Wed, 04 Nov 2026  |  08:55:40 PM
SENSEX77,301.40
▲ 383.55
NIFTY 5023,960.60
▲ 149.75
BANK NIFTY55,913.60
▲ 373.55
INDIA VIX15.19
▼ 0.31
Home› Editor's View› બજારમાં અનિશ્ચિતતા વચ્ચે છુપાયેલી છે કમાણીની તક..!!
Editor's View

બજારમાં અનિશ્ચિતતા વચ્ચે છુપાયેલી છે કમાણીની તક..!!

03 October 2026 Nikhil Bhatt 1 view
બજારમાં અનિશ્ચિતતા વચ્ચે છુપાયેલી છે કમાણીની તક..!!

આજના ઝડપથી બદલાતા નાણાકીય વાતાવરણમાં ભારતીય શેરબજાર એક તરફ વૈશ્વિક પડકારો અને બીજી તરફ સ્થાનિક આર્થિક મજબૂતીના દ્વિમુખી પ્રવાહમાંથી પસાર થઈ રહ્યું છે. ટૂંકા ગાળે બજારમાં અસ્થિરતા અને ઊંચા સ્તરે નફાવસૂલી જોવા મળી રહી છે, જ્યારે લાંબા ગાળે ભારતીય અર્થતંત્રના પાયા ખૂબ જ મજબૂત જણાય છે.

વૈશ્વિક પરિબળો :-

વૈશ્વિક બજારોમાંથી મળતા સંકેતો ભારતીય બજારની ટૂંકા ગાળાની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અમેરિકન બજાર અને વ્યાજદરની અનિશ્ચિતતા તરીકે જોઈએ તો યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરો લાંબા સમય સુધી ઊંચા રાખવાની શક્યતાને કારણે વૈશ્વિક રોકાણકારોમાં સાવચેતીનો માહોલ છે. અમેરિકાના આઈટી અને ટેકનોલોજી શેરોમાં જોવા મળતી નફાવસૂલીની સીધી અસર અન્ય ઉભરતા બજારો પર પડે છે.

જો અમેરિકામાં વ્યાજદર ઊંચા રહે, તો બોન્ડ યીલ્ડ અને યુ.એસ. ડોલર મજબૂત થાય છે પરિણામે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારત જેવા ઉભરતા બજારોમાંથી નાણાં પાછા ખેંચીને અમેરિકન ડેટ માર્કેટ તરફ વાળી શકે છે. સાથે સાથે ક્રુડ ઓઈલના ભાવ અને ભૌગોલિક તણાવ તરીકે મધ્યપૂર્વ માં વધતા ભૌગોલિક તણાવને કારણે પુરવઠામાં ખલેલ પહોંચવાની ચિંતા રહે છે. ભારત તેની જરૂરિયાતનું ૮૦% થી વધુ ક્રુડ ઓઈલ આયાત કરે છે તેથી તેલના ભાવ વધવાથી દેશનું આયાત બિલ અને વેપાર ખાધ વધે છે.

ચીન, જાપાન, હોંગકોંગ અને દક્ષિણ કોરિયાના બજારોનું અસ્થિર વલણ એશિયાઈ ક્ષેત્રમાં સેન્ટિમેન્ટ નબળું પાડે છે. ખાસ કરીને ચીનની આર્થિક રિકવરી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વૈશ્વિક મેટલ અને કોમોડિટી માર્કેટ માટે નિર્ણાયક સાબિત થાય છે.

સ્થાનિક પરિબળો :-

વૈશ્વિક પ્રતિકૂળતાઓ છતાં ભારતીય શેરબજારને કડાકાથી બચાવવા માટે સ્થાનિક આર્થિક પાયા મજબૂત ઢાલ બનીને ઊભા છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને SIP નો નાણાપ્રવાહ તરીકે ભારતીય સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) અને મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા દર મહિને આવતું મજબૂત રિટેલ ફંડ બજારને મોટો આધાર પૂરો પાડે છે.

