HomeBusiness News - LeftAU Small Finance Bank ના Q1FY27 ના નફામાં ૩૭% નો ઉછાળો...!!!

AU Small Finance Bank ના Q1FY27 ના નફામાં ૩૭% નો ઉછાળો…!!!

AU Small Finance Bank એ Q1FY27 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે મજબૂત નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. બેન્કે ₹૭૯૬ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાના ₹૫૮૧ કરોડ સામે ૩૭% નો મોટો ઉછાળો દર્શાવે છે. આ વધારા પાછળ નેટ ઈન્ટરેસ્ટ ઇનકમમાં થયેલો ઉછાળો અને પ્રોવિઝનમાં થયેલો ઘટાડો મુખ્ય કારણો છે.

નાણાકીય પરિણામો :

બેન્કની નેટ ઈન્ટરેસ્ટ ઇનકમમાં ૩૨% નો ઉછાળો જોવા મળ્યો છે, જે ₹૨,૬૯૫ કરોડ પર પહોંચી છે. જોકે, અન્ય આવકમાં ૧૫% નો ઘટાડો નોંધાયો છે, જે ₹૮૧૧ કરોડથી ઘટીને ₹૬૮૯ કરોડ થઈ છે. બેન્કનો NIM ૫.૯% રહ્યો છે, જે ગયા વર્ષના Q1 માં ૫.૪% હતો. ગ્રોસ લોન પોર્ટફોલિયોમાં પણ ૨૩% નો ઉછાળો જોવા મળ્યો છે, જે ₹૧,૪૪,૨૫૦ કરોડ પર પહોંચ્યો છે.

કંપની વિશે :

જયપુર સ્થિત આ બેન્કને RBI દ્વારા ઓગસ્ટ ૨૦૨૫ માં યુનિવર્સલ બેન્કમાં રૂપાંતરિત થવા માટેના પ્રિન્સિપલ એપ્રુવલ મળેલ છે. બેન્કની ડિપોઝિટમાં ૨૪% નો ઉછાળો આવીને તે ₹૧,૫૭,૭૨૭ કરોડ પર પહોંચી છે. સિક્યોર્ડ બિઝનેસમાં ૨૫% નો ઉછાળો અને અનસિક્યોર્ડ બિઝનેસમાં ૧૧% નો વધારો જોવા મળ્યો છે. બેન્કના લો-કોસ્ટ CASA ડિપોઝિટનું પ્રમાણ ૨૯% યથાવત રહ્યું છે.

એસેટ ક્વોલિટી અને ભાવિ દિશા :

બેન્કની એસેટ ક્વોલિટીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. GNPA ૨.૪૭% થી ઘટીને ૨.૧૦% પર આવી ગયો છે, જ્યારે નેટ NPA ૦.૮૮% થી ઘટીને ૦.૭૬% થયો છે. બેન્કના CEO Sanjay Agarwal ના જણાવ્યા અનુસાર, બેન્ક પાસે મજબૂત કેપિટલ અને લિક્વિડિટી બફર છે, જે આગામી દિવસોમાં અનિશ્ચિતતા સામે લડવામાં મદદ કરશે. આ સાથે જ, Yogesh Jain ને હવે બેન્કના Deputy CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Spread the love

Most Popular