Wed, 04 Nov 2026  |  07:54:51 PM
SENSEX77,301.40
▲ 383.55
NIFTY 5023,960.60
▲ 149.75
BANK NIFTY55,913.60
▲ 373.55
INDIA VIX15.19
▼ 0.31
Home› Editor's View› રોકાણની શ્રેષ્ઠ દિશા : મ્યુચ્યુઅલ ફંડ કે ડાયરેક્ટ ઇક્વિટી...!??
Editor's View

રોકાણની શ્રેષ્ઠ દિશા : મ્યુચ્યુઅલ ફંડ કે ડાયરેક્ટ ઇક્વિટી...!??

13 September 2026 Nikhil Bhatt 1 view
રોકાણની શ્રેષ્ઠ દિશા : મ્યુચ્યુઅલ ફંડ કે ડાયરેક્ટ ઇક્વિટી...!??

ભારતીય અર્થતંત્ર જ્યારે ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે સામાન્ય બચતકર્તાથી લઈને ગંભીર રોકાણકાર સુધી દરેકના મનમાં એક જ પ્રશ્ન રમે છે:

"પોતાની કમાણીનું વળતર મેળવવા માટે સૌથી શ્રેષ્ઠ માર્ગ કયો...!?"

"મ્યુચ્યુઅલ ફંડ કે શેરબજારમાં એટલે કે ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટમાં શેરોની ખરીદી...?"

મિત્રો, શેરબજારમાં મળતું મસમોટું વળતર આકર્ષક લાગે છે, પણ સાથે જોખમનો ડર પણ રહે છે. બીજી તરફ મ્યુચ્યુઅલ ફંડ વ્યાવસાયિક સંચાલનની સુવિધા આપે છે. ચાલો, આ બંને રોકાણ માધ્યમોનું ઊંડાણપૂર્વક અને વિવેચનાત્મક પૃથ્થકરણ કરીએ.

૧. મ્યુચ્યુઅલ ફંડ કે ઇક્વિટી : તમારા માટે શ્રેષ્ઠ કયું...?

કોઈપણ એક પ્રોડક્ટ દરેક વ્યક્તિ માટે "સૌથી શ્રેષ્ઠ" હોઈ શકતી નથી. તે રોકાણકારના જ્ઞાન, સમય અને જોખમ લેવાની ક્ષમતા પર આધાર રાખે છે.

ડાયરેક્ટ ઇક્વિટી (શેરબજાર) :

જો તમારી પાસે કંપનીઓના ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ્સ વાંચવાનો સમય હોય, માર્કેટના ટ્રેન્ડ્સ સમજવાની સમજ હોય અને સીધા જોખમો સામે લડવાની ક્ષમતા હોય, તો ડાયરેક્ટ શેર ખરીદવા ઉત્તમ છે. અહીં મર્યાદા વગરનું વળતર મેળવવાની શક્યતા છે, પરંતુ એક નાની ભૂલ મૂડી ધોઈ પણ નાખી શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ

જો તમારી પાસે સમય, ટેકનિકલ જ્ઞાન કે માર્કેટ ટ્રેક કરવાનો અભાવ હોય, તો મ્યુચ્યુઅલ ફંડ જ શ્રેષ્ઠ માર્ગ છે. અહીં પ્રોફેશનલ ફંડ મેનેજર તમારા નાણાંનું સંચાલન થાય છે. નાના રોકાણકારો માટે વિવિધતા એટલે કે ડાઈવર્સીફાય પોર્ટફોલિયો મેળવવાનો આ સર્વોત્તમ રસ્તો છે.

નિષ્કર્ષ :

સામાન્ય અને મધ્યમ વર્ગના રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડ એ ડાયરેક્ટ ઇક્વિટી કરતાં વધુ વ્યવહારુ અને સલામત વિકલ્પ છે.