વિદેશી સંસ્થાઓની વેચવાલી સામે સ્થાનિકની સતત ખરીદી બજારને મોટા તૂટવાથી બચાવે છે. સરકારી મૂડી ખર્ચ અને માળખાકીય વિકાસ જોઈએ તો સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે, ડિફેન્સ અને રસ્તાઓના નિર્માણ માટે મૂડી ખર્ચમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. આ ખર્ચથી દેશમાં રોજગારી અને ઔદ્યોગિક ઉત્પાદનને વેગ મળે છે.

ભારતીય બેન્કિંગ સિસ્ટમની સંપત્તિની ગુણવત્તામાં સુધારો થયો છે અને NPA ના પ્રમાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. કોર્પોરેટ અને રિટેલ ધિરાણ માંગ મજબૂત હોવાથી બેન્કિંગ ક્ષેત્ર આર્થિક વૃદ્ધિનું એન્જિન બન્યું છે. દેશમાં મધ્યમ વર્ગની વધતી આવક અને તહેવારોની માંગને કારણે એફએમસીજી, ઓટોમોબાઈલ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે વપરાશ જળવાઈ રહ્યો છે.

મોંઘવારી, કરન્સી અને વિવિધ સેક્ટર્સ પર અસર :-

વૈશ્વિક અને સ્થાનિક પરિબળોની જુદા જુદા ઉદ્યોગો પર સકારાત્મક તેમજ નકારાત્મક એમ બંને પ્રકારની અસરો જોવા મળે છે. મોંઘવારી અને રૂપિયાના દબાણની વાત કરીએ તો, ડોલર સામે રૂપિયો નબળો પડવાને કારણે આયાત આધારિત કાચા માલનો ખર્ચ વધી જાય છે, જે સીધી રીતે કોર્પોરેટ કંપનીઓના પ્રોફિટ માર્જિન પર દબાણ ઊભું કરે છે. આ ઉપરાંત, ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને લીધે પરિવહન ખર્ચ વધતાં ફુગાવો (Inflation) વધે છે, જેના કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા માટે વ્યાજદરમાં ઘટાડો કરવાનું મુશ્કેલ બની જાય છે.

વિવિધ સેક્ટર્સ પર આ પરિબળોની અલગ-અલગ અસર પડે છે જેમ કે...

ઓટો, પેઇન્ટ્સ અને કેમિકલ્સ માં જોઈએ તો ક્રુડ ઓઈલ અને તેના ડેરિવેટિવ્ઝનો કાચા માલ તરીકે ઉપયોગ થતો હોવાથી ખર્ચ વધતાં આ સેક્ટર્સ દબાણ હેઠળ રહે છે. આઈટી અને નિકાસ ક્ષેત્રે નબળા રૂપિયાને કારણે વિદેશી આવકનું મૂલ્ય રૂપિયામાં વધતું હોવાથી આ સેક્ટરને સાપેક્ષ લાભ થાય છે. કેપિટલ ગુડ્સ અને સિમેન્ટમાં સરકારી મૂડી ખર્ચ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો સીધો ફાયદો મળવાને કારણે આ ક્ષેત્રો પર સકારાત્મક અસર જોવા મળે છે સાથે સાથે બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે ધિરાણ વૃદ્ધિ, મજબૂત બેલેન્સ શીટ અને નિયંત્રિત ખરાબ લોનને લીધે આ ક્ષેત્ર મજબૂત આધાર ધરાવે છે. અને મેટલ્સ ક્ષેત્રની સ્થિતિ અસ્થિર રહે છે કારણ કે તેનો આધાર ચીનની માગ અને વૈશ્વિક કોમોડિટીના ભાવ પર રહેલો છે.

ભાવિ દિશા :-

આગામી દિવસોમાં બજાર એકતરફી ઉપર કે નીચે જવાની જગ્યાએ વિશાળ રેન્જમાં ટ્રેડ કરી શકે છે. સમગ્ર ઇન્ડેક્સ વધવાને બદલે માત્ર મજબૂત કમાણી ધરાવતા પસંદગીના શેરોમાં જ તેજી જોવા મળશે સાથે સાથે ઊંચા સ્તરે નફાવસૂલી નકારી ના શકાય. વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે જ્યારે પણ નિફ્ટી કે સેન્સેક્સ નવા ઊંચા સ્તરે પહોંચશે, ત્યારે પ્રોફિટ બુકિંગનું દબાણ આવી શકે છે.

