Wed, 04 Nov 2026  |  08:41:36 PM
SENSEX77,301.40
▲ 383.55
NIFTY 5023,960.60
▲ 149.75
BANK NIFTY55,913.60
▲ 373.55
INDIA VIX15.19
▼ 0.31
Home› Editor's View› વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય શેરબજારમાં આગામી ૩ થી ૫ વર્ષ માટે તેજીનો આશાવાદ
Editor's View

વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય શેરબજારમાં આગામી ૩ થી ૫ વર્ષ માટે તેજીનો આશાવાદ

15 September 2026 Nikhil Bhatt 1 view
વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય શેરબજારમાં આગામી ૩ થી ૫ વર્ષ માટે તેજીનો આશાવાદ

વર્તમાન ટ્રેન્ડ, માઇક્રો-મેક્રો પરિબળો, સેક્ટરલ મૂવમેન્ટ અને રોકાણકારો માટે ભવિષ્યની રોકાણ રણનીતિ જોઈએ તો ભારતીય શેરબજાર હાલમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ ભારતનું મજબૂત સ્થાનિક અર્થતંત્ર, માળખાકીય વિકાસ અને મજબૂત સ્થાનિક મૂડીપ્રવાહ બજારને સપોર્ટ કરી રહ્યા છે; તો બીજી તરફ વૈશ્વિક અનિશ્ચિતતાઓ, વ્યાજદરોના નીતિવિષયક નિર્ણયો અને આંતરરાષ્ટ્રીય જિયો-પોલિટિકલ વાતાવરણ ટૂંકા ગાળા માટે વોલેટિલિટી / અસ્થિરતા ઊભી કરી રહ્યા છે.

૧. સ્થાનિક પરિબળો અને FII / DII ની મૂવમેન્ટ

ભારતીય બજારની સમાનતા અને સ્થિરતામાં સૌથી મોટું યોગદાન સ્થાનિક રોકાણકારોનું રહ્યું છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને ખાસ કરીને રિટેલ રોકાણકારો દ્વારા સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનના માધ્યમથી દર મહિને થતું વિક્રમી રોકાણ બજાર માટે એક રક્ષણાત્મક ઢાલ સાબિત થયું છે. વૈશ્વિક વેચવાલીના સમયે પણ DII ની ખરીદી બજારને નીચલા સ્તરે ટેકો આપે છે.

FII નો વલણ અને પ્રવાહ :

બીજી તરફ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) નું વલણ વૈશ્વિક મેક્રો પરિબળો પર વધુ નિર્ભર રહે છે. અમેરિકી બોન્ડ યીલ્ડ, ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી અને અન્ય ઇમર્જિંગ માર્કેટ્સ જેમ કે ચીનના વેલ્યુએશનને આધારે FII સમયાંતરે ભારતીય બજારમાંથી નફારૂપી વેચવાલી કરીને નાણાં પાછા ખેંચતા જોવા મળે છે. FII અને DII વચ્ચેનો આ ખેંચતાણ બજારમાં રેન્જ-બાઉન્ડ મુવમેન્ટ પેદા કરે છે.

૨. વૈશ્વિક પરિબળો :

યુએસ ફેડ અને BRICS કરારની અસરો જોઈએ તો વૈશ્વિક સ્તરે આર્થિક અને રાજકીય નિર્ણયોની ભારતીય બજાર પર સીધી અસર જોવા મળે છે

યુએસ ફેડ રિઝર્વના નિર્ણયો :

યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કરવામાં આવતા ફેરફારો ગ્લોબલ લિક્વિડિટી નક્કી કરે છે. જો ફેડ વ્યાજદરમાં ઘટાડો કરે અથવા નરમ વલણ અપનાવે, તો વૈશ્વિક રોકાણકારો માટે ભારત જેવા ઉચ્ચ ગ્રોથ ધરાવતા ઇમર્જિંગ માર્કેટ્સમાં રોકાણ કરવું આકર્ષક બને છે.

બ્રિક્સ કરારોની લાંબા ગાળાની અસર :

બ્રિક્સ દેશો વચ્ચે થતા નવા વ્યાપારી કરારો અને સ્થાનિક ચલણમાં વેપાર વધારવાના પ્રયાસો વૈશ્વિક પુરવઠા શૃંખલા ને વધુ મજબૂત બનાવે છે. ડોલર પરની નિર્ભરતા ઘટાડવાના આ પ્રયાસોથી ભારત જેવા કોમોડિટી અને ઉર્જાની આયાત કરતા દેશોને લાંબા ગાળે આર્થિક સ્થિરતા મળી શકે છે.

