ભારતીય બેન્કિંગ સેક્ટર NPAમાં ઐતિહાસિક સુધારો, હવે Deposit અને NIM પર નજર...!!!
મિત્રો, તમામ લિસ્ટેડ બેંકોનું નેટ NPA 1%થી નીચે જોવા મળી રહેલ છે પરંતુ ડિપોઝિટ ગ્રોથ સામે ક્રેડિટ ગ્રોથ સૌથી મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે. ભારતીય બેન્કિંગ સેક્ટર માટે જૂન 2026 ક્વાર્ટર અત્યંત મહત્વપૂર્ણ રહ્યો છે. દેશની તમામ લિસ્ટેડ બેન્કો નું નેટ NPA અંદાજીત 1% થી નીચે આવી ગયું છે, જે બેન્કિંગ ક્ષેત્રની એસેટ ક્વોલિટી માં થયેલા ઐતિહાસિક સુધારાનું પ્રતિબિંબ છે.
એક વિશ્લેષણ મુજબ બેન્ક ઓફ મહારાષ્ટ્ર નું નેટ NPA માત્ર 0.13%, ઇન્ડિયન બેન્કનું 0.15%, IDBI બેન્ક નું 0.16% અને તમિલનાડું મર્કન્ટાઈલ બેન્કનું 0.17% રહ્યું છે. ભારતીય સ્ટેટ બેન્કનું નેટ NPA 0.38% અને HDFC બેન્કનું 0.41% રહ્યું હતું.
👉🏽 NPAમાં મોટો ઘટાડો
લિસ્ટેડ બેન્કના ગ્રોસ NPAમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જૂન ૨૦૨૬માં ગ્રોસ NPA લગભગ રૂ ૩.૭૦ લાખ કરોડ રહ્યું, જે વાર્ષિક ધોરણે ૧૧.૭૬ % ઓછું છે. નેટ NPA લગભગ રૂ ૮૪૨૯૩ કરોડ રહ્યું, જેમાં ૯.૫૧ %નો ઘટાડો થયો છે. બેડ લૉન્સ માટેની પ્રોવાઇસીન પણ ૪૧.૬૧ % ઘટીને આશરે રૂ ૨૫૪૪૮ કરોડ થઈ હતી.
આ એસેટ ક્વોલિટી સુધારાની સીધી અસર બેન્કોના નફા પર જોવા મળી છે. બેન્કિંગ ઇન્ડસ્ટ્રીઝ નો ક્વાટરલી નેટ પ્રોફિટ લગભગ રૂ ૧.૧૦ લાખ કરોડ સુધી પહોંચ્યો, જે વાર્ષિક ધોરણે ૧૯.૦૧ %નો વધારો દર્શાવે છે. સ્ટેટ બેન્ક, HDFC બેન્ક અને ICICI બેન્ક મળીને ઇન્ડસ્ટ્રીઝ ના લગભગ અડધા નેટ પ્રોફિટ માટે જવાબદાર રહ્યા હતા.
મિત્રો હવે CASA અને NIM મહત્વના પરિબળો ગણી શકાય છે...
NPAમાં સુધારો સકારાત્મક છે, પરંતુ આગામી સમયમાં રોકાણકારોએ CASA રેશિયો અને નેટ ઇન્ટ્રેસ્ટ માર્જિન પર ખાસ નજર રાખવી પડશે. CASAમાં ઘટાડો થાય તો બેન્કોને ડિપોઝિટ મેળવવા માટે વધુ વ્યાજ ચૂકવવું પડે છે અને ફંડિંગ કોસ્ટ વધવાથી નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પર દબાણ આવી શકે છે.
વિશ્લેષણ મુજબ આરબીએલ બેંક નું CASA ૩૨.૫%થી ઘટીને ૨૫.૨ % થયું હતું. બીજી તરફ IDFC First Bank આઈડીએફસી ફર્સ્ટ બેન્કનું CASA ૫૦.૮ % અને બેંક ઓફ મહારાષ્ટ્રનું ૪૯ % રહ્યું હતું.