મિત્રો, દરેક ઘટાડે સારા ફંડામેન્ટલ સ્ટોકમાં ખરીદીની તક ઊભી થતી હોય છે અને સ્થાનિક નાણાપ્રવાહ મજબૂત હોવાથી બજારમાં મોટો ઘટાડો આવે ત્યારે નીચલા સ્તરે ખરીદીનો ટેકો મળી રહેશે. આગામી સમયમાં જે કંપનીઓ અપેક્ષા કરતાં સારા આવક અને નફાના આંકડા જાહેર કરશે, ત્યાં જ રોકાણકારોનો રસ જળવાઈ રહેશે.

રોકાણકારો માટે યોગ્ય વ્યૂહરચના જોઈએ તો 
આવા અસ્થિર વાતાવરણમાં મૂડી સુરક્ષિત રાખીને વળતર મેળવવા માટે રોકાણકારોએ નીચે મુજબની વ્યૂહરચના અપનાવવી જોઈએ...

બજાર જ્યારે સર્વોચ્ચ સ્તરે હોય ત્યારે એકસાથે મોટી રકમનું રોકાણ કરવાથી બચવું. તબક્કાવાર રોકાણ તરીકે સારી ગુણવત્તાવાળા શેરોમાં બજારના દરેક ઘટાડા વખતે થોડા-થોડા પ્રમાણમાં રોકાણ કરવું જોઈએ. મજબૂત ફંડામેન્ટલ્સ પર ધ્યાન આપી ઊંચું દેવું ધરાવતી કે નબળા પ્રોફિટ માર્જિન વાળી કંપનીઓથી દૂર રહીને મજબૂત બેલેન્સ શીટ, ઉત્તમ કેશ ફ્લો અને અનુભવી મેનેજમેન્ટ ધરાવતી કંપનીઓ પસંદ કરવી. તમામ નાણાં કોઈ એક સેક્ટરમાં રોકવાને બદલે બેન્કિંગ, આઈટી, કેપિટલ ગુડ્સ અને એફએમસીજી જેવા વિવિધ ક્ષેત્રોમાં સંતુલિત રીતે વહેંચવા.જોખમ વ્યવસ્થાપન તરીકે ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે યોગ્ય સ્ટોપલોસ રાખવો અને બિનજરૂરી લીવરેજ એટલે કે ઉધાર નાણાંથી ટ્રેડિંગ લેવાનું ટાળવું.

મિત્રો, ભારતીય શેરબજાર હાલમાં વૈશ્વિક પવનની વિપરીત દિશા અને સ્થાનિક આર્થિક મજબૂતીના સંયોજન વચ્ચે ટ્રેડ કરી રહ્યું છે. જો ક્રુડ ઓઈલના ભાવ ઘટશે, રૂપિયો સ્થિર થશે અને વિદેશી સંસ્થાઓની વેચવાલી અટકશે, તો બજારમાં ફરીથી નવી તેજીની સરસાઈ જોવા મળી શકે છે. લાંબા ગાળાના રોકાણકારો માટે ભારતનો ગ્રોથ સ્ટોરી અકબંધ છે તેથી ટૂંકા ગાળાની અસ્થિરતાથી ગભરાયા વગર શિસ્તબદ્ધ રોકાણ ચાલુ રાખવું એ જ સૌથી યોગ્ય માર્ગ છે

Disclaimer :

Investments in the securities market are subject to market risks. All content and Index / securities mentioned are strictly for educational and journalistic purposes and do not constitute personalized buy, sell, or hold investment recommendations, Please read all related documents and full disclosures at nikhilbhatt.in before investing.

Liked this article? Share it with friends
← All Editor's View articles
Facebook Instagram LinkedIn Mail Telegram YouTube WhatsApp