HomeBusiness News - Leftગોલ્ડ લોન સેક્ટરમાં મુથૂત ફાઈનાન્સનો દબદબો: SBI જેવું સ્થાન મેળવવાનો લક્ષ્ય...!!!

ગોલ્ડ લોન સેક્ટરમાં મુથૂત ફાઈનાન્સનો દબદબો: SBI જેવું સ્થાન મેળવવાનો લક્ષ્ય…!!!

મુથૂત ફાઈનાન્સના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન જ્યોર્જ એલેક્ઝાન્ડર મુથૂતના જણાવ્યા અનુસાર, ગોલ્ડ લોન સેક્ટરમાં મુથૂતનું સ્થાન એ રીતે છે જેવી રીતે બેન્કિંગ ક્ષેત્રે SBIનું સ્થાન છે. તેમણે જણાવ્યું કે ગોલ્ડ લોન વ્યવસાયમાં કંપનીનું સ્કેલ, વિશ્વાસ અને કાર્યકારી કુશળતા તેને અન્ય સ્પર્ધકોથી અલગ પાડે છે.

કંપની વિશે :
જ્યોર્જ એલેક્ઝાન્ડર મુથૂતના મતે, મુથૂત ફાઈનાન્સે ગોલ્ડ લોનને મુખ્ય પ્રવાહમાં લાવવામાં અને તેને એક સ્માર્ટ લોન તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જેમ બેન્કિંગ ક્ષેત્રે SBI અગ્રણી છે, તેમ મુથૂતે ગોલ્ડ લોન માર્કેટમાં મજબૂત નેટવર્ક અને ગ્રાહકોનો વિશ્વાસ જીતીને પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. કંપનીએ આખા દેશમાં પોતાનું વિસ્તરણ કરીને આ માર્કેટને પ્રોત્સાહન આપ્યું છે.

બજારના મુખ્ય પરિબળો :
ગોલ્ડ લોનની માંગમાં હાલમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. લોકો હવે ગોલ્ડ લોનને નાણાકીય મુશ્કેલીના બદલે એક વ્યવહારુ અને કાર્યક્ષમ નાણાકીય સાધન તરીકે જુએ છે. સાથે જ, અનસિક્યોર્ડ ક્રેડિટના નિયમો કડક થવાને કારણે ગોલ્ડ બેક લોનની માંગમાં વધારો થયો છે. સોનાના ભાવમાં થતા ઘટાડાથી વ્યવસાય પર ખાસ અસર થતી નથી, કારણ કે કંપનીનો LTV રેશિયો મજબૂત છે અને મોટાભાગના ગ્રાહકો માત્ર ટૂંકા ગાળાના ફંડિંગ માટે જ લોન લેતા હોય છે.

સેક્ટર દૃષ્ટિકોણ :
ગોલ્ડ લોન ક્ષેત્રમાં બેન્કો અને NBFC દ્વારા સ્પર્ધા વધી રહી છે. આ વ્યવસાયમાં માત્ર ગ્રાહકો મેળવવા જ મહત્વનું નથી, પરંતુ વેલ્યુએશન, સ્ટોરેજ, ઓડિટ અને ફ્રોડ અટકાવવાની જટિલ પ્રક્રિયાઓ પર ધ્યાન આપવું અનિવાર્ય છે. RBI ના નવા નિયમોને કારણે વ્યાજની ચુકવણીના માળખામાં ફેરફાર કરવા પડ્યા છે, પરંતુ બજાર આના માટે ધીમે ધીમે અનુકૂલિત થઈ જશે.

ભાવિ દિશા :
આગામી દિવસોમાં કંપની નવી શાખાઓ ખોલીને પોતાનું નેટવર્ક વિસ્તારવા પર ધ્યાન આપશે. કંપનીએ હંમેશા લગભગ ૧૫ ટકાના આસપાસ વૃદ્ધિનું માર્ગદર્શન આપ્યું છે. મુથૂત ફાઈનાન્સ તેના હાલના ગ્રાહકોને પર્સનલ લોન અને હાઉસિંગ લોન જેવા અન્ય ઉત્પાદનો વેચવા પર પણ ભાર મૂકશે. શ્રીલંકા અને મુથૂત મની જેવા વ્યવસાયો પણ સ્થિર વૃદ્ધિ સાથે આગળ વધી રહ્યા છે.

Spread the love

Most Popular