HomeBusiness News - Rightસોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો: અમેરિકી જોબ્સ ડેટા અને Fed ના...

સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો: અમેરિકી જોબ્સ ડેટા અને Fed ના સંકેતોથી તેજી…!!!

વર્તમાન કારોબારી સેશનમાં સોના અને ચાંદીના ભાવમાં મજબૂત ઉછાળો જોવા મળી રહ્યો છે. અમેરિકાના અપેક્ષા કરતા નબળા રોજગારી ડેટા અને Fed ના સંકેતોને કારણે બજારમાં તેજીનો માહોલ સર્જાયો છે. જૂન મહિનાના મોટા ઘટાડા બાદ કિંમતોમાં આ રિબાઉન્ડ જોવા મળ્યો છે.

બજારના મુખ્ય પરિબળો :
અમેરિકાના ADP નેશનલ એમ્પ્લોયમેન્ટ રિપોર્ટમાં ખાનગી ક્ષેત્રની રોજગારી અપેક્ષા કરતા ઓછી જોવા મળી છે. આ ઉપરાંત, Fed ના અધ્યક્ષ કેવિન વોર્શના નિવેદનોથી વ્યાજ દર વધારવાની ચિંતામાં ઘટાડો થયો છે. US ડોલર ઇન્ડેક્સમાં જોવા મળેલા ઘટાડાએ પણ સોના અને ચાંદીના ભાવને સપોર્ટ આપ્યો છે.

ટેકનિકલ દૃષ્ટિકોણ :
MCX પર સોનાના ભાવમાં ₹૩,૦૦૦ નો ઉછાળો જોવા મળ્યો છે, જેનાથી સોનું ₹૧,૪૫,૫૭૫ ના સ્તર પર પહોંચ્યું છે. તેવી જ રીતે, ચાંદીના ભાવમાં પણ ₹૪,૩૪૭ નો વધારો નોંધાયો છે અને તે ₹૨,૩૨,૯૧૦ ના લેવલ પર પહોંચી છે. Comex ગોલ્ડ અને સિલ્વર ફ્યુચર્સમાં પણ મજબૂત વધારો જોવા મળી રહ્યો છે.

ભાવિ દિશા :
આગામી દિવસોમાં અમેરિકાના નોન-ફાર્મ પેરોલ રિપોર્ટ પર બજારની નજર રહેશે. જો રોજગારીના ડેટા વધુ નબળા આવશે, તો કિંમતોમાં વધુ ઉછાળો આવી શકે છે. જોકે, રોકાણકારોએ વૈશ્વિક જીઓપોલિટિકલ તણાવ અને વ્યાજ દરના લેવલ્સમાં સાવચેતી રાખવી જોઈએ.

👉 યાદ રાખો : તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…!!

Spread the love

Most Popular