⭐ ૨. મ્યુચ્યુઅલ ફંડના મુખ્ય પ્રકારો

મ્યુચ્યુઅલ ફંડને તેમના રોકાણના લક્ષ્ય અને સંપત્તિ વર્ગ એટલે કે એસેટ ક્લાસ મુજબ મુખ્યત્વે નીચેના પ્રકારોમાં વહેંચવામાં આવે છે :

(A) ઇક્વિટી ફંડ્સ - ઉચ્ચ જોખમ અને ઉચ્ચ વળતર :-

⭐લાર્જ કેપ ફંડ્સ :

લાજ કેપ ફંડમાં રોકાણ ને દેશની ટોચની ૧૦૦ મોટી અને સ્થિર કંપનીઓમાં રોકાણ કરવાથી ઓછું જોખમ અને સ્થિર વળતર મેળવવા એક સલામત આદર્શ રોકાણ ફંડ તરીકે ગણવામાં આવે છે.

⭐ મિડ કેપ ફંડ્સ : ૧૦૧ થી ૨૫૦ ના અનુક્રમણિકામાં આવતી કંપનીઓમાં રોકાણ મધ્યમ જોખમ અને લાર્જ કેપ કરતાં વધુ વળતરની શક્યતા ધરાવતા ફંડને મીડ કેપ ફંડ તરીકે ગણવામાં આવે છે.

⭐ સ્મોલ કેપ ફંડ્સ : ૨૫૧ પછીની ઊભરતી નાની કંપનીઓમાં ખૂબ જ ઉચ્ચ જોખમ, પરંતુ લાંબા ગાળે જંગી વળતર આપી શકે તેવી સ્મોલ કેપિટલ ધરાવતી કંપનીઓના ફંડને સ્મોલ કેપ ફંડ તરીકે ગણવામાં આવે છે.

⭐ ફ્લેક્સી કેપ / મલ્ટી કેપ ફંડ્સ :

આ પ્રકારના ફ્લેક્સી કેપ અથવા મલ્ટી કેપ પ્રોડક્ટમાં ફંડ મેનેજર જરૂરિયાત મુજબ નાની, મોટી અને મધ્યમ કંપનીઓમાં ફંડને ડાયવર્ટ કરી રોકાણકારોને સારું વળતર અપાવવાના ઉદ્દેશ્યથી રોકાણ કરી શકે છે.

⭐ ELSS ફંડ - ટેક્સ સેવિંગ ફંડ :

આવકવેરાની કલમ 80C હેઠળ કર બચત આપતાં ફંડ્સ  જેમાં ૩ વર્ષનો લૉક-ઇન પિરિયડ હોય છે એને બીજું ડેટ ફંડ્સ - ઓછું જોખમ ધરાવતી જામીનગીરીઓ એટલે કે સરકારી બોન્ડ્સ, કોર્પોરેટ બોન્ડ્સ અને મની માર્કેટમાં રોકાણ કરવું. આ ફંડ્સ ફિક્સ્ડ ડિપોઝિટ  જેવી સ્થિરતા અને સુરક્ષા પૂરી પાડે છે. સાથે સાથે ત્રીજું ફંડ હાઇબ્રિડ અથવા બેલેન્સ ફંડ્સ જેમાં  ઇક્વિટી અને ડેટ બંનેનું મિશ્રણ જોવા મળતું હોય છે. જોખમ અને વળતરનું સારું સંતુલન જાળવવા માંગતા રોકાણકારો માટે આ યોગ્ય વિકલ્પ છે.

૩. હાલના સમયમાં બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ ક્યાં છે...?
કોઈપણ ફંડમાં રોકાણ કરતાં પહેલાં ફક્ત તેનો ભૂતકાળનો ૧ વર્ષનો રિટર્ન રેશિયો ન જોવો જોઈએ. ફંડનો ૫ થી ૧૦ વર્ષનો રેકોર્ડ, ફંડ મેનેજરનો અનુભવ અને એક્સપેન્સ રેશિયો ધ્યાને લેવો જરૂરી છે.

હાલમાં માર્કેટમાં પ્રદર્શન અને સ્થિરતાના આધારે લોકપ્રિય શ્રેણીઓ :

સ્થિરતા માટે :

Parag પરાગ પરીખ ફ્લેક્સી કેપ ફંડ, HDFC  નિફ્ટી બેઇઝ ઇન્ડેક્સ ફંડ છે જ્યારે મધ્યમ જોખમ અને વળતર માટે એસ બી આઈ લાર્જ ફંડો અને કોટક ઈમરજિંગ ઈક્વિટી ફંડ માં રોકાણ વિકલ્પ દર્શાવી શકાય અને સૌથી મહત્વનું લાંબા ગાળાના ઉચ્ચ વળતર માટે Nippon ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ અને Quant સ્મોલ કેપ ફંડ ઉદાહરણો છે

મિત્રો, આ શ્રેણીઓ ઉદાહરણ અર્થે છે. રોકાણ કરતા પહેલાં પોતાના ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી જરૂરી છે.