મિત્રો બેન્કિંગ સેક્ટર માટે હાલના સંજોગે ક્રેડિટ ગ્રોથ સામે ડિપોઝિટ ગ્રોથ વચ્ચેનો તફાવત સૌથી મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે
જૂન ૨૦૨૬ માં Listed Banks લીસ્ટેડ બેંકોમાં ક્રેડિટ ગ્રોથ ૧૭.૪૮ % સામે ડિપોઝિટ ગ્રોથ ૧૧.૭૩ % રહી હતી એટલે કે ક્રેડિટ ડિમાન્ડ ડિપોઝિટ મોબિલાઇઝેશન કરતાં ઝડપી વધી રહી છે.
આ ટ્રેન્ડ લાંબા સમય સુધી ચાલુ રહે તો બેન્કોને વધુ મોંઘા ફંડિંગ સોર્સ નો ઉપયોગ કરવો પડી શકે છે, જેના કારણે માર્જિન પર દબાણ આવી શકે છે.
હકારાત્મક અભિગમ તરીકે જોઈએ તો ભારતીય અર્થતંત્રમાં ક્રેડિટ ડિમાન્ડ હાલમાં મજબૂત છે. તાજેતરના આંકડા મુજબ જૂન ૨૦૨૬ માં બેંક ક્રેડિટ ગ્રોથ ૧૮.૩ % સુધી પહોંચી હતી, જ્યારે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતની જીડીપી ગ્રોથ ૭.૮ % રહી હતી. આ બંને બાબતો બેન્કિંગ સેક્ટર માટે સકારાત્મક સંકેત છે સાથે જ રિઝર્વ બેંકની FCNR(B) સ્વેપ ફેસીલીટી હેઠળ આશરે ૧૨૭ બિલિયન ડોલરની જંગી ડિપોઝિટ ઇન ફ્લોથી બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધી છે. આથી ટૂંકા ગાળામાં ફંડિંગ પ્રેસર ઘટવાની શક્યતા છે, જોકે વધારાની લિક્વિડિટીનું સંચાલન રિઝર્વ બેન્ક માટે પણ મહત્વનું બની ગયું છે.
મારા અંગત અભિપ્રાય મુજબ ભારતીય બેન્કિંગ સેક્ટરની એસેટ ક્વોલિટી હાલમાં મજબૂત સ્થિતિમાં છે, પરંતુ આગામી તબક્કાની સ્પર્ધા ડિપોઝિટ મોબિલાઈઝેશન, CASA અને નેટ ઇન્ટરેસ્ટ માર્જિન માટે રહેશે.
રોકાણકારોએ માત્ર ઓછું NPA જોઈને નિર્ણય લેવાને બદલે NPA + CASA + NIM + Deposit Growth + Credit Quality નું સંયુક્ત વિશ્લેષણ કરવું જોઈએ.
આગામી ટ્રેન્ડ મજબૂત એસેટ ક્વોલિટી, વધતી ક્રેડિટ ડિમાન્ડ અને ઊંચી ઇકોનોમિક ગ્રોથ બેન્કિંગ શેરો માટે લાંબા ગાળે સકારાત્મક છે જો કે ડિપોઝિટ ગ્રોથમાં સુધારો અને નેટ ઇન્ટરેસ્ટ માર્જિનની સ્થિરતા આગામી ક્વાર્ટરોમાં સૌથી મહત્વના મોનિટરિંગ ડિપોઝિટ્સ, CASA અને નેટ ઇન્ટરેસ્ટ માર્જિન માટે રહેશે.
Disclaimer :
Investments in the securities market are subject to market risks. All content and Index / securities mentioned are strictly for educational and journalistic purposes and do not constitute personalized buy, sell, or hold investment recommendations, Please read all related documents and full disclosures at nikhilbhatt.in before investing.