૩. સેક્ટર વાઇઝ મૂવમેન્ટ

બજારના એકંદર સુધારામાં વિવિધ સેક્ટર્સનો ફાળો અલગ-અલગ જોવા મળી રહ્યો છે. હાલમાં મજબૂત ક્રેડિટ ગ્રોથ અને સુધરેલી એસેટ ક્વોલિટીને કારણે બેંકિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર બજારનું નેતૃત્વ કરી રહ્યું છે, જેનું ભવિષ્યનું આઉટલુક અત્યંત સકારાત્મક બુલીશ જણાય છે. તે જ રીતે, સરકારના કેપેક્સ અને મેન્યુફેક્ચરિંગ પ્રોત્સાહનોનો સીધો ફાયદો મેળવીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપિટલ ગુડ્સ સેક્ટર મજબૂત લાંબા ગાળાનો ગ્રોથ દર્શાવે છે. બીજી તરફ, અમેરિકા અને યુરોપ જેવા વૈશ્વિક બજારોમાં ટેક-ખર્ચને લઈને અનિશ્ચિતતા હોવાને લીધે આઇટી સેક્ટરમાં સીમિત સુધારો જોવા મળ્યો છે અને તેનો ભવિષ્યનો ટ્રેન્ડ મધ્યમથી રેન્જ-બાઉન્ડ રહેવાની ધારણા છે.

ગ્રામીણ માગમાં સુધારો અને તહેવારોની સિઝનને કારણે ઓટો અને FMCG સેક્ટરમાં સ્થિર સુધારો નોંધાયો છે. આ ઉપરાંત, વૈશ્વિક ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનને કારણે રિન્યુએબલ એનર્જી અને પાવર સેક્ટર તરફ રોકાણકારોનું ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે, જે લાંબા ગાળા માટે ઉચ્ચ ગ્રોથની ક્ષમતા ધરાવે છે.

૪. આગામી ભાવિ ટ્રેન્ડ અને દિશા :

ટૂંકા ગાળામાં બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ, ફુગાવો, ભૌગોલિક-રાજકીય તણાવ અને કંપનીઓના ત્રિમાસિક પરિણામોને કારણે ઉતાર-ચઢાવ ચાલુ રહેશે.

જોકે, મધ્યમથી લાંબા ગાળા માટે અંદાજે ૩ થી ૫ વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દર અન્ય વિકસિત અને વિકાસશીલ દેશોની સરખામણીએ મજબૂત હોવાથી શેરબજારનો એકંદર ટ્રેન્ડ બુલિશ રહેવાની સંપૂર્ણ શક્યતા છે.

૫. રોકાણકારો માટે માર્ગદર્શન અને રણનીતિ

વર્તમાન બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ નીચે મુજબના પગલાં લેવા જોઈએ :

👉🏽સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ :

બજારમાં એકસાથે બધું જ નાણું રોકવાને બદલે SIP અથવા 'બાય ઓન ડીપ' ની રણનીતિ અપનાવો જેથી વોલેટિલિટીનો લાભ મળી શકે.

👉🏽 પોર્ટફોલિયો ડાઇવર્સિફિકેશન :

તમામ મૂડી એક જ સેક્ટર કે સ્ટોકમાં રોકવાને બદલે લાર્જ કેપ (સ્થિરતા માટે) અને મિડ/સ્મોલ કેપ (ગ્રોથ માટે) માં યોગ્ય સમતોલન જાળવો.

👉🏽 ગુણવત્તા અને ફંડામેન્ટલ્સ પર ભાર:

મજબૂત બેલેન્સ શીટ, ઓછું દેવું, અનુભવી મેનેજમેન્ટ અને સ્પષ્ટ ગ્રોથ વિઝન ધરાવતી કંપનીઓમાં જ રોકાણ કરો.

👉🏽 લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ :

ટૂંકા ગાળાની અફવાઓ કે દૈનિક ઉતાર-ચઢાવથી દૂર રહીને શિસ્તબદ્ધ રીતે લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખવું એ જ સંપત્તિ સર્જનની શ્રેષ્ઠ ચાવી છે.

નિખિલ ભટ્ટ
Business Editor
Investment Point

Disclaimer :

Investments in the securities market are subject to market risks. All content and Index / securities mentioned are strictly for educational and journalistic purposes and do not constitute personalized buy, sell, or hold investment recommendations, Please read all related documents and full disclosures at nikhilbhatt.in before investing.

Liked this article? Share it with friends
← All Editor's View articles
Facebook Instagram LinkedIn Mail Telegram YouTube WhatsApp