૪. ભવિષ્યમાં મ્યુચ્યુઅલ ફંડ : રોકાણકારો માટે જોખમી કે સલામત...!?

આ પ્રશ્ન દરેક રોકાણકાર માટે સૌથી મહત્વપૂર્ણ છે. આનો સીધો જવાબ છે: "મ્યુચ્યુઅલ ફંડ સંપૂર્ણપણે જોખમમુક્ત નથી, પરંતુ તે અસુરક્ષિત કે બિનસલામત પણ નથી."

સલામતીના પાસાં તરીકે જોઈએ તો,

૧. સેબી કડક નિયામક : ભારતમાં SEBI ના નિયમો ખૂબ જ સખત છે. કોઈ ફંડ હાઉસ તમારા નાણાં લઈને ભાગી શકતું નથી.

૨. પ્રોફેશનલ મેનેજમેન્ટ : અનુભવી સંશોધકો અને એનાલિસ્ટ્સ તમારી મૂડીનું સંચાલન કરે છે.

૩. ડાઇવર્સિફિકેશન : તમારો રૂ. ૫૦૦ નો SIP પણ ૪૦-૫૦ કંપનીઓમાં વહેંચાઈ જાય છે, જેથી એકાદ કંપની ડૂબે તોપણ આખા પોર્ટફોલિયોને ખાસ અસર થતી નથી.

⭐ જોખમના પાસાં ધ્યાને લઈએ તો માર્કેટ વોલેટિલિટી માં અનિશ્ચિત વળતર મળે કારણ કે મ્યુચ્યુઅલ ફંડ શેરબજાર સાથે જોડાયેલા છે. એટલે ટૂંકા ગાળે -૧ થી ૩ વર્ષ  બજારમાં મંદી આવે તો પોર્ટફોલિયો નેગેટિવ રિટર્ન બતાવી શકે છે.

જો કે ભાવિ દિશા તરફ નજર રાખીએ તો ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનવા તરફ જઈ રહ્યું છે. આગામી ૧૦ થી ૨૦ વર્ષમાં ભારતીય કોર્પોરેટ સેક્ટરનો વિકાસ નિશ્ચિત છે. જો રોકાણકાર લાંબા ગાળા માટે  એટલે કે ૭ થી ૧૦ વર્ષ કે તેથી વધુ SIP ના માધ્યમથી મ્યુચ્યુઅલ ફંડમાં ટકી રહે, તો ભવિષ્યમાં આ રોકાણ અત્યંત સલામત અને સંપત્તિનું સર્જન કરનારું સાબિત થશે.

મિત્રો, મારી અંગત સલાહ મુજબ ડાયરેક્ટ શેરબજાર એ એક એવી રેસ છે જ્યાં તમારે પોતે ગાડી ચલાવવાની છે અને જેમાં અકસ્માતનું જોખમ વધારે છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડ એ એક અનુભવી ડ્રાઇવર - ફંડ મેનેજરની બસમાં બેસવા જેવું છે, જ્યાં તમે સુરક્ષિત રીતે મંઝિલ સુધી પહોંચી શકો છો.

જો તમારી પાસે માર્કેટનું ઊંડું જ્ઞાન ન હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા રોકાણ કરવું એ જ ભવિષ્ય માટે સૌથી શ્રેષ્ઠ, શાણપણભર્યો અને નાણાકીય સુરક્ષા આપતો માર્ગ છે.

નિખિલ ભટ્ટ
Business Editor
Contact : 99390 80808
www.nikhilbhatt.in

Disclaimer :

Investments in the securities market are subject to market risks. All content and Index / securities mentioned are strictly for educational and journalistic purposes and do not constitute personalized buy, sell, or hold investment recommendations, Please read all related documents and full disclosures at nikhilbhatt.in before investing.

Liked this article? Share it with friends
← All Editor's View articles
Facebook Instagram LinkedIn Mail Telegram YouTube WhatsApp