિબળો સર્જાયા છે. બીજી તરફ આર્થિક મોરચે એક પછી એક દેશો પોતાની રક્ષણાત્મક નીતિ અપનાવીને દેશના ઉદ્યોગોને સસ્તી આયાત સામે રક્ષણ આપવા ટેરિફ વધારાનો માર્ગ અપનાવી રહ્યા છે. જેમાં હવે ભારતે પણ સ્ટીલની આયાત મોંઘી બનાવી અને નિકાસોને અન્ય દેશોમાં પ્રોત્સાહનો માટેના પગલાં, પેકેજ જાહેર કરવાનું ચાલુ રાખ્યું છે. આ સાથે દેશમાં એમએસએમઈ ઉદ્યોગોન ધિરાણ પ્રોત્સાહનો આપીનેદેશના મેઈક ઈન ઈન્ડિયા મિશનને આગળ વધારવા સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે.

ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર ૭.૪ %ના દરથી વધવાનો અંદાજ છે એટલે કે ૨૦૨૫-૨૬માં ભારતનો જીડીપી ૭.૪% રહેવાની આશા છે.અમેરિકાના ટેરિફ અને વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ભારત સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ પામતા અર્થતંત્રનું સ્ટેટ્સ જાળવી રાખશે.સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય દ્વારા જારી ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ એટલે કે એપ્રિલ,૨૦૨૫થી માર્ચ,૨૦૨૬ દરમિયાન જીડીપી ૭.૪%રહેશે.આ અંદાજ આરબીઆઇના ૭.૩%ના અંદાજ અને સરકારના અગાઉના ૬.૩ થી ૬.૮%ના અંદાજ કરતા વધારે છે.ઉલ્લેખનીય છે કે ગત નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી ૬.૫ % રહ્યો હતો.અમેરિકા દ્વારા ભારતીય વસ્તુઓ પર ૫૦% ટેરિફ,વેપાર તંગદિલી વધવા અને મહત્ત્વપૂર્ણ નિકાસ સેક્ટરોમાં અવરોધનો ખતરો જેવા પડકારો છતાં ભારતીય અર્થતંત્ર ૭.૪%નાં દરે વિકાસ કરી રહ્યું છે તે એક મહત્ત્વપૂર્ણ બાબત છે. 

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Spread the love

Most Popular