રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૧૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૦૪૧ સામે ૮૫૦૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૩૬૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૧૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૬૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૦૬૦ સામે ૨૬૦૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૯૩૪ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૪ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૯૫૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના અંતના દિવસો અને સપ્તાહાંતે હોલી-ડે મૂડ સાથે મોટા ફંડો, ખેલાડીઓની ગેરહાજરી અને વૈશ્વિક મોરચે નિરૂત્સાહ સાથે વર્ષ ૨૦૨૬ માટે આર્થિક મોરચે વિશ્વાસની કટોકટીને લઈ શેરોમાં એકંદર મંદીની રૂખ રહી હતી.ઈન્ડેક્સ મેનેજમેન્ટ સામે બજારમાં અન્ય ઘણા સેકટર ઉદ્યોગો અને ખાસ સ્મોલ, મિડ કેપ શેરોમાં રોકાણકારો માટે નેગેટીવ વળતર હાથ લાગતા નિરાશા છવાયેલી છે.વૈશ્વિક જીઓપોલિટીકલ પડકારો અને અમેરિકામાં ટ્રમ્પ સરકારના ટેરિફ યુદ્વને કારણે અન્ય દેશોની સાથે ભારતીય ઉદ્યોગો, કોર્પોરેટ ઈન્ડિયાની નિકાસ મોરચે કામગીરી પર અનિશ્ચિતતાને લઈ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પણ નવા રોકાણનું કમિટમેન્ટ કરવાથી દૂર રહી દરેક લેવલે શેરોમાં એક્ઝિટ લેતાં જોવાયા છે.વર્ષ ૨૦૨૫માં વિદેશી ફંડોની એક્ઝિટ રહી છે.પરંતુ સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ દરેક ઘટાડે શેરોમાં મ્યુચ્યુઅલ ફંડોમાં રિટેલ રોકાણકારોના સતત રોકાણ પ્રવાહ થકી ખરીદી કરતાં રહી બજારને ટકાવી રાખવાના પ્રયાસો કર્યા છે.
કરન્સી માર્કેટની વાત કરીએ તો,ચાંદી ઐતિહાસિક ૧૪૩૮૭ રૂપિયાના ઉછાળા સાથે તમામ રેકોર્ડ તોડતાં ૨૫૪૧૭૪ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને સ્પર્શી ગઈ હતી. ત્યારબાદ ટ્રેડિંગ સેશન દરમિયાન એમસીએક્સ પર ચાંદીમાં એકઝાટકે ૨૧૦૫૪ રૂપિયાનો કડાકો બતાવ્યો હતો.જ્યારે બીજી બાજુ સોનામાં પણ અચાનક જ મોટો કડાકો આવ્યો હતો. સોનુ એક જ દિવસમાં ૨૭૯૮ રૂપિયો જેટલો તૂટી ગયો હતો. આંકડા આધારિત વાત કરીએ તો ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ મજબૂતી જોવા મળી હતી અને તેણે પણ નવી રેકોર્ડ સપાટી બનાવી હતી. જે ૧૩૭૬૪૬ રૂપિયાના આજના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો હતો.
ચાંદી અને સોનાના ભાવમાં આગ ઝરતી તેજી વચ્ચે અચાનક આવેલા આ કડાકાના કારણો એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમતમાં વધ-ઘટ જોવા મળી રહી છે. બીજી બાજુ પ્રોફિટ બુકિંગ અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ તથા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે વાતચીત થઈ છે જેનાથી યુદ્ધનો અંત આવી તેવી ચર્ચાઓ પણ છે જેના લીધે બજારના સેન્ટીમેન્ટ પણ અસર દેખાઈ છે.
સેક્ટર મુવમેન્ટ… સેન્સેક્સ, નિફટી બેઝડ મોટી વેચવાલી સાથે ઘણા શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ થયું હતું. સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ગાબડાં પડતાં જોવાયા હતા. જેથી માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. ફંડોની હેલ્થકેર, કેપિટલ ગુડઝ-પાવર,ફાર્મા, બેંકિંગ, એફએમસીજી, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજીને વિરામ આપીને આંશિક પ્રોફિટ બુકિંગ કર્યું હતું.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૫૨૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૬૮ અને વધનારની સંખ્યા ૨૭૪૮ રહી હતી, ૨૦૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૨૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે એયુ બેન્ક ૧.૦૨%,ગ્રાસીમ લીમીટેડ ૦.૮૫%,એક્સીસ બેન્ક ૦.૨૪%,જીન્દાલ સ્ટીલ ૦.૨૭%,ભારત ફોર્જે ૦.૨૩% વધ્યા હતા,જ્યારે અદાણી પોર્ટસ ૨.૨૮%,એચસીએલ ટેકનોલોજી ૧.૭૮%,અદાણી ગ્રીન ૧.૭૩%,લ્યુપીન ૧.૨૮%,ભારતી ઐરટેલ ૧.૨૧%,ડીએલેફ ૧.૦૮%,સિપ્લા લીમીટેડ ૦.૯૭%,ઓરબિંદો ફાર્મા ૦.૯૧%,રિલાયન્સ ૦.૭૨%,હેવેલ્લ્સ ઇન્ડિયા ૦.૬૫%,ઈન્ફોસીસ લીમીટેડ ૦.૬૩% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક સ્તરે વ્યાજદર, ભૂરાજકીય તણાવ, ક્રૂડ ઓઈલના ભાવ અને વિદેશી મૂડી પ્રવાહ જેવા પરિબળો ભારતીય શેરબજાર પર અસર કરી શકે છે. તેમ છતાં, ચીનની વૈશ્વિક અસર ધીમે ધીમે ઘટતી જતાં ભારત માટે વૈકલ્પિક મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઇન હબ બનવાની તક વધી રહી છે, જે બજાર માટે હકારાત્મક સંકેત છે. સોનાની તેજી અને ક્રિપ્ટોકરન્સીની હાજરી પણ સૂચવે છે કે રોકાણકારો વૈકલ્પિક એસેટ્સ તરફ ધ્યાન આપી રહ્યા છે, પરંતુ ઇક્વિટી ખાસ કરીને ફંડામેન્ટલ અને વિકાસલક્ષી કંપનીઓ લાંબા ગાળે મુખ્ય પસંદગી બની રહેશે.એઆઈ ક્ષેત્રમાં હાલ થોડી અતિઉત્સાહ જેવી સ્થિતિ છે, છતાં જે કંપનીઓ વાસ્તવિક અને વ્યવહારુ એઆઈ સોલ્યુશન્સ પર કામ કરી રહી છે તે લાંબા ગાળે રોકાણકારોને સારું વળતર આપી શકે છે.
વર્ષાંતે પોર્ટફોલિયોમાંથી નબળા શેરોને એક્ઝિટ આપીને ફંડો છેલ્લા કેટલાક દિવસોથી વેચવાલી કરી રહ્યા હોઈ અનેક રોકાણકારોના પોર્ટફોલિયો ડામાડોળ થયા છે. વર્ષ ૨૦૨૬માં વૈશ્વિક પડકારોની સાથે કોર્પોરેટ ઈન્ડિયા માટે પણ આરંભિક દિવસો કઠીન બની રહેવાની પૂરી શકયતા છે. જેથી શેરોમાં હાલ તુરત નવી મોટી ખરીદીમાં સાવચેત રહી સિલેક્ટિવ રહેવું ખૂબ જ જરૂરી છે. અમેરિકા સાથે ટેરિફ મામલે ટ્રેડ ડિલ ન થાય અને વૈશ્વિક યુદ્વનો વંટોળ શાંત થઈ કોઈ સ્પષ્ટ સ્થિરતાનો સંકેત ન આપે ત્યાં સુધી જે તે શેરો સસ્તા સમજીને રોકાણ દોટ મૂકવી હિતાવહ નથી.